નવી દિલ્હી28 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હીમાં CRPF સ્કૂલ પાસે થયેલા બ્લાસ્ટના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
દિલ્હીના રોહિણી સેક્ટર 14માં CRPF સ્કૂલ પાસે થયેલા વિસ્ફોટની જવાબદારી ખાલિસ્તાનીઓએ લીધી છે. ટેલિગ્રામ પર જસ્ટિસ લીગ ઈન્ડિયા ગ્રુપ પર તેમનો મેસેજ આવ્યો છે.
તે રહે છે કે તેઓ ગમે ત્યારે હુમલો કરવા માટે કેટલા સક્ષમ છે. હાલ તપાસ એજન્સીઓ મેસેજની તપાસ કરી રહી છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ની ટીમે પણ તપાસ શરૂ કરી છે. ગૃહ મંત્રાલયે આ મામલે દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં ક્રૂડ બોમ્બ જેવી સામગ્રી મળી આવી છે. જોકે, સંપૂર્ણ રિપોર્ટ મળ્યા બાદ જ સત્તાવાર માહિતી સામે આવશે.
ખરેખરમાં પ્રશાંત વિહાર વિસ્તારમાં રવિવારે સવારે સાડા સાત વાગ્યે વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પરંતુ CRPF સ્કૂલની દિવાલ, નજીકની દુકાનો અને કેટલીક કારને નુકસાન થયું હતું. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મે મહિનામાં, 150થી વધુ સ્કૂલોમાં બોમ્બ વિસ્ફોટની ધમકીઓ સાથે સંબંધિત ઇમેઇલ્સ પ્રાપ્ત થયા હતા. તપાસ એજન્સીઓ આ એંગલથી પણ તપાસ કરી રહી છે.
ટેલિગ્રામ પર મળેલા મેસેજનો સ્ક્રીનશોટ જુઓ…
પોલીસને PCR કોલ દ્વારા બ્લાસ્ટની માહિતી મળી હતી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, “રવિવારે સવારે 07:47 કલાકે PCR કોલ આવ્યો હતો. કોલ કરનારે માહિતી આપી હતી કે રોહિણીના સેક્ટર 14માં આવેલી સીઆરપીએફ સ્કૂલ પાસે બ્લાસ્ટ થયો છે. આ પછી SHO અને સ્ટાફ પહોંચી ગયો. ઘટનાસ્થળે-આસપાસની દુકાનોના કાચ અને દુકાન પાસે પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું હતું.
એનએસજીની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બ્લાસ્ટની આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી.
સ્થાનિકોએ કહ્યું- અમને લાગ્યું કે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો
વિસ્ફોટનો અવાજ સાંભળીને વિસ્તારના લોકો પોતાના ઘર અને દુકાનોમાંથી બહાર આવી ગયા હતા. ઘટનાસ્થળની નજીક એક ચશ્માંની દુકાન ચલાવતા સુમિતે કહ્યું, “મારી દુકાનની બારીના કાચ તૂટી ગયા. મારી દુકાનની અંદરનો તમામ સામાન જમીન પર પડ્યો. તે ખૂબ જ ભારે વિસ્ફોટ હતો.”
આ વિસ્તારમાં રહેતા રાકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સવારે લગભગ 7.30 વાગ્યે, અમે ખૂબ જ જોરદાર અવાજ સાંભળ્યો. અમને લાગ્યું કે નજીકમાં એક LPG સિલિન્ડર ફાટ્યો છે. અમે તરત જ પોલીસ અને ફાયર વિભાગને આ બાબતે જાણ કરી. ઘણી દુકાનોના કાચ તૂટી ગયા હતા.”
સીએમ આતિશીએ કહ્યું- કથળેલી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી દિલ્હીના સીએમ આતિશીએ આ વિસ્ફોટ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે X પર પોસ્ટમાં લખ્યું- બોમ્બ વિસ્ફોટની ઘટના દિલ્હીની કથળેલી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી રહી છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ભાજપની કેન્દ્ર સરકારની છે. પરંતુ ભાજપ આ કામ છોડીને પોતાનો બધો સમય દિલ્હીની ચૂંટાયેલી સરકારના કામને રોકવામાં વેડફી રહી છે.
તેમણે લખ્યું કે આ જ કારણ છે કે આજે દિલ્હીની સ્થિતિ 1990ના દાયકામાં મુંબઈના અંડરવર્લ્ડના જમાના જેવી થઈ ગઈ છે. શહેરમાં ખુલ્લેઆમ ગોળીબાર થઈ રહ્યો છે, ગુંડાઓ ખંડણી વસુલી રહ્યા છે અને ગુનેગારો ફુલ્યાફાલ્યા છે. ભાજપ પાસે કામ કરવાનો ન તો ઈરાદો છે કે ન ક્ષમતા.
એનએસજી અને એફએસએલની ટીમે પુરાવા એકત્રિત કર્યા. તેમની સાથે ડોગ સ્ક્વોડ પણ હાજર હતી.
આતંકવાદી હુમલાના એંગલથી પણ તપાસ દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે નજીકના પોલીસ સ્ટેશનોને પણ તકેદારી અને તપાસ વધારવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બજારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. લોકોને કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી છે.
દિલ્હી પોલીસની ATS આ ઘટનાની આતંકવાદી એંગલથી તપાસ કરી રહી છે. ગટર લાઇન અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ને પણ જાણ કરવામાં આવી છે.
બ્લાસ્ટ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
ચંદીગઢમાં બ્લાસ્ટ, રિટાયર્ડ પ્રિન્સિપાલના ઘરે ગ્રેનેડ હુમલો, NIAને ગેંગસ્ટર-આતંકી હુમલાની આશંકા
11 સપ્ટેમ્બરના રોજ ચંદીગઢના સેક્ટર 10ના પોશ વિસ્તારમાં એક રિટાયર્ડ પ્રિન્સિપાલના ઘરે ગ્રેનેડ હુમલો થયો હતો. જેના કારણે ઘરમાં 7 થી 8 ઈંચનો ખાડો પડી ગયો હતો. બારીના કાચ તૂટી ગયા. ત્રણેય હુમલાખોરો એક ઓટોમાં આવ્યા હતા અને ઘટના બાદ તે જ ઓટોમાં ફરાર થઈ ગયા હતા. વિસ્ફોટની માહિતી મળતા જ ચંદીગઢ પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો.