હૈદરાબાદ35 મિનિટ પેહલા
- કૉપી લિંક
રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે માધવી અને ગુરુમૂર્તિ વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે ગુસ્સામાં માધવીની હત્યા કરી હતી.
તેલંગાણામાં સેનાના એક નિવૃત્ત જવાને તેની પત્નીની હત્યા કરી છે. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા લાશના નાના-નાના ટુકડા કરી પ્રેશર કુકરમાં બાફ્યા હતા. બાદમાં તેને તળાવમાં ફેંકી દીધા હતા. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપીઓએ ટુકડા કરેલા માંસને હાડકાંથી છુટુ પાડવા માટે તેને દસ્તાથી ખાંડ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
રંગારેડ્ડી જિલ્લાના મીરપેટના DSP નાગરાજુએ જણાવ્યું કે 18 જાન્યુઆરીએ સુબમ્મા નામની મહિલાએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે તેની પુત્રી માધવી (35)ના લગ્ન 13 વર્ષ પહેલા ગુરુમૂર્તિ સાથે થયા હતા. ગુરુમૂર્તિ સેનામાંથી નિવૃત્ત કર્મચારી છે. હાલ તે કંચનબાગમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે.
રંગારેડ્ડી જિલ્લાના DCP એલબી નાગરે જણાવ્યું હતું કે જીલ્લેલાગુડામાં 35 વર્ષીય મહિલાના ગુમ થવાનો કેસ તેની માતાએ નોંધાવ્યો હતો. આ કેસમાં પતિ પોતે જ દાવો કરી રહ્યો છે કે તેણે તેની પત્નીની હત્યા કરી છે. આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી પોલીસને લાશના ટુકડા મળ્યા નથી.
મહિલા એક અઠવાડિયાથી ગુમ હતી, માતાપિતા પોલીસ ફરિયાદ કરી
મળતી માહિતી મુજબ મહિલા લગભગ એક અઠવાડિયા પહેલા ગુમ થઈ ગઈ હતી. તેના માતાપિતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાની આશંકામાં 35 વર્ષીય મહિલાના પતિની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન પતિએ દાવો કર્યો હતો કે તેણે પત્નીની લાશના ટુકડા કરી પ્રેશર કૂકરમાં બાફ્યા હતા. બાદમાં તેણે ટુકડાને તળાવમાં ફેંકી દીધા.
મૃતક માધવીના લગ્ન 13 વર્ષ પહેલા ગુરુમૂર્તિ સાથે થયા હતા, જે આર્મીમાં હતો.
રંગારેડ્ડી જિલ્લાના DCP એલબી નાગરે જણાવ્યું હતું કે જીલ્લેલાગુડામાં 35 વર્ષીય મહિલાના ગુમ થવાનો કેસ તેની માતાએ નોંધાવ્યો હતો. આ કેસમાં પતિ પોતે જ દાવો કરી રહ્યો છે કે તેણે તેની પત્નીની હત્યા કરી છે. આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે પતિ-પત્ની છેલ્લા 5 વર્ષથી વેંકટેશ્વર કોલોનીમાં તેમના બે બાળકો સાથે રહે છે. 16 જાન્યુઆરીના રોજ માધવી અને તેના પતિ ગુરુમૂર્તિ વચ્ચે કોઈ મુદ્દે ઝગડો થયો હતો અને તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા.
ગુરુમૂર્તિએ ગુનો કબૂલ કર્યો, પરંતુ પોલીસને પુરાવા મળ્યા નથી
ગુરુમૂર્તિના બાળકોએ તેની માતા ગુમ થયાની માધવીના માતા-પિતાને તેની જાણ કરી હતી. મીરપેટ એસએચઓ નાગરાજુએ પણ કહ્યું કે આ કેસને ગુમ વ્યક્તિના કેસ તરીકે ગણવામાં આવે છે કારણ કે હજુ સુધી શંકાસ્પદ હત્યાના કોઈ પુરાવા મળ્યા નથી. જો કે, પોલીસે કહ્યું કે ગુરુમૂર્તિનો માધવી સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ તેણે તેની હત્યા કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીએ હત્યાના પુરાવાનો નાશ કરવા માટે બાથરૂમમાં મૃતદેહના ટુકડા કર્યા હતા. માંસમાંથી હાડકાંને અલગ કર્યા અને દસ્તાથી ખાંડ્યા હતા. બાદમાં તેને કુકરમાં બાફ્યા. ત્રણ દિવસ સુધી માંસ અને હાડકાંને કુકરમાં બાફ્યા પછી, તેણે તેને પેક કરીને તળાવમાં ફેંકી દીધા.
પોલીસ હજુ સુધી પીડિતાની લાશના ટુકડાને તળાવમાં શોધી શકી નથી જેમાં ગુરુમૂર્તિએ તેના શરીરના અંગો ફેંકી દીધા હોવાનો દાવો કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે ટ્રેસ ટીમ અને ડોગ સ્ક્વોડ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
સૌથી વધુ ચર્ચા છેલ્લા 2 વર્ષના હત્યાના કેસોની
મે 2022માં, લિવ-ઇન પાર્ટનર આફતાબે શ્રદ્ધા વોકરના 35 ટુકડા કર્યા હતા
શ્રદ્ધા વોકર મર્ડર કેસ 18 મે 2022ના રોજ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં બન્યો હતો. શ્રદ્ધાના લિવ-ઈન પાર્ટનર આફતાબ અમીને તેની 26 વર્ષની ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને હત્યા કરી હતી. બાદમાં તેના મૃતદેહના ટુકડા કર્યા હતા. તેણે નવું ફ્રિજ ખરીદ્યું અને તેમાં ટુકડા રાખ્યા હતા. તે ગંધને દુર કરવા માટે અગરબત્તીઓ સળગાવતો હતો. આફતાબ 18 દિવસ સુધી દરરોજ રાત્રે 2 વાગે ધરેથી નીકળીને મૃતદેહના ટુકડા જંગલમાં ફેંકવા જતો હતો.
26 વર્ષની શ્રદ્ધા મુંબઈના મલાડની રહેવાસી હતી. અહીં તે એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. 2019માં શ્રદ્ધા મુંબઈમાં કોલ સેન્ટરમાં કામ કરતી વખતે આફતાબને મળી હતી. બંનેની મુલાકાત એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી. પરિવારના સભ્યો તેમના સંબંધોથી ખુશ ન હતા. આ કારણે તે મુંબઈથી દિલ્હી શિફ્ટ થઈ ગયો અને મેહરૌલીમાં ફ્લેટમાં રહેવા લાગ્યા હતા.
10 ફેબ્રુઆરી 2023: પ્રેમીએ લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી, તેને ફ્રિજમાં છુપાવી
10 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હીના બાબા હરિદાસ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે તેના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી હતી. આ પછી લાશને ફ્રીજમાં સંતાડી રાખી હતી. તે લાશને ઠાકાણે પાડે તે પહેલા જ કોઈએ પોલીસને જાણ કરી હતી. મૃતક નિક્કી યાદવ (22) હરિયાણાના ઝજ્જરની રહેવાસી હતી. તે 2018થી પશ્ચિમ દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાં સાહિલ ગેહલોત (24) સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. પરિવાર દ્વારા સાહિલના લગ્ન બીજે ક્યાંક નક્કી કરવામાં આવ્યા હતા. આ બાબતે 9 ફેબ્રુઆરીએ નિક્કી અને સાહિલ વચ્ચે ઝગડો થયો હતો.
10 ફેબ્રુઆરીએ સાહિલે ISBT પાસે કારમાં મોબાઈલ કેબલ વડે નિકીની ગળું દબાવી હત્યા કરી હતી. આ પછી, તે કારમાં મૃતદેહ સાથે ફરતો રહ્યો, પછી તેને મિત્રાઓ ગામની સીમમાં આવેલા તેના ઢાબાના ફ્રીજમાં છુપાવી દીધો. આ વાત ત્યારે સામે આવી જ્યારે કોઈએ પોલીસને જાણ કરી કે ઢાબા પર એક મૃતદેહ છુપાયેલો છે. સાહિલે પણ 10મી ફેબ્રુઆરીએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.