મુંબઈ34 મિનિટ પેહલા
- કૉપી લિંક
દક્ષિણ મુંબઈથી નવી મુંબઈને જોડતા અટલ સેતુ પર વાહનો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
દક્ષિણ મુંબઈથી નવી મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ પર વાહનો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મુંબઈ પોલીસે કહ્યું કે ફોર-વ્હીલર, મિની બસ અને ટુ-એક્સલ વાહનોની મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. બ્રિજના ચઢાણ અને ઉતરાણ પરની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ નહીં હોય. તેમજ,, મોટરસાયકલ, મોપેડ, થ્રી-વ્હીલર, ઓટો અને ટ્રેક્ટરને આ પુલ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું કે ટ્રક, બસ અને ભારે વાહનોને મુંબઈ તરફ જતા ઈસ્ટર્ન ફ્રી-વેમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ વાહનોએ મુંબઈમાં પ્રવેશવા માટે મુંબઈ પોર્ટ-સેવાડી એક્ઝિટ (એક્ઝિટ 1C)નો ઉપયોગ કરવો પડશે.
આ પુલને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન કરવા PM મોદી આવતીકાલે (12 જાન્યુઆરી) મુંબઈ આવશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર રહેશે.
અટલ બ્રિજ પરથી દરરોજ 70 હજાર વાહનો પસાર થઈ શકે છે.
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ વડાપ્રધાનના ઉદ્ઘાટન કાર્યક્રમ પહેલા આ પુલનું નિરીક્ષણ કર્યું હતું.
આ પુલને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે.
અટલ સેતુની વિશેષતાઓ…
- અટલ સેતુ 6 લેન સી લિંક છે. એટલે કે વાહનો બંને તરફ 3-3 લેનમાં દોડી શકશે. બંને તરફ 1 ઈમરજન્સી લેન પણ છે.
- પુલની કુલ લંબાઈ 21.8 કિલોમીટર છે. આ પુલ દરિયા પર 16.5 કિમી અને કિનારે 5.5 કિમી જમીન પર બાંધવામાં આવ્યો છે.
- બ્રિજ દ્વારા મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 20 મિનિટમાં કાપી શકાય છે. હાલમાં તેમાં 2 કલાક લાગે છે.
- આ પુલનો કુલ ખર્ચ 17 હજાર 843 કરોડ રૂપિયા છે.
- આ બ્રિજ બનાવવા માટે લગભગ 2 મેટ્રિક ટન સ્ટીલ અને 5 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- બ્રિજ પરથી દરરોજ 70 હજાર વાહનો પસાર થઈ શકે છે.
- બ્રિજ પર 400 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
- પક્ષીઓની સુરક્ષા માટે બ્રિજ પર સાઉન્ડ બેરિયર્સ પણ લગાવવામાં આવ્યા છે.
- બ્રિજ પર અદ્યતન લાઇટિંગ કરવામાં આવી છે. આનાથી બ્રિજ પર જ લાઇટો ફોકસ થશે. દરિયાઈ જીવોને કોઈ નુકસાન નહીં થાય.
આ સમાચાર પણ વાંચો…
મોદીએ ‘સુરત ડાયમંડ બુર્સ’નું કર્યું ઉદ્ઘાટન: 15 માળ સાથે 9 ટાવર, આ છે સૌથી મોટી એકબીજા સાથે જોડાયેલી ઇમારત; 4500થી વધુ ઓફિસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બરે ગુજરાતમાં બનેલ સુરત ડાયમંડ બુર્સ (SDB) બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એકબીજા સાથે જોડાયેલી સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ છે અને યુએસ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન કરતા પણ મોટી છે. તેની 4500 થી વધુ ઓફિસો છે. આ પહેલા પીએમ મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું અને રોડ શો પણ કર્યો હતો.