23 મિનિટ પેહલા
- કૉપી લિંક
25મે લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણમાં 57 સીટ પર મતદાન થયું. ત્યાં જ, સાતમો તબક્કો એટલે છેલ્લાં તબક્કાનું મતદાન 1 જૂનના રોજ 57 સીટ પર થશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર BBCના એક્ઝિટ પોલનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપ અને તેમના સહયોગી દળને 347થી વધારે સીટ પર જીત મળી રહી છે. ત્યાં જ, કોંગ્રેસ અને સહયોગી દળ 87થી વધારે સીટ જીતી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે BBCએ લોકસભા ચૂંટણી 2024નો એક્ઝિટ પોલ જાહેર કર્યો છે.
- આ વીડિયોને X પર અનેક વેરિફાઇડ અને નોન વેરિફાઇડ યૂઝર્સે શેર કર્યો છે. ભાસ્કર મિશ્રા નામના યૂઝરે લખ્યું- હવે તો BBCએ પણ મોદીજીને 347 સીટ આપી દીધી છે. 4 જૂન સુધી તો મોજ કરવા દેતા ભાઈ. ( આર્કાઇવ )
- એક અન્ય વેરિફાઇડ યૂઝરે લખ્યું- BBCનો એક્ઝિટ પોલ ( આર્કાઇવ )
- એક અન્ય યૂઝરે પણ વીડિયોને આ દાવા સાથે જ શેર કર્યો છે. (આર્કાઇવ)
વાઇરલ વીડિયોનું સત્ય
વાઇરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે તેના કી-ફ્રેમ ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યા. સર્ચ રિઝલ્ટમાં અમને વાઇરલ વીડિયો ક્લિપનો આખો વીડિયો BBC ન્યૂઝની યૂટ્યૂબ ચેનલ પર મળ્યો.
વીડિયોના ટાઇટલમાં લખ્યું છે- ઇન્ડિયા ઇલેક્શન રિઝલ્ટ 2019: નરેન્દ્ર મોદીને ભારે જીત મળી. ત્યાં, આ વીડિયો પણ BBC ન્યૂઝના યૂટ્યૂબ ચેનલ 23 મે 2019ના રોજ અપલોડ થયો હતો.

23 મે 2019ના રોજ બીબીસીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ વિડિયોનો સ્ક્રીનશોટ.
જોકે, 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત નોંધાવી હતી. ભાજપ ગઠબંધનને 2019 લોકસભા ચૂંટણીમાં 347થી વધારે સીટ મળી હતી. ત્યાં, UPA એટલે કોંગ્રેસ ગઠબંધનનું 100 સીટની અંદર જ પડીકુ વળીને રહી ગયું હતુ.
સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો સાથે કરવામાં આવી રહ્યો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. BBC ન્યૂઝની આ વીડિયો ક્લિપ લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલની નહીં પરંતુ લોકસભા ચૂંટણી 2019ના પરિણામની છે.
ફેક ન્યૂઝ વિરુદ્ધ અમારી સાથે જોડાયેલાં રહો. કોઈપણ આવી સૂચના જેના પર તમને શંકા હોય તો અમને ઈમેલ કરો @fakenewsexpose@dbcorp.in અને વ્હોટએપ કરો- 9201776050