અમુક પળો પેહલા
- કૉપી લિંક
ખેડૂતોના આંદોલનનો આજે બીજો દિવસ છે. દિલ્હી જવા રવાના થયેલા ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલા ઘણા ફોટા અને વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.
- આવા બે વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. પહેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે હરિયાણા પોલીસ પર ટ્રેક્ટર ચડાવવામાં આવ્યું હતું.
- એ જ સમયે, બીજા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખેડૂતોના આંદોલનથી પરેશાન થઈને પંજાબની એક મહિલાએ ખેડૂતોને ખરાબ રીતે સંભળાવ્યું.
પહેલો દાવોઃ ખેડૂતોએ હરિયાણા પોલીસ પર ટ્રેક્ટર ચડાવ્યું
વેરિફાઇડ એક્સ યુઝર ઋણિતી ચેટર્જી પાંડેએ ટ્વીટ કર્યું- ખાલિસ્તાની આતંકવાદીઓએ હરિયાણા પોલીસ પર ટ્રેક્ટર ચડાવ્યું, પછી 50 મિટર સુધી બોડી ઢસડી, વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે હત્યાના પ્રયત્નો થયા હતા. જો કોઈ ખેડૂત તમારા પરિવારના સભ્યો સાથે આવું કરત તો તમે તેનો સાથ આપત?
ટ્વીટ જુઓ:
- X પર ઋણિતીને 1.70 લાખથી વધુ લોકો ફોલો કરે છે. એ જ સમયે તેના દ્વારા શેર કરાયેલા આ ટ્વીટને સ્ટોરી લખી ત્યાં સુધી 2900 લોકોએ લાઇક કર્યું હતું, જ્યારે 1900થી વધુ લોકોએ એને રીટ્વીટ કર્યું હતું.
દાવા સંબંધિત બીજું ટ્વીટ X એકાઉન્ટ હસના જારી હૈ પર જોવા મળી હતી. ટ્વીટમાં લખવામાં આવ્યું હતું – ખાલિસ્તાની આતંકવાદીઓએ હરિયાણા પોલીસ પર ટ્રેક્ટર ચલાવ્યું. ( આર્કાઇવ ટ્વીટ)
ટ્વીટ જુઓ:
- X પર હસના જારી હૈ એકાઉન્ટને 1.17 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
આવો જ દાવો બ્રિજ ભારત નામના એક્સ એકાઉન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. એકાઉન્ટ પર ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે – ખાલિસ્તાની આતંકવાદીઓએ હરિયાણા પોલીસ પર ટ્રેક્ટર ચલાવ્યું, પછી ખબર પડતાં બોડીને 50 મીટર સુધી ઢસડતા રહ્યા. શું દેશનો અન્નદાતા કોઈનો જીવ લઈ શકે છે? આ બધા લોકો ખેડૂતોની આડમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને સામાન્ય જનતાને હેરાન કરવામાં આવી રહી છે. ( આર્કાઇવ ટ્વીટ)
ટ્વીટ જુઓ:
અને સત્ય શું છે?
વાઈરલ થયેલા દાવાઓને જોઈને કોઈને એવો ભ્રમ થઈ શકે છે કે આ ઘટના તાજેતરના ખેડૂતોના આંદોલન સાથે સંબંધિત છે. જોકે આ મામલો હાલનો નથી, પરંતુ વર્ષ 2023નો છે.
- તપાસ દરમિયાન અમને 22 ઓગસ્ટ, 2023ના રોજ એનડીટીવી ઈન્ડિયાની યુટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો એક વીડિયો મળ્યો. મામલો પંજાબના સંગરુરનો હતો, જ્યાં ખેડૂતો પૂરથી થયેલા નુકસાન માટે વળતરની માગ સાથે વિરોધ કરી રહ્યા હતા.
- નિર્ધારિત વિરોધના એક દિવસ પહેલાં, કેટલાક ખેડૂતનેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા, જેના પગલે સંગરુર જિલ્લામાં ખેડૂતોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. આ અકસ્માત ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણ દરમિયાન થયો હતો, જેમાં એક ખેડૂતનું ટ્રેક્ટરની નીચે આવી જતાં મોત થયું હતું.
