12:50 PM28 એપ્રિલ 2024
- કૉપી લિંક
મોદીએ કહ્યું- શહજાદાએ રાજા- મહારાજાઓનું અપમાન કર્યું, કોંગ્રેસ દેશ વિરોધી સંગઠન PFIની મદદ લઈ રહી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 28 એપ્રિલે કર્ણાટકના પ્રવાસે છે. પીએમએ બેલાગાવી, ઉત્તર કન્નડ અને દાવણગેરેમાં બેઠકો યોજી છે. મોદીએ કહ્યું- કોંગ્રેસને દેશની સિદ્ધીઓ ગમતી નથી. તેણે પહેલા કોરોના વેક્સીન પર સવાલ ઉઠાવ્યા અને પછી ઈવીએમના બહાને ભારતને આખી દુનિયામાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો.
વડાપ્રધાને એમ પણ કહ્યું- કોંગ્રેસના શહજાદાને આપણા રાજાઓ- મહારાજાઓનું યોગદાન યાદ નથી. તેઓ વોટબેંકની રાજનીતિ માટે રાજા- મહારાજાઓ સામે બોલવાની હિંમત કરે છે, અને નવાબો અને સુલતાનો સામે એક શબ્દ પણ બોલવાની તાકાત નથી.
તેમણે કહ્યું- તુષ્ટિકરણ કોંગ્રેસનું લક્ષ્ય અને મિશન છે. PFIએ રાષ્ટ્રીય વિરોધી સંગઠન છે જેના પર અમારી સરકારે પ્રતિબંધ મૂક્યો હતો, કોંગ્રેસ પોતાના રાજકીય લાભ માટે એક માધ્યમ તરીકે તેનો ઉપયોગ કરી રહી છે.