3 કલાક પેહલા
- કૉપી લિંક
વારાણસીમાં ગંગા ભયજનક સપાટીએ વહી રહી છે. પાણીનો સ્તર ખતરાના નિશાન તરફ વધી રહ્યો છે. નમો ઘાટની નમસ્તે પ્રતિમા અડધી ડૂબી ગઈ છે. ગંગા આરતી હોય કે અંતિમસંસ્કાર, ધાબા પર થઈ રહ્યાં છે. મણિકર્ણિકા, હરિશ્ચંદ્ર ઘાટ પણ ડૂબી ગયા છે. ગંગાના કાંઠે આવેલાં 500થી વધુ મંદિરો ડૂબી ગયાં છે. ક્રૂઝ અને બોટિંગ બંધ કરી દેવામાં આવી છે.
ત્યારે ભાસ્કરે ડ્રોનથી કાશીનો વીડિયો બનાવ્યો છે. 1200 ફૂટની ઊંચાઈથી ડ્રોનની નજરે પૂરનો વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો…