માલવણ14 કલાક પેહલા
- કૉપી લિંક
સિંધુદુર્ગ પોલીસે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવાની ઘટનામાં માળખાકીય સલાહકાર અને કોન્ટ્રાક્ટર ચેતન પાટીલની ધરપકડ કરી છે. ચેતનને આજે સિંધુદુર્ગ લાવવામાં આવશે. ચેતન પાટીલની ગુરુવારે રાત્રે કોલ્હાપુરથી ધરપકડ કરવામાં આવી હતી. ચેતને અગાઉ દાવો કર્યો હતો કે, તે પ્રોજેક્ટનો સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ નથી. 26 ઓગસ્ટે છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા ધરાશાયી થયા બાદ સિંધુદુર્ગ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. આમાં થાણેના શિલ્પકાર જયદીપ આપ્ટેનું નામ પણ સામેલ હતું. ડેપ્યુટી CM અજિત પવાર શુક્રવારે માલવણ પહોંચ્યા હતા. તેમણે કહ્યું, જે પણ થયું તેનાથી દરેકને દુઃખ છે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં પણ ભાગશે ત્યાંથી ઝડપી લેવામાં આવશે.
સિંધુદુર્ગ પોલીસના જણાવ્યા અનુસાર, ચેતન પાટીલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર હતો.
કોણ છે ચેતન પાટીલ?
શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી ત્યારે ચેતન પાટીલ માળખાકીય સલાહકાર હતા. તેઓ 2010થી કોલ્હાપુરની એક શૈક્ષણિક સંસ્થામાં પ્રોફેસર પણ હતા. ચેતને બે દિવસ પહેલા એક મરાઠી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પ્રતિમાના નિર્માણ સાથે મારે કોઈ લેવાદેવા નથી. મેં પ્રતિમા માટે માત્ર પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. પૂનાની એક કંપનીને પ્રતિમાનું કામ સોંપવામાં આવ્યું હતું.
અજિત પવારે કહ્યું- સ્મારક ફરીથી બનાવશે
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવાર શુક્રવારે સવારે માલવણના સિંધુદુર્ગ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, છત્રપતિ શિવાજી મહારાજ આપણા ભગવાન છે અને દરેકને તેમના ઇતિહાસ પર ગર્વ છે. આ મામલે મુખ્યમંત્રીએ બેઠકો યોજી છે. સ્મારક ફરીથી બનાવવામાં આવશે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેઓ જ્યાં પણ ભાગશે ત્યાંથી ઝડપી લેવામાં આવશે.
માલવણના સિંધુદુર્ગ પહોંચેલા ડેપ્યુટી CM અજિત પવારે પ્રતિમા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
CM શિંદેએ કહ્યું- 2 સમિતિ તપાસ કરશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 29 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે, રાજ્ય સરકાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પુનઃનિર્માણ માટે યુદ્ધના ધોરણે નિર્ણય લઈ રહી છે. ઘટનાની તપાસ માટે બે કમિટીની રચના કરવામાં આવી છે. આ માટે નૌકાદળના અધિકારીઓ, આઈઆઈટીયન્સ, આર્કિટેક્ટ, એન્જિનિયર અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિલ્પકારોને બોલાવવામાં આવ્યા છે. વિરોધ પક્ષોએ આ મામલે રાજકારણ ન કરવું જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજને સન્માન આપવું એ દરેકની ફરજ છે.
PM મોદીએ ડિસેમ્બર 2023માં અનાવરણ કર્યું હતું
તસવીર 4 ડિસેમ્બર 2023ની છે. જ્યારે PMએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું.
ગયા વર્ષે 4 ડિસેમ્બરે નૌકાદળ દિવસની ઉજવણી દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા સ્થાપિત કરવાનો હેતુ છત્રપતિ શિવાજી મહારાજના વારસા અને આધુનિક ભારતીય નૌકાદળ સાથે મરાઠા નૌકાદળના ઐતિહાસિક સંબંધનું સન્માન કરવાનો હતો. PM નરેન્દ્ર મોદીએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.