નવી દિલ્હી12 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉત્તરાખંડ અને ઓડિશા બાદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ દિલ્હીમાં ત્રીજું કાર્યકર્તા સંમેલન યોજ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શનિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ન્યાય સંકલ્પ સંમેલનના ભાગરૂપે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરાખંડ અને ઓડિશા પછી આ તેમનું ત્રીજું કાર્યકર્તા સંમેલન છે.
ખડગેએ કહ્યું- ભારત જોડો ન્યાય યાત્રા છેલ્લા 21 દિવસથી ચાલી રહી છે. રાહુલ ગાંધી આ યાત્રામાં ન્યાયના 5 સ્તંભો સાથે નીકળ્યા છે. તેઓ લોકોના અધિકારો માટે લડી રહ્યા છે. કોંગ્રેસના દરેક કાર્યકર્તામાં એવો ઉત્સાહ હોવો જોઈએ કે આ લડાઈ કોઈની નહીં પણ બંધારણની રક્ષા માટે છે. જો તમે આ લડાઈમાં કોંગ્રેસને સાથ નહીં આપો તો તમે મોદીના ગુલામ બની જશો.
ખડગેએ કહ્યું- આજે દરેક અખબારમાં મોદીની ગેરંટી લખાઈ રહી છે. મોદીજીની ગેરંટી હતી- દર વર્ષે 2 કરોડ નોકરીઓ, લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા, પણ મોદીએ કશું આપ્યું નહીં. પીએમ મોદીએ માત્ર યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને છેતરવાનું કામ કર્યું. જ્યારે કોંગ્રેસે જે પણ વચનો આપ્યા હતા તે પૂરા કરી બતાવ્યા છે.
ખડગેએ વધુમાં કહ્યું- આજે દેશના સરકારી વિભાગોમાં 30 લાખ પદો ખાલી છે. PM મોદી નોકરી એટલા માટે નથી આપી રહ્યા કારણ કે SC, ST અને OBC ના લોકો અનામત દ્વારા આવશે. મોદીજીનું સૂત્ર હતું – સૌનો સાથ, સૌનો વિકાસ,, પરંતુ તેમણે બધાને બરબાદ કરી દીધા.
સીટ શેરિંગ પર મામલો સ્પષ્ટ નથી, કોંગ્રેસ દિલ્હીની તમામ સાત સીટો પર પ્રચાર કરશે
દિલ્હી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અરવિંદર સિંહ લવલીએ કહ્યું કે, INDIA ગઠબંધનમાં સમાવિષ્ટ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે દિલ્હીમાં સીટની વહેંચણીને લઈને કોઈ સ્પષ્ટ સ્થિતિ નથી. તેથી કોંગ્રેસ દિલ્હીની તમામ સાત બેઠકો પર પ્રચાર કરશે. લવલીએ કહ્યું કે ગઠબંધનમાં રહીને ચૂંટણી લડવાનો અર્થ એ પણ છે કે તેના સહયોગીઓને ચૂંટણી જીતવામાં મદદ કરવી.
45 વર્ષ પહેલા ઈન્દિરા ગાંધીએ અહીંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી
કોંગ્રેસનું આ સંમેલન આ અર્થમાં પણ ખાસ છે, કારણ કે 1977માં ચૂંટણી હાર્યા બાદ ઈન્દિરા ગાંધીએ પણ 1979માં પૂર્વ દિલ્હીથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.
આ સમાચાર પણ વાંચો…
ખડગેએ કહ્યું- આરએસએસ-ભાજપ ઝેર સમાન છે, તેમનાથી દૂર રહો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભુવનેશ્વરમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપ ઝેર સમાન છે. તેમનાથી હંમેશા દૂર રહો. ખડગેએ કહ્યું- 2024ની લોકસભા ચૂંટણી લોકશાહીને બચાવવાની છેલ્લી તક હશે. જો ભાજપ આ ચૂંટણી જીતશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દેશમાં ફરી ચૂંટણી નહીં થવા દે. તે સરમુખત્યારની જેમ તેના પર પણ પ્રતિબંધ મૂકશે.
રાહુલ ગાંધીના કારણે PMને ઊંઘ નથી આવતી – ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે દેહરાદૂનમાં કહ્યું કે રાહુલ ગાંધીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજ- કાલ ઊંઘ આવતી નથી. પહેલા નહેરુ, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી તેમના સપનામાં આવતા હતા. ભાજપના લોકો તેમને વિષ્ણુનો 11મો અવતાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.