સીતાપુર7 મિનિટ પેહલા
- કૉપી લિંક
યુપીના સીતાપુરમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સીતાપુરમાં એક યુવકે તેના આખા પરિવારને ખતમ કરી નાંખ્યો છે. આ યુવકે માતાને ગોળી મારી હત્યા કરી. બાદમાં પત્નીને ગોળી માર્યા બાદ તેણે હથોડી વડે તેનું માથું છુંદી નાખ્યું હતું. યુવક આટેલે જ અટક્યો નહોતો. તેણે પોતાના માસુમ ત્રણ બાળકોને ધાબા પરથી નીચે પેંકી દીધા હતા. ક્ષણેય બાળકો નીચે પટકાતા મોતને ભેટ્યા હતા. પોતાના આખા પરિવારની હત્ત્યાયા કર્યા બાદ તેે ઘરની બહાર આવીને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. મામલો યુપીના સીતાપુરના રામપુર પોલીસ સ્ટેશનના પાલાપુર ગામનો છે.
હત્યાનું કારણ જણાવવા માટે પરિવારમાં કોઈ બચ્યું જ નથી. ગ્રામજનો સાથેની વાતચીત દરમિયાન બે કારણો સામે આવ્યા. પહેલા તેની પત્ની અને માતા તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલવા માંગતા હતા જેથી દારૂની લત છુટે. બીજું- નશાના કારણે તે ખેતીમાં ધ્યાન આપતો નહોતો અને આ બાબતે ઘરમાં ઝઘડો થતો હતો..
ગામલોકોની સામે પોતાને ગોળી મારી
ગ્રામજનોએ જણાવ્યું કે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ ગામલોકોએ ગોળીબારનો અવાજ સાંભળ્યો. આ પછી તેઓ પોતાના ઘરની બહાર આવ્યા. અનુરાગ બંદૂક લઈને ઘરની બહાર નીકળ્યો હતો. પછી તેણે પોતાની કાનપટ્ટી પર બંદૂક રાખી અને ગોળી મારી આત્મહત્યા કરી હતી. ગામલોકો તેને રોકે ત્યાં સુધીમાં તેણે ગોળી ચલાવી દીધી હતી.
પાડોશીઓ ઘરની અંદર ગયા. ત્રણેય બાળકો ઘરના આંગણામાં લોહીથી લથપથ પડ્યા હતા. એવું લાગતું હતું કે જાણે તેને છત પરથી નીચે ફેંકવામાં આવ્યો હોય. રૂમમાં અનુરાગની માતાની લાશ પડી હતી. તેની પત્નીની ડેડ બોડી ટેરેસ પર હતી. ત્યારબાદ ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફોરેન્સિક એક્સપર્ટને બોલાવ્યા હતા. ક્રાઈમ સ્પોટ સીલ કરી તપાસ હાથ ધરી હતી.
પહેલા જુઓ ઘટના સ્થળની 4 તસવીરો…
ઘટનાને પગલે ગ્રામજનોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આખા ઘરને સીલ કરી દીધું હતું.
આ છે ધાબાના ફૂટેજ, બાળકોને ધાબા પરથી જ નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. અહીં તેની પત્નીની પણ હત્યા કરવામાં આવી હતી.
અનુરાગની પત્નીની લાશ પડી છે. ગોળી માર્યા બાદ તેણે હથોડાથી માથું છુંદી નાખ્યું હતું.
- હવે જાણો હત્યાનું કારણ
100 વીઘા જમીનમાં ખેતી અને 3 મહિનાથી દારૂ પીતો હતો
ગામલોકોએ જણાવ્યું કે અનુરાગના પિતાનું અવસાન થયું છે. ઘરમાં માત્ર 6 લોકો રહેતા હતા. અનુરાગ પાસે પૈસાની કોઈ કમી નહોતી. તેમની પાસે લગભગ 100 વીઘા જમીન હતી. પત્ની પ્રિયંકા લખનૌમાં એક વીમા કંપનીમાં કામ કરતી હતી. અનુરાગે છેલ્લા 3 મહિનાથી નશો કરતો હતો. તે વ્યસની બની ગયો હતો. આ બાબતે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પ્રિયંકા તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં લઈ જવા માંગતી હતી.
