નવી દિલ્હી9 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 1 એપ્રિલે 10 દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટે તેને 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં તિહાડ જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેરેકમાં પોતાની પહેલી રાત ચાલતા- ચાલતા વિતાવી હતી. તેઓ ગઈ આખી રાત બેરેકમાં આંટા મારતા રહ્યા હતા. તેમનું શુગર લેવલ પણ ઘટી ગયું છે. જેલ અધિકારીના જણાવ્યા અનુસાર 14X8 ફૂટની બેરેકમાં કેજરીવાલ આખી રાત ફરતા રહ્યા હતા. તેઓ માત્ર થોડીવાર જ સિમેન્ટના ફ્લોર પર સૂતા હતા.
જેલ અધિકારીએ કહ્યું- કેજરીવાલને સોમવારે સાંજે 4 વાગ્યે તિહાર જેલમાં લાવવામાં આવ્યા હતા અને બેરેકમાં મોકલતા પહેલા તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તેમનું શુગર લેવલ પણ ઘટી ગયું હતું. જે 50 થઈ ગયુ હતું. તેમને ડોક્ટરોની સલાહ પર દવાઓ આપવામાં આવી છે.
અગાઉ એશિયાની સૌથી મોટી જેલમાં બંધ સીટીંગ મુખ્યમંત્રીને જેલ નંબર 2માં રાખવામાં આવ્યા છે. તેમની પત્ની અને બાળકો મંગળવારે તેમને મળવા આવે તેવી શક્યતા છે. જેલમાં આવ્યા પછી મુખ્યમંત્રીને ચા આપવામાં આવી હતી અને રાત્રે ઘરનું બનાવેલું ખાવાનું આપવામાં આવ્યું હતું. તેમને એક ગાદલું, ધાબળો અને બે તકિયા પણ આપવામાં આવ્યા હતા.
જેલ અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે સવારે પણ કેજરીવાલનું શુગર લેવલ ઘટી ગયું હતું. તેઓ તિહાર જેલના ડોક્ટરોની દેખરેખમાં છે. તેમણે કહ્યું કે તેમને બપોરે અને રાત્રે ઘરનું બનાવેલું ભોજન ખાવાની છૂટ છે. જ્યાં સુધી તેમનું સુગર લેવલ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમને ઘરનું બનાવેલું ભોજન આપવામાં આવશે.

મંગળવારે જ સુપ્રીમ કોર્ટે સંજય સિંહના જામીન મંજૂર કર્યા હતા. બુધવારે તેઓ જેલમાંથી બહાર આવી શકશે.
સવારે ધ્યાન ધર્યુ, હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ્સ પુસ્તક આપેલું છે
કેજરીવાલ 2 એપ્રિલ, મંગળવારે સવારે ઉઠ્યા, ફ્રેશ થયા અને બેરેકમાં ધ્યાન ધર્યું. આ પછી તેમને ચા અને બે બિસ્કિટ આપવામાં આવ્યા હતા. તેમને ત્રણ પુસ્તકો આપવામાં આવ્યા છે – રામાયણ, મહાભારત અને હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ્સ. તેમના સેલની બહાર બે સુરક્ષાકર્મીઓ અને જેલ વોર્ડન તહેનાત કરવામાં આવ્યા છે. સેલની બહાર ક્વિક એક્શન ટીમ પણ તૈનાત છે. તેમને ધાર્મિક લોકેટ પહેરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
કેજરીવાલે મળવા માંગતા 6 લોકોના નામ જેલ પ્રશાસનને આપ્યા હતા
નિયમો મુજબ કેજરીવાલે 6 લોકોની યાદી આપી છે જેને તેઓ મળવા માંગે છે. આ યાદીમાં તેમની પત્ની સુનીતા કેજરીવાલ, તેમના પુત્ર અને પુત્રી, તેમના અંગત સચિવ બિભવ કુમાર અને AAP મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકનો સમાવેશ થાય છે.
તિહારમાં કેજરીવાલના પડોશી અંડરવર્લ્ડ ડોન છોટા રાજન, કુખ્યાત ગેંગસ્ટર નીરજ બવાના અને આતંકવાદી ઝિયાઉર રહેમાન
કેજરીવાલ તિહારની જેલ નંબર 2માં બંધ છે. અંડરવર્લ્ડ ડોન છોટા રાજન, કુખ્યાત ગેંગસ્ટર નીરજ બવાના અને આતંકવાદી ઝિયાઉર રહેમાન પણ કેજરીવાલની પડોશની બેરેકમાં બંધ છે.
EDએ 21 માર્ચે ધરપકડ કરી હતી

આ સમગ્ર ઘટના 21 માર્ચે બની હતી.