- Gujarati News
- National
- Digital Assets Will Have To Be Declared Like Cash And Real Estate: Now There Will Be A Tax Year
નવી દિલ્હી39 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સંસદમાં આજે રજૂ થશે, 258 પેજ ઘટાડ્યાં, કલમો વધીને 536
નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે સંસદમાં નવું ઈન્કમટેક્સ બિલ રજૂ કરશે. બુધવારે સાંસદોને બિલની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી. તેનાથી 64 વર્ષ જૂના ઈન્કમટેક્સ એક્ટમાં થનારા ફેરફારોની ઝલક મળે છે. સરકારનો દાવો છે કે આ હાલના ઈન્કમટેક્સ એક્ટ-1961ને સરળ બનાવીને ઈન્કમટેક્સ કાયદાને સામાન્ય લોકોને સમજવા યોગ્ય બનાવશે અને તેની સાથે જોડાયેલા અદાલતી દાવાઓને ઓછા કરવામાં મદદરૂપ થશે. હાલના ઈન્કમટેક્સ કાયદાના હિસાબથી 1961થી લઈને હવે 66 બજેટ (લેખાનુદાન સહિત) રજૂ થયા છે.
નવું ઈન્કમટેક્સ બિલ હાલના ઈન્કમટેક્સ-1961થી આકારમાં નાનું છે. જોકે ધારાઓ અને શિડ્યૂલ વધુ છે. 622 પાનાના નવા બિલના 23 ચેપ્ટરમાં 536 ધારાઓ અને 16 શિડ્યૂલ છે, જ્યારે હાલના ઈન્કમટેક્સ એક્ટમાં 298 ધારાઓ, 14 શિડ્યૂલ અને તે 880થી વધુ પાનાનું છે. તેથી તમામ ધારાઓ હવે બદલાઈ જશે, જેમ કે ઈન્કમટેક્સ એક્ટમાં રિટર્ન ફાઈલ કરવું ધારા-139 હેઠળ આવે છે પરંતુ હવે નવા બિલમાં તે બદલાઈ જશે.
- લોકસભામાં ગુરુવારે રજૂ થયા બાદ નવું ઈન્કમટેક્સ બિલ વધુ વિચાર-વિમર્શ માટે નાણાં સંબંધી સંસદની સ્થાયી સમિતિની પાસે મોકલવામાં આવશે.
- નવું બિલ પહેલી એપ્રિલ, 2026થી વર્ષ 2026-27 માટે લાગુ થશે.
- નવું ઈન્કમટેક્સ બિલ ગ્લોબલ ટેક્સ સિસ્ટમ સાથે જોડવાનો એક પ્રયાસ છે.
- ટીડીએસ (સ્ત્રોત પર ટેક્સ કપાત)ની તમામ ધારાઓને એક ધારામાં લાવવામાં આવી છે.
- ફ્રિન્જ બેનિફિટ ટેક્સ સંબંધી બિનજરૂરી સેક્શન હટાવી દેવાયા છે. સમજવું સરળ થશે.
- વિવાદ ઘટાડવા માટે એમ્પ્લોઈ સ્ટોક ઓપ્શનને સામેલ કરવામાં આવ્યું છે.
નવા બિલમાં શું નવું… 7 પોઈન્ટથી સમજીએ નવા ઈન્કમટેક્સ બિલથી શું સરળ થશે
- કેપિટલ ગેઈન પર એક સમાન ટેક્સ: શેર, રિયલ એસ્ટેટ, મ્યુચ્યુઅલ ફંડ જેવા પર કેપિટલ ગેઈનમાં હાલના અલગ-અલગ ટેક્સ ટ્રીટમેન્ટના સ્થાને નવા બિલમાં એક સમાન ટેક્સ વ્યવસ્થા રાખવામાં આવી છે.
