14 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોંગ્રેસની 5 યોજનાઓ
1 મહાલક્ષ્મી ગેરંટીઃ જેના હેઠળ બધા ગરીબ પરિવારની એક મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે
2. અડધી વસ્તી-સંપૂર્ણ હકઃ આ અંતર્ગત કેન્દ્ર સરકારની નવી નિમણૂકોમાં અડધો હક મહિલાઓને મળશે.
3. શક્તિનું સન્માનઃ આ યોજના હેઠળ આંગણવાડી, આશા અને મિડ-ડે મીલ વર્કર્સના માસિક વેતનમાં કેન્દ્ર સરકારનું યોગદાન બેગણું થશે.
4. અધિકાર મૈત્રીઃ જેના હેઠળ દરેક પંચાયતમાં મહિલાઓને તેમના હક માટે જાગરૂત કરવા અને જરૂરી મદદ માટે અધિકાર મૈત્રી સ્વરૂપમાં એક પેરા-લીગલ એટલે કાનૂની સહાયકની નિમણુંક કરવામાં આવશે.
5. સાવિત્રી બાઈ ફુલે હોસ્ટેલઃ બધા જિલ્લા મુખ્યાલયોમાં કામકાજી મહિલાઓ માટે ઓછામાં ઓછી એક હોસ્ટેલ બનાવવામાં આવશે અને આખા દેશમાં આ હોસ્ટેલની સંખ્યા બેગણી કરવામાં આવશે.