- Gujarati News
- National
- Gujarat Second In Spending On Education, Maharashtra In Housing, Punjab First In Health
નવી દિલ્હી9 કલાક પેહલા
- કૉપી લિંક
- રાજ્યોના બજેટ પર રિઝર્વ બેંકનો અહેવાલ
દેશના રાજ્યોમાં ટેક્સ કલેક્શનમાં એક વર્ષમાં 4.4 ટકાનો વધારો થયો છે. આનો 12.1 ટકા હિસ્સો માત્ર વ્યાજની ચુકવણીમાં જઇ રહ્યો છે. અલબત્ત સારી બાબત એ છે કે વ્યાજમાં જઇ રહેલી રકમ છેલ્લા એક વર્ષમાં 0.7 ટકા સુધી ઘટી ગઇ છે. પરંતુ વધતી જતી લોન રાજ્યો માટે હજુ ચિંતાજનક છે. આ તમામ બાબતો ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના રાજ્યોના બજેટ પર જારી અહેવાલમાં સામે આવી છે. રિપોર્ટ મુજબ ગુજરાત શિક્ષણમાં ખર્ચ કરવાના મામલે બીજા સ્થાને છે.
આ મામલે ઝારખંડ પ્રથમ સ્થાને છે. હેલ્થ. હાઉસિંગ, સમાજ કલ્યાણના મામલે પણ ગુજરાતે ખર્ચ મામલે ઉલ્લેખનીય રીતે સફળતા મેળવી છે. રાજસ્થાન સામાજિક કલ્યાણ પર ખર્ચમાં જંગી વધારો કર્યો છે. ગુજરાતે 545 .44 ટકાનો ખર્ચ કર્યો છે. હેલ્થમાં ગુજરાતે 138.25 ટકાનો ખર્ચ કર્યો છે. બીજી બાજુ ગુજરાતની જમા રકમ 6.03 ટકા સુધી વધી છે.
બે વર્ષમાં સેલરી બિલ 30. 75 ટકા સુધી વધી ગયું
રાજ્યોના વેતન ભથ્થા પર ખર્ચ જીડીપીનો 3.4 ટકા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ એક સમાન ગુણોત્તરમાં છે. અલબત્ત ખર્ચ 30.75 ટકા વધીને 7.90 લાખ કરોડથી 10.33 લાખ કરોડ થઇ ગઇ છે.