- ક્રિપ્ટો પર ફ્લેટ 30% ટેક્સ: નવા બિલમાં ક્રિપ્ટો, એનએફટી સહિત વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિઓ પર ફ્લેટ 30 ટકા ટેક્સની જોગવાઈ હશે. ક્રિપ્ટોની દરેક લેવડદેવડ પર 1% ટીડીએસ લાગુ થશે. તેમાં અધિગ્રહણના ખર્ચને બાદ કરતાં કોઈ પ્રકારની કપાત કે છૂટની મંજૂરી નહીં હોય. રિટર્નમાં ક્રિપ્ટોનું રિપોર્ટિંગ અનિવાર્ય હશે.
- ડિજિટલ એસેટ્સ: નવા કાયદામાં ડિજિટલ એસેટ્સ માટે પણ ક્લોઝ જોડાયો છે. તેને રોકડ અને ઘરેણાંની માફક જાહેર કરાતી આવકની કેટેગરીમાં રખાઇ છે.
- ટેક્સ યર: નવા બિલમાં ટેક્સ યરનો કોન્સેપ્ટ છે. હાલના કાયદામાં ‘એસેસમેન્ટ યર’ અને ‘પ્રીવિયસ યર’ જેવા શબ્દપ્રયોગથી ટેક્સપેયરને ટેક્સ જમા કરતા અને રિટર્ન ફાઈલ કરતી વખતે ભ્રમ થાય છે. ટેક્સ યરથી સરળતા રહેશે. જે વર્ષમાં ટેક્સ ભરશે, એ જ વર્ષનું રિટર્ન પણ ફાઈલ કરશે. જોકે નાણાકીય વર્ષના કોન્સેપ્ટમાં કોઈ અંતર નથી. નાણાકીય વર્ષ પહેલી એપ્રિલથી 31 માર્ચ સુધી જ રહેશે.
- ઓલ્ડ રિજિમ પસંદ કરવાનો વિકલ્પ રહેશે: વ્યક્તિગત ટેક્સપેયર, હિન્દુ અવિભાજિત પરિવાર અને અન્ય ટેક્સપેયરો માટે નવા ટેક્સ રિજિમનો પ્રસ્તાવ ડિફોલ્ટ રૂપમાં છે. જોકે તેમની પાસે ઓલ્ડ રિજિમ પસંદ કરવાનો વિકલ્પ પણ રહેશે, પરંતુ એક વાર નવું રિજિમ પસંદ કરી લીધું તો વિશેષ પરિસ્થિતિઓ વગર જૂના રિજિમમાં નહીં જઈ શકાય.
- નાના વાક્યોનો ઉપયોગ: નાના વાક્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેબલ અને ફોર્મ્યુલા દ્વારા તે વાંચવામાં સરળ હશે. હાલના અધિનિયમમાં વારંવાર ઉપયોગમાં લેવામાં ‘નોટવિથસ્ટેન્ડિંગ’ ને બદલે ‘ઇરિસ્પેક્ટિવ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વ્યાખ્યા અને સમજવામાં સરળતા માટે એક્સપ્લેનેશન (સ્પષ્ટીકરણ) અને પ્રોવિસોજ (જોગવાઈઓ) શબ્દ પણ હટાવ્યા છે. ટેક્સપેયર ચાર્ટરને સામેલ કર્યું છે, જેમાં ટેક્સપેયરના અધિકાર-જવાબદારીઓ જણાવવામાં આવી છે.
- ડિડક્શન, ગ્રેજ્યુઈટી એક જગ્યાએ: પગારમાં કપાત જેમ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન, ગ્રેજ્યુઈટી, લિવ એન્કેશમેન્ટ વગેરેને અલગ-અલગ ધારાઓ અને નિયમોમાં વહેંચવાને બદલે એક જ સ્થળે ટેબ્યુલેટ કરવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. તેથી દરેક કારોબારમાં ડેપ્રિશિએશનના ફોર્મ્યુલાને પણ સરળ બનાવવામાં આવી છે.
- રિટર્નમાં વિલંબ પર પેનલ્ટી નહીં: રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ પર પેનલ્ટીનો જોગવાઈ નથી. હાલ 5 લાખથી ઓછી આવકવાળાને 1 હજાર રૂપિયા લેટ ફી આપવી પડે છે.