43 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શનિવારે રાત્રે લગભગ 9:26 કલાકે નાસભાગ મચી હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા. આ અકસ્માતના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભીડ વધવાને કારણે અકસ્માત થયો. પ્રયાગરાજ જતી બે ટ્રેન પ્લેટફોર્મ 14 પર મોડી પડી હતી, જેના કારણે ભીડ વધવા લાગી હતી. અચાનક જાહેરાત થઈ કે ભુવનેશ્વર રાજધાની પ્લેટફોર્મ નં. 16 પર આવશે. ટોળું પ્લેટફોર્મ-16 તરફ દોડવા લાગ્યું. ફૂટ ઓવર બ્રિજ પર થયેલી નાસભાગમાં કેટલાક લોકો પડી ગયા હતા અને ભીડ બધાને કચડી આગળ વધી હતી. અકસ્માત બાદ સીડી પર મૃતદેહો, લોકોનો સામાન, ચંપલ અને કપડાં વેરવિખેર પડેલા જોવા મળ્યાં.
અકસ્માતના કાળજું કંપાવનાર 5 વીડિયો જોવા ઉપરના ફોટા પર ક્લિક કરો…