એનડીટીવી ઈન્ડિયાનો વીડિયો જુઓ:
સંગરુર પોલીસે પણ આ અકસ્માત અંગે ટ્વીટ કર્યું હતું. 21 ઓગસ્ટના રોજ એક ટ્વીટમાં સંગરુર પોલીસે લખ્યું હતું –
લોંગોવાલ ખાતે આજે એક પ્રદર્શનકારીના કમનસીબ મૃત્યુ અંગે… સાક્ષીઓ અને વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે મૃતકને પ્રદર્શનકારીઓ દ્વારા બેદરકારીથી ચલાવવામાં આવતા ટ્રેક્ટર-ટ્રોલીથી ટક્કર મારી નખાયો હતો. બેદરકારીપૂર્વક ચલાવવામાં આવેલા ટ્રેક્ટરે પોલીસ-ઈન્સ્પેક્ટરને પણ ગંભીર ઈજા પહોંચાડી હતી. ટ્વીટમાં સંગરુર પોલીસે પણ મૃતક પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ( આર્કાઇવ ટ્વીટ )
ટ્વીટ જુઓ:
સ્પષ્ટ છે કે ગત વર્ષની ઘટનાને તાજેતરના ખેડૂતોના આંદોલન સાથે જોડીને વાઇરલ કરવામાં આવી રહી છે. અમારી તપાસમાં તાજેતરના વિરોધ દરમિયાન ખેડૂતોએ હરિયાણા પોલીસ પર ટ્રેક્ટર ચલાવ્યા હોવાનો દાવો તદ્દન ખોટો અને ભ્રામક હોવાનું બહાર આવ્યું છે.
બીજો દાવોઃ ખેડૂતોના આંદોલનથી પરેશાન પંજાબની એક મહિલાએ ખેડૂતોને અપશબ્દો કહ્યા
વેરિફાઇડ એક્સ યુઝર દીપક શર્માએ ટ્વીટ કર્યું- કિસાન આંદોલનથી પરેશાન પંજાબની મહિલાનો ગુસ્સો ચરમસીમાએ, આંદોલનનું સત્ય માતાજીના શબ્દોમાં સાંભળો ( આર્કાઇવ ટ્વીટ )
ટ્વીટ જુઓ:
- દીપક શર્માના X પર 42 હજારથી વધુ ફોલોઅર્સ છે.
મહિલાને લગતો આવો જ દાવો પ્રીતિ ગાંધીએ પણ કર્યો હતો, જેણે પોતાને બીજેપીની કાર્યકર ગણાવી હતી. પ્રીતિએ તેમના ટ્વીટમાં લખ્યું-
પંજાબના સામાન્ય નાગરિકો રાજ્યમાં રોજબરોજના વિરોધપ્રદર્શનથી કંટાળી ગયા છે. ‘કેન્દ્ર તમને બધું મફતમાં આપે છે છતાં તમે જનતાને હેરાન કરો છો અને રસ્તાઓ રોકો છો’. ( આર્કાઇવ ટ્વીટ )
ટ્વીટ જુઓ:
રિટાયર્ડ IAS સૂર્ય પ્રતાપ સિંહે ટ્વીટ કર્યું – ખેડૂતોના રોજના આંદોલનથી પરેશાન મહિલા ખેડૂતોને કોસી કરી રહી છે, ગુસ્સે થઈને તેમને પડકાર આપી રહી છે. “સરકારે બધું માફ કરી દીધું છે, વીજળી માફ કરી દેવામાં આવી છે, લોન માફ કરવામાં આવી છે… શું સરકારે તમારા માટે મરી જવું જોઈએ” ( આર્કાઇવ ટ્વીટ)
ટ્વીટ જુઓ:
- X પર સૂર્ય પ્રતાપ સિંહને 8.88 લાખથી વધુ લોકો ફોલો કરે છે. એ જ સમયે આ સમાચાર લખાય છે ત્યાં સુધી, 8 હજારથી વધુ લોકોએ એને લાઇક કર્યું હતું અને 3100 લોકોએ એને રીટ્વીટ કર્યું હતું.
અને સત્ય શું છે?
અમે ગૂગલ ઈમેજીસ પર વાઇરલ વીડિયોની કી ફ્રેમ્સને રિવર્સ સર્ચ કરી અને કીવર્ડ્સની મદદથી ઓપન સર્ચની મદદ પણ લીધી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ વીડિયો હાલનો નહીં, પરંતુ વર્ષ 2022નો છે.
- અમને આ વીડિયો સ્ક્રોલ પંજાબ નામના ફેસબુક પેજ પર મળ્યો, જે 6 નવેમ્બર 2022ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાતી મહિલા ગુસ્સામાં હતી કે ખેડૂતોએ વિરોધ માટે રસ્તો બ્લોક કરી દીધો હતો, જેના કારણે મુસાફરી કરી રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
- વીડિયોમાં મહિલાને એવું કહેતી સાંભળી શકાય છે કે, ‘સરકાર હવે તમને શું આપે. સરકારે બધું આપ્યું. આમાં અમારો શો વાંક?’
વીડિયો જુઓ:
સ્પષ્ટ છે કે ખેડૂતોને ઠપકો આપતી મહિલાનો આ વીડિયો હાલનો નથી, પરંતુ વર્ષ 2022નો છે. આવી સ્થિતિમાં વાઇરલ વીડિયોને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે એ ખોટો છે.
નકલી સમાચાર વિરુદ્ધ અમારી સાથે જોડાઓ. જો તમને કોઈ માહિતી વિશે કોઈ શંકા હોય, તો કૃપા કરીને અમને @[email protected] અને WhatsApp 9201776050 કરો.