નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત થશે. ચૂંટણી પંચ બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ સાથે દિલ્હીમાં આચારસંહિતા લાગુ થશે. વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરો થઈ રહ્યો છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને 70 માંથી 62 બેઠકો જીતી હતી.
AAPએ તમામ 70 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે
આમ આદમી પાર્ટી (AAP) એ 15 ડિસેમ્બરે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ ઉમેદવારોની જાહેરાત કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. કાલકાજીથી સીએમ આતિશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી, સત્યેન્દ્ર જૈન શકુર બસ્તીથી ચૂંટણી લડશે.
AAPએ 21 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે એટલે કે 25 દિવસમાં કુલ 4 લિસ્ટમાં 70 ઉમેદવારનાં નામ જાહેર કર્યાં. આ વખતે 26 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરવામાં આવી છે. 4 ધારાસભ્યની બેઠકો બદલવામાં આવી છે.
મનીષ સિસોદિયાની સીટ પટપરગંજથી બદલીને જંગપુરા, રાખી બિ[લાનની સીટ મંગોલપુરીથી માદીપુર, પ્રવીણ કુમારની સીટ જંગપુરાથી જનકપુરી અને દુર્ગેશ પાઠકની સીટ કરવલ નગરથી બદલીને રાજેન્દ્રનગર કરવામાં આવી છે.
કોંગ્રેસની ત્રણ યાદી જાહેર, 48 ઉમેદવારો જાહેર
કોંગ્રેસ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબા કાલકાજી બેઠક પરથી દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સામે ચૂંટણી લડશે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે શુક્રવારે તેમના નામની જાહેરાત કરી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે અત્યાર સુધી 3 યાદીમાં 48 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ભાજપની પ્રથમ યાદી, કેજરીવાલ સામે પ્રવેશ વર્મા
ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાંથી 7 નેતાઓ હાલમાં AAP અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. પ્રવેશ વર્મા નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે. કાલકાજીથી સીએમ આતિશી સામે રમેશ બિધુરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે આ સીટ પર અલકા લાંબાને ટિકિટ આપી છે.