સંધ્યા દ્વિવેદી/સુનીલ મૌર્ય, નવી દિલ્હી6 મિનિટ પેહલા
- કૉપી લિંક
દારૂ પોલિસી કૌભાંડમાં મનીષ સિસોદિયા, સંજય સિંહ અને હવે અરવિંદ કેજરીવાલ, આપ પાર્ટીના ત્રણ મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલની ધરપકડ બાદ સૌથી મોટો સવાલ એ છે કે દિલ્હીમાં સરકાર કેવી રીતે ચાલશે. શું કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર રહી શકશે? પાર્ટી કહી રહી છે કે તેઓ રાજીનામું નહીં આપે. એવો કોઈ કાયદો નથી કે જે મુખ્યમંત્રીને જેલમાંથી સરકાર ચલાવતા અટકાવે.
આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલને ખબર હતી કે ED તેમની ધરપકડ કરી શકે છે. આથી તેમણે પ્લાન બી અગાઉથી તૈયાર કરી રાખ્યો હતો. જો રાજીનામું આપવાની જરૂર પડશે તો શિક્ષણ મંત્રી આતિશી દિલ્હીની સરકાર ચલાવશે. આ મામલે એક મહિના પહેલા પાર્ટીમાં ચર્ચા થઈ હતી. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ બાદ તેમનું ખાતું આતિશીને આપવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલને વધુ સમય જેલમાં રહેવું