- Gujarati News
- National
- Fact Check Of The Photo That Went Viral After The Former Prime Minister’s Death, Seen Lying On A Hospital Bed In Serious Condition
2 કલાક પેહલા
- કૉપી લિંક
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 9:51 કલાકે 92 વર્ષની વયે નિધન થયું. તેઓ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા અને મે 2014 સુધી આ પદ પર બે વખત સેવા આપી. હવે સોશિયલ મીડિયા પર મનમોહન સિંહના નામે એક તસવીર વાઇરલ થઈ રહી છે.
ફોટામાં એક વૃદ્ધ વ્યક્તિ ગંભીર હાલતમાં હોસ્પિટલના બેડ પર સુતા હોય એવું જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ફોટામાં દેખાઈ રહેલા વ્યક્તિ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ છે. તે જ સમયે, આ ફોટો મનમોહન સિંહનો છેલ્લો ફોટો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
- ઘણા યુઝર્સે X પર આ જ દાવા સાથે આ ફોટો શેર કર્યો છે. રાજુ વર્મા નામના એક વેરિફાઈડ યુઝરે લખ્યું- મનમોહન સિંહજીની છેલ્લી તસવીર, દેશની ડૂબતી આર્થિક સ્થિતિને નવી ઉંચાઈ પર લઈ જનાર આવા મહાન વ્યક્તિત્વને શત શત નમન.
- અન્ય એક યુઝરે લખ્યું- પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પહેલાની છેલ્લી તસવીર. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
- મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા અન્ય ઘણા યુઝર્સે પણ આ ફોટોને છેલ્લો ફોટો ગણાવીને શેર કર્યો છે.
વાઇરલ ફોટાનું સત્ય…
વાઇરલ ફોટો વિશેની સત્યતા જાણવા માટે અમે તેને રિવર્સ સર્ચ કર્યું. સર્ચ કરવા પર અમને ઝી ન્યૂઝ સહિત ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ ફોટો મળ્યો. વેબસાઇટ લિંક…
વેબસાઇટ પર ઉપલબ્ધ સમાચારનો સ્ક્રીનશોટ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો આ ફોટો 2021નો છે. 13 ઓક્ટોબર, 2021ના રોજ તેમને તાવ અને નબળાઇને કારણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ વડાપ્રધાનને મળ્યા હતા અને તેમની સારવાર કરી રહેલા તબીબો પાસેથી તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી લીધી હતી.
તે જ સમયે, આ સમાચાર 14 ઓક્ટોબરસ 2021 ના રોજ વેબસાઇટ પર પણ પ્રકાશિત થયા હતા. તે સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ ફોટાને લઈને કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે . પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની આ તસવીર 2021ની છે.
ખોટા સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને ઇમેઇલ @[email protected] અને આ નંબર પર 9201776050 વોટ્સએપ કરો.