રાંચીઅમુક પળો પેહલા
- કૉપી લિંક
જમીન કૌભાંડ મામલે ED આજે ફરી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરશે. EDના અધિકારીઓ બપોરે 1 વાગ્યે પૂછપરછ માટે સીએમ હાઉસ પહોંચશે. અગાઉ 20 જાન્યુઆરીએ EDએ સાડા સાત કલાક પૂછપરછ કરી હતી.
અહીં રાજધાની રાંચીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ ED ઓફિસ, રાજભવન અને મુખ્યમંત્રી આવાસની આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવી છે.
રાજકીય ઊથલપાથલ પણ તેજ છે. મંગળવારે મહાગઠબંધન પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. માનવામાં આવે છે કે બેઠકમાં હેમંત સોરેને પત્ની કલ્પનાને સીએમ બનાવવા પર ચર્ચા કરી હતી. જોકે, સીએમની ભાભી સીતા સોરેન કલ્પનાના નામ પર સહમત નથી. જેએમએમના 7 ધારાસભ્યોએ ગઈકાલની બેઠકમાં હાજરી આપી ન હતી. આજે ધારાસભ્યોની બેઠક પણ યોજાશે.
લાઈવ અપડેટ્સ
અત્યારે
- કૉપી લિંક
કલ્પના સોરેનના નામે સહમતિ બની શકી નહીં- નિશિકાંત દુબે
1 મિનિટ પેહલા
- કૉપી લિંક
મનોજ પાંડે- સીએમએ પહેલાં પણ સહયોગ કર્યો આજે પણ કરશે
જેએમએમ નેતા મનોજ પાંડેએ કહ્યું કે સીએમ હેમંત સોરેને જાતે જ ઈડીને સમય આપ્યો છે. તેઓ સહયોગ કરશે. તેમણે પહેલાં પણ બધા સવાલોના જવાબ આપ્યા છે અને તેઓ આજે પણ આપશે.
3 મિનિટ પેહલા
- કૉપી લિંક
BJPએ કહ્યું- હેમંત સોરેન CMની જેમ વ્યવહાર કરી રહ્યા નથી
બીજેપી પ્રવક્તા પ્રતુલ શાહદેવે કહ્યું કે અમારા મુખ્યમંત્રી એક મુખ્યમંત્રીની જેમ વ્યવહાર કરી રહ્યા નથી. તેઓ ભાગેડુંની જેમ વ્યવહાર કરી રહ્યા હતા. આ ખૂબ જ દુઃખદ છે.