17 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહાકુંભમાં તરતો પથ્થર જોવા આવી રહ્યા છે ભક્તો
અધ્યાત્મ, આસ્થા અને વિશ્વાસથી ભરપૂર મહાકુંભની પવિત્ર નગરી આ દિવસોમાં સાધુ-સંતોથી ગૂંજી રહી છે. જૂના અખાડાના નાગા સન્યાસી બૃહસ્પતિ ગીરી મહારાજ એક પથ્થર લઈને આવ્યાં છે, તેની વિશેષતા એ છે કે તે પાણીમાં પણ તરે છે. મહારાજનું કહેવું છે કે આ એ જ પથ્થર છે જેનો ઉપયોગ ત્રેતાયુગમાં નલ અને નીલે સમુદ્રમાં રામસેતુ બનાવવા માટે કર્યો હતો. આ પથ્થર પર ‘શ્રી રામ’ લખેલું છે.
મહાકુંભ મેળામાં આ પથ્થર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દરરોજ હજારો ભક્તો આ પથ્થરના દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કર્યા પછી, ભક્તો ન માત્ર માથું નમાવે છે પરંતુ તેમની ક્ષમતા મુજબ દાન પણ કરે છે. જુઓ વિડિયો…