ગોંડા20 મિનિટ પેહલા
- કૉપી લિંક
કાર અથડાતા જ બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણના આરોપી ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહનો પુત્ર અને કૈસરગંજના ભાજપના ઉમેદવાર કરણ ભૂષણના કાફલાની ફોર્ચ્યુનરે ગોંડામાં બે બાઇક સવારોને કચડી નાખ્યા હતા. કારે રોડ કિનારે બેઠેલી મહિલાને પણ ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે મહિલાની હાલત ગંભીર છે.
ગ્રામજનોએ જણાવ્યું કે જે કાફલામાં ફોર્ચ્યુનર કાર હતી તેમાં ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ સિંહ પણ હતો. બુધવારે સવારે 9 વાગે તેઓ કાફલા સાથે હુઝુરપુર જઈ રહ્યા હતા. કાફલો છત્તાઈપુરવા પહોંચ્યો હતો, ત્યારે એસ્કોર્ટ લખેલ ફોર્ચ્યુનર એક ગાડીને ઓવરટેક કરવા ગઈ . આ દરમિયાન, કાર બેકાબુ થઈ ગઈ અને બાઇક સવારોને કચડીને ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. કારે ઘરની બહાર બેઠેલી એક વૃદ્ધ મહિલાને પણ કચડી નાખી હતી.



અકસ્માત બાદ પણ કાફલો રોકાયો ન હતો
આ અકસ્માતમાં નિદુરા ગામના રેહાન (17) અને શહઝાદ ખાન (24)ના મોત થયા છે. જ્યારે 60 વર્ષની સીતા દેવી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અકસ્માત બાદ પણ કરણનો કાફલો રોકાયો ન હતો.
પોલીસ અધિક્ષક રાધેશ્યામ રાયે જણાવ્યું – મૃતકના સંબંધીઓએ ફરિયાદ પત્ર આપ્યો છે. ફોર્ચ્યુનર જપ્ત કરવામાં આવી છે અને ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ફોર્ચ્યુનરનો આગળનો ભાગને નુકશાન થયું છે. એરબેગ ખુલવાથી કારમાં બેઠેલા લોકોનો જીવ બચી ગયો હતો.
બ્રિજભૂષણના ઈન્સ્ટીટયુટની કાર
અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કારનો નંબર UP 32 HW 1800 છે. આ કાર આરટીઓમાં નંદિની એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટના નામે રજીસ્ટર્ડ છે. આ સંસ્થાના મેનેજર સાંસદ બ્રિજભૂષણ સિંહ છે.
મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના આરોપમાં બ્રિજ ભૂષણની ટિકિટ કાપવામાં આવી હતી
કૈસરગંજ બીજેપી સાંસદ અને પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહની જગ્યાએ બીજેપીએ તેમના પુત્ર કરણ ભૂષણને ટિકિટ આપી હતી. બ્રિજ ભૂષણ પર મહિલા કુસ્તીબાજોનું યૌન શોષણ કરવાનો આરોપ છે અને કોર્ટે તેની સામે આરોપો પણ ઘડ્યા છે. કરણ ભૂષણ યુપી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ છે. તેઓ ભારતીય કુસ્તી સંઘના ઉપાધ્યક્ષ પણ હતા, પરંતુ બ્રિજ ભૂષણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે પણ પદ છોડી દીધું હતું.
કરણ ડબલ ટ્રેપ શૂટિંગમાં રાષ્ટ્રીય ખેલાડી રહ્યો હતો
કરણ ભૂષણનો જન્મ 13 ડિસેમ્બર 1990ના રોજ થયો હતો. કરણને એક પુત્ર અને એક પુત્રી છે. તે ડબલ ટ્રેપ શૂટિંગમાં રાષ્ટ્રીય ખેલાડી રહી ચૂક્યો છે. તે ગોંડામાં તેના પિતાની નંદિની કોલેજમાંથી સ્નાતક થયો. ઓસ્ટ્રેલિયાથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશ કુસ્તી સંઘનો પ્રમુખ છે. પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યો છે.
મહિલા કુસ્તીબાજો દ્વારા બ્રિજભૂષણ સિંહ પર લગાવવામાં આવેલા જાતીય શોષણના આરોપો વચ્ચે ઉત્તર પ્રદેશમાં રેસલિંગ એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. 12 ફેબ્રુઆરીએ યોજાયેલી આ ચૂંટણીમાં કરણ સર્વસંમતિથી યુપી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યો હતા.

પત્ની નેહા, પુત્ર અમર્થ અને પુત્રી કામાક્ષી સાથે કરણ ભૂષણ.