નવી દિલ્હી7 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશના અનેક ભાગોમાં વરસાદના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે 29 જુલાઈએ 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.
મધ્યપ્રદેશમાં બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં ભોપાલના કોલાર ડેમના 2 દરવાજા, બેતુલના સાતપુરા ડેમના 7 દરવાજા અને રાજગઢના મોહનપુરા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. યુપીના લલિતપુર ખાતેના ગોવિંદ સાગર ડેમના અત્યાર સુધીમાં 16 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાંથી 4 ગેટ રવિવારે જ ખોલવામાં આવ્યા હતા.
ક્યાં અતિ ભારે અને ક્યાં ભારે વરસાદનું એલર્ટ
અતિ ભારે વરસાદ (2 રાજ્યો): ગુજરાત, રાજસ્થાન.
ભારે વરસાદ (13 રાજ્યો, 4 કેન્દ્રશાસિત પ્રદેશો): મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, કર્ણાટક, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર.
દેશભરમાંથી ચોમાસાની તસવીરો…

કુલ્લુમાં ભારે વરસાદને કારણે વ્યાસ નદીમાં પૂર આવ્યું છે. કુલ્લુમાં 28 જુલાઈના રોજ સામાન્ય કરતાં 288% વધુ વરસાદ થયો હતો.

જમ્મુમાં રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. જમ્મુમાં 28 જુલાઈના રોજ સામાન્ય કરતાં 28% વધુ વરસાદ થયો હતો.

ભોપાલના કોલાર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. મધ્યપ્રદેશની રાજધાનીમાં 28 જુલાઈના રોજ 104% વધુ વરસાદ થયો હતો.

લખીમપુર ખીરીમાં રસ્તાઓ પર કમર સુધી પાણી ભરાયેલા છે. લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, 28 જુલાઈના રોજ સામાન્ય કરતાં 28% ઓછો વરસાદ થયો હતો.

જમ્મુમાં વરસાદમાં ફૂટબોલ રમતા છોકરાઓ.
ભવિષ્યમાં હવામાન કેવું રહેશે…
- 30 જુલાઈના રોજ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદ (12 સે.મી.થી વધુ) પડી શકે છે.
- જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાતમાં ભારે (7 સેમી સુધી) વરસાદ પડી શકે છે.