ભુવનેશ્વર9 મિનિટ પેહલા
- કૉપી લિંક
સૈયદ ઈશાન બુખારી કાશ્મીરના કુપવાડા જિલ્લાનો રહેવાસી છે. તે 2018થી ઓડિશામાં રહે છે.
ઓડિશા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ જાજપુર જિલ્લામાંથી એક કાશ્મીરી યુવક (37)ની ધરપકડ કરી છે. તે ક્યારેક પોતાને PMO અધિકારી, આર્મી ડોક્ટર, ન્યુરો સર્જન તો ક્યારેક NIAના અધિકારીઓની નજીક હોવાનો ડોળ કરીને લોકોને છેતરતો હતો.
યુવકની ઓળખ સૈયદ ઈશાન બુખારી ઉર્ફે ઈશાન બુખારી ઉર્ફે ડૉ. ઈશાન બુખારી તરીકે થઈ છે. તે કાશ્મીરના કુપવાડાનો રહેવાસી છે. 2018થી ઓડિશામાં રહે છે.
તેણે પોતાની ઓળખ બદલી અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓડિશા સહિત ભારતના ઘણા રાજ્યોમાં લગભગ છ-સાત છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. તે ઘણી ડેટિંગ એપ્સ અને વેબસાઇટ્સ પર પણ એક્ટિવ હતો.
પોલીસે જણાવ્યું કે આરોપી ઘણી યુવતીઓ સાથે પણ સંબંધમાં હતો. તેના પાકિસ્તાનના ઘણા શંકાસ્પદ લોકો સાથે સંપર્ક છે, જેના કારણે તે પાકિસ્તાની જાસૂસ હોવાની શંકા છે. તેની સામે ઘણા પુરાવા પણ મળ્યા છે.
આ યુવકે ઘણી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાંથી મેડિકલ ડિગ્રી મેળવી છે.
આંતરરાષ્ટ્રીય ડિગ્રીઓની મદદથી છેતરપિંડી કરતો હતો
ઓડિશા STF IG જય નારાયણ પંકજે કહ્યું કે કાશ્મીરી યુવક પાસે ઘણી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાંથી મેડિકલ ડિગ્રી છે, જેની મદદથી તે લોકોને છેતરતો હતો.
તેની પાસેથી અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટી, કેનેડિયન હેલ્થ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય યુનિવર્સિટીઓ દ્વારા જારી કરવામાં આવેલી મેડિકલ ડિગ્રીઓ જપ્ત કરવામાં આવી છે.
4 મોબાઈલ ફોન, કોરા ચેક સહિત અનેક દસ્તાવેજો જપ્ત
આ ઉપરાંત ચાર મોબાઈલ ફોન, અનેક આઈડી કાર્ડ, કોરા ચેક, વિઝીટીંગ કાર્ડ, સહી કરેલ ખાલી સોગંદનામા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીના મોબાઈલમાંથી મળેલી ચેટ અને લીંકની માહિતી એકત્ર કરવા માટે તેને તપાસ માટે મોકલવામાં આવશે.
આઈજીએ કહ્યું કે અમને ઈશાન બુખારી વિરુદ્ધ છેતરપિંડીના પૂરતા પુરાવા મળ્યા છે. તે છેતરપિંડી અને બનાવટના કેસમાં કાશ્મીર પોલીસનો વોન્ટેડ ગુનેગાર છે. તેની સામે બિનજામીનપાત્ર વોરંટ પેન્ડિંગ છે.