નવી દિલ્હી36 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે માર્ચ 2023 અને ઓગસ્ટ 2022માં પણ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. દિલ્હી દારૂ કૌભાંડમાં વારંવાર સમન્સ મળ્યા બાદ પણ કેજરીવાલ હાજર નહોતા થયા, ત્યારબાદ રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે સીએમએ હાજર થવું પડશે. EDએ કોર્ટ પાસે માંગ કરી અને કહ્યું કે કેજરીવાલને નિર્દેશ આપવા જોઈએ કે તેઓએ ફિઝિકલી રીતે હાજર રહેવું પડશે. તેના પર કોર્ટે કહ્યું કે તેના વકીલે પહેલા જ કહ્યું છે કે તે હાજર થશે અને જામીન અરજી પણ ફાઇલ કરશે.
કેજરીવાલે આ દલીલ કરી હતી
આજે વર્ચ્યુઅલ હાજર રહેવા દરમિયાન કેજરીવાલે કહ્યું, ‘હું ફિઝિકલી રીતે પણ હાજર રહેવા માંગતો હતો પરંતુ અચાનક આ વિશ્વાસ પ્રસ્તાવ આવ્યો. બજેટ સત્ર ચાલુ છે, 1 માર્ચ સુધી ચાલુ રહેશે. આ પછી કોઈપણ તારીખ આપી શકાય છે. જેના પર કોર્ટે અરવિંદ કેજરીવાલની હાજરી માટે 16 માર્ચની તારીખ નક્કી કરી છે.
19મીએ ED સમક્ષ હાજર થવું પડશે
EDના સૂત્રોના જણાવ્યા અનુસાર આજની સુનાવણી પર અરવિંદ કેજરીવાલને જારી કરાયેલા સમન્સની કોઈ અસર નહીં થાય. EDએ 19મીએ હાજર થવા જણાવ્યું છે. આ દરમિયાન, જો ED અરવિંદ કેજરીવાલ સામે કોઈ કડક પગલાં લેવાનું નક્કી કરે છે, તો તે તેમના અધિકારક્ષેત્રમાં છે.
દિલ્હીમાં કેજરીવાલ સરકારના વિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે વિધાનસભામાં ચર્ચા થશે. મુખ્યમંત્રી કેજરીવાલે શુક્રવારે (16 ફેબ્રુઆરી) ત્રીજી વખત વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
કેજરીવાલે કહ્યું હતું કે ભાજપ તેમની ધરપકડ કરીને સરકારને પાડવા માંગે છે. તેમણે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. કહેવાય છે કે અમારા ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે.
સ્પીકર રામ નિવાસ ગોયલે વિશ્વાસ પ્રસ્તાવ સ્વીકાર્યા બાદ ગૃહની કાર્યવાહી ગુરુવારે સ્થગિત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે આ વિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે ચર્ચા કરવામાં આવશે. કેજરીવાલે અગાઉ માર્ચ 2023 અને ઓગસ્ટ 2022માં વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
14 ફેબ્રુઆરીએ કોર્ટે કેજરીવાલને સમન્સ જારી કરીને 17 ફેબ્રુઆરીએ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી તરત જ, EDએ કેજરીવાલને છઠ્ઠું સમન્સ પાઠવ્યું અને તેમને 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે.
મારા ધારાસભ્યોને કહેવામાં આવ્યું- મારી ધરપકડ કરવામાં આવશે
વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરતી વખતે કેજરીવાલે કહ્યું હતું – ભાજપ દિલ્હીમાં ઓપરેશન લોટસ ચલાવી રહ્યું છે. તેમણે અમારી પાર્ટીના બે ધારાસભ્યોનો સંપર્ક કર્યો અને દાવો કર્યો કે કેજરીવાલની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
ભાજપના લોકોએ બંને ધારાસભ્યોને કહ્યું કે AAPના અન્ય 21 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને પાર્ટી છોડવા તૈયાર છે. તેમને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. જો કે, અમે ધારાસભ્યો સાથે પૂછપરછ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે તેઓએ 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો.
ભાજપના 7 ધારાસભ્ય સસ્પેન્ડ
શુક્રવારે દિલ્હી વિધાનસભાના સ્પીકરે બજેટ સત્રમાંથી ભાજપના 8માંથી 7 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. આમાં વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરીનો પણ સમાવેશ થાય છે. સ્પીકરે કહ્યું કે સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોએ ગુરુવારે એક દિવસ પહેલા એલજીના અભિભાષણને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ કેજરીવાલ પર શાબ્દિક હુમલો કરવા ઈચ્છે છે. આજે વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભાજપના 7 ધારાસભ્યો ગૃહમાં હાજર રહેશે નહીં.
કેજરીવાલે બે વખત વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો…
29 માર્ચ 2023: સીએમએ કહ્યું- ભાજપ ધારાસભ્યોને ખરીદવા માંગે છે

દિલ્હીના સીએમ કેજરીવાલે 29 માર્ચ 2023ના રોજ દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરમિયાન વિપક્ષના તમામ 8 ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું હતું- દેશમાં બે લોકો સિવાય દરેક જણ ડરે છે. જે દિવસે મોદી વડાપ્રધાન નહીં રહે તે દિવસે ભારત ભ્રષ્ટાચાર મુક્ત બની જશે. ભાજપ અમારા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે.