દુમકા20 મિનિટ પેહલા
- કૉપી લિંક
સામૂહિક દુષ્કર્મની ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી. તસવીરમાં ઘટના જ્યાં બની હતી તે મેદાન છે.
ઝારખંડના દુમકામાં શુક્રવારે મોડી રાત્રે એક સ્પેનિશ મહિલા પર સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ ઘટના કુરમાહાટ વિસ્તારમાં બની હતી, સ્પેનિશ મહિલા ટુરિસ્ટ વિઝા પર ભારત આવી હતી. મહિલાની ઉંમર 30 વર્ષની છે.
મહિલા દુમકામાં ફરતી હતી. જ્યારે રાત્રે મોડું થયું ત્યારે તેણીએ તેના પતિ સાથે ખેતરમાં તંબુ નાખ્યો અને આરામ કરવા લાગી. દંપતીએ વિરોધ કરતાં તેમને માર પણ મારવામાં આવ્યો હતો.
સામૂહિક દુષ્કર્મમાં કુંજી ગામના 7-8 યુવકોની સંડોવણી સામે આવી છે. પોલીસે ચાર લોકોની અટકાયત કરીને આ કેસની તપાસ શરૂ કરી છે.
આ વિસ્તારમાં મહિલા તંબુ બાંધી સૂતી હતી, હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.
સ્પેનિશ કપલ બાઇક પર ફરતું હતું
સ્પેનથી આવેલા પતિ-પત્ની પહેલા પાકિસ્તાન ગયા હતા, ત્યાંથી બાંગ્લાદેશ થઈને ઝારખંડના દુમકા પહોંચ્યા હતા. મહિલા તેના પતિ સાથે બાઇક પર ફરવા નીકળી હતી. તેઓ દુમકા થઈને ભાગલપુર જઈ રહ્યા હતા, પરંતુ જ્યારે રાત પડી ત્યારે તેઓએ તંબુ નાખ્યો અને હંસદીહા બજારની પહેલા એક નિર્જન જગ્યાએ સૂઈ ગયા. આ દરમિયાન નજીકના કેટલાક યુવકો ત્યાં પહોંચ્યા અને મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું અને મારપીટ કરી.
પોલીસે કહ્યું- ખેતરમાંથી મહિલાના કપડા મળ્યા
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાત્રે લગભગ 10:30 વાગ્યે મહિલાએ પોલીસ પેટ્રોલિંગ ટીમને તેની સાથે બનેલી ઘટના વિશે જાણ કરી. જ્યારે પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે મહિલાના કપડા એક ખેતરમાંથી મળી આવ્યા. સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મ થયાની પુષ્ટિ થઈ છે.
પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
બીજેપી સાંસદે કહ્યું- પોલીસ-પ્રશાસનને બદલવું જોઈએ
ગોડ્ડાથી બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આ મામલે સવાલ ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું, ‘મારા લોકસભા ગોડ્ડાના હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પેનની મહિલા મુસાફર સાથે બળાત્કારની દુ:ખદ ઘટના બની છે. જેએમએમ સરકારે છેલ્લા 4 વર્ષમાં સંથાલ પરગણામાં દરેક જગ્યાએ પોલીસ અધિકારીઓને કોઈપણ તાલીમ વિના પોસ્ટ કરીને હત્યા, લૂંટ અને બળાત્કારને પ્રોત્સાહન આપ્યું છે. આદિવાસીઓની વસ્તી સતત ઘટી રહી છે. આખા સંથાલ પરગણાના પોલીસ-પ્રશાસનને તાત્કાલિક બદલી તેમને જ જેલમાં મોકલવા જોઈએ.