અનુરાગને લાગ્યું કે જો તે વ્યસન મુક્તિ કેન્દ્રમાં જશે તો તેનું અપમાન થશે. શુક્રવારે મોડી રાત્રે પણ આ મુદ્દે મારામારી શરૂ થઈ હતી. ઘણીવાર સુધી બોલાચાલી ચાલતી રહી, આ દરમિયાન ગ્રામજનોએ આવીને મામલો શાંત પાડ્યો. પરંતુ આ પછી પણ તેમની વચ્ચે ઝઘડો ચાલુ રહ્યો. આ પછી મોડી રાત થતાં ગામના લોકો ત્યાંથી નીકળી ગયા હતા.
રાત્રે લગભગ 2:30 વાગ્યે ઝઘડો શાંત થયો. પતિ, પત્ની અને બાળકો ટેરેસ પર સુતા હતા. જ્યારે માતા ઘરમાં નીચે સુતી હતી. અનુરાગ થોડીવાર ગભરાઈને ફરતો રહ્યો. સુવાનો ડોળ કરતો રહ્યો. સવારે લગભગ 5 વાગ્યે તેણે ઘરના બધા સભ્યોને મારી નાખ્યા. તેના મનમાં ગુસ્સો એટલો બધો હતો કે પત્નીને ગોળી માર્યા બાદ તેણે તેનું માથું હથોડાથી છુંદી નાંખ્યું હતું.
કામ ધંધો ન કરવા બાબતે ઝઘડા થતા હતા
જણાવવામાં આવી રહ્યું છે કે કામ ધંધો ન કરવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. અનુરાગ છેલ્લા ત્રણ મહિનાથી ખેતીના કામમાં પણ ધ્યાન આપતો નહોતો. તે દરરોજ સાંજે દારુ પીને ઘરે આવતો હતો અને ગાળાગાળી કરતો હતો.
પત્ની કહેતી હતી કે તું આ રીતે પૈસા બગાડીશ તો બાળકોનો ઉછેર કેવી રીતે કરીશ. હું ક્યાં સુધી એકલી મજૂરી કરીને મારો પરિવાર ચલાવીશ? તેણે અનુરાગને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનુરાગે ઝઘડો શરૂ કર્યો. તેને લાગ્યું કે તેની પત્ની તેને તેની આવક અંગે ટોણા મારી રહી છે. આ બાબતે વધુ વિવાદ સર્જાયો હતો.
આ આરોપીનું ઘર છે. તે આર્થિક રીતે સમૃદ્ધ હતો. તેમની પાસે 100 વીઘા જમીન હતી.
સીતાપુરના એસપી ચક્રેશ મિશ્રાએ કહ્યું- રામપુર પોલીસ સ્ટેશનના પાલાપુરથી સવારે લગભગ 7 વાગે માહિતી મળી હતી. 45 વર્ષના અનુરાગે તેના પરિવારના 5 સભ્યોની હત્યા કરી હતી. આ પછી તેણે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી.
મૃત્યુ પામેલાઓમાં અનુરાગની પત્ની પ્રિયંકા (40), ત્રણ બાળકો અરના (12), અરવી (7), આદ્વિક (8) અને 62 વર્ષની માતા સાવિત્રી સિંહનો સમાવેશ થાય છે. પરિવારનો કોઈ સભ્ય જીવીત રહ્યો નથી. તેણે આવું શા માટે કર્યું તેની તપાસ ચાલી રહી છે. પાડોશીઓના જણાવ્યા અનુસાર અનુરાગ સિંહ દારૂની લત હતી. તે માનસિક તણાવમાં રહેતો હતો.