10 મિનિટ પેહલા
- કૉપી લિંક
હમાસના પોલિટિકલ ચીફ ઇસ્માઇલ હનીયેહ મંગળવારે રાતે ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા છે. હનીયેહની મોત પછીથી મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર હનીયેહના મોત બાદ એક વીડિયો ઝડપથી વાયરલ થયો.
- 24 સેકેન્ડના વીડિયોમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે આ વ્યક્તિ અરબી ભાષામાં કઇંક કહેવાની કોશિશ કરી રહી છે.
- સોશિયલ મીડિયા પર આ 24 સેકેન્ડના વીડિયોને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હમાસના પોલિટિકલ ચીફ ઇસ્માઇલ હનીયેહનો વીડિયો છે અને મોત પહેલા તે અરબી ભાષામાં કઇંક કહી રહ્યા છે.
પાકિસ્તાની એક્સ યૂઝર અને વ્યવસાયે વકીલ મોના જાવેદે આ વીડિયો શેર કરીને લખ્યું- ઇસ્માઇલ હનીયેહના છેલ્લાં શબ્દ; શહાદતની થોડી ક્ષણો પહેલાં. ( આર્કાઇવ ટ્વિટ )
ટ્વિટ જુઓઃ
- મોના જાવેદની આ ટ્વિટને 9 હજારથી વધારે લોકોએ લાઇક કરી. ત્યાં જ, તેને 3600 વખત રિપોસ્ટ કરવામાં આવી.
આવો જ એક દાવો થોડાં અન્ય એક્સ યૂઝર્સે પણ કર્યો છે. પોતાને જર્નાલિસ્ટ સ્ટૂડન્ટ જણાવનાર અબ્દુલ રહીમે લખ્યું- શહાદતના થોડી ક્ષણો પહેલાં ઇસ્માઇલ હનીયેહના છેલ્લાં શબ્દ. ( આર્કાઇવ ટ્વિટ )
ટ્વિટ જુઓઃ
એક અન્ય એક્સ યૂઝરે પણ હમાસના પોલિટિકલ ચીફ ઇસ્માઇલ હનીયેહ સાથે જોડાયેલો આવો જ દાવો કર્યો છે જેને તમે આર્કાઈવ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.
શું છે વાયરલ થયેલાં વીડિયોનું સત્ય?
વાયરલ વીડિયોનું સત્ય અમને ઇઝરાયલી ન્યૂઝ વેબસાઇટ ‘ધ જેરૂસલમ પોસ્ટ’ના એક આર્ટિકલથી જાણવા મળ્યું. આ આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતુ કે હનીયેહ સાથે જોડાયેલો આ દાવો ખોટો છે. જે વીડિયોને ઇસ્માઇલ હનીયેહનો જણાવીને સોશિયલ મીડિયા યૂઝર્સ શેર કરી રહ્યા હતા તે હકીકતમાં એક પેલેસ્ટાઇન વ્યક્તિનો હતો.
આખા આર્ટિકલનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
(‘ધ જેરુસલેમ પોસ્ટ’ આર્ટિકલનો સ્ક્રીનશોટ.)
‘જેરૂસલમ પોસ્ટ’એ પોતાના આર્ટિકલમાં અરબી ન્યૂઝ વેબસાઇટ Nabdનો એક વીડિયો આર્ટિકલ શેર કર્યો છે. આ વીડિયો આર્ટિકલ 6 નવેમ્બર 2023ના રોજ પબ્લિશ થયો હતો. અરબી ભાષામાં લખાયેલા આ આર્ટિકલનો સ્ક્રીનશોર્ટ તમે નીચે જોઈ શકો છો.
અરબીમાં લખાયેલી હેડલાઇનનું હિન્દી ટ્રાન્સલેશન કઇંક આ રીતે થાય છે- લોહીથી લથપથ એક પેલેસ્ટાઇન પોતાની ટચલી આંગળીને ઉપર ઉઠાવે છે અને બૂમો પાડીને કહે છે- અમે બધા પ્રતિરોધ સાથે છીએ…આ દૃઢતા તમને માત્ર ગાઝામાં જોવા મળશે.
સ્પષ્ટ છે કે એક પેલેસ્ટાઇન વ્યક્તિના વીડિયોને હમાસના પોલિટિકલ ચીફ ઇસ્માઇલ હનીયેહનો છેલ્લો વીડિયો જણાવીને સોશિયલ મીડિયા યૂઝર શેર કરી રહ્યા છે. આ વીડિયો ઇસ્માઇલ હનીયેહનો નથી. વીડિયો પણ અત્યારનો નથી પરંતુ 6 નવેમ્બર 2023નો છે.
ફેક ન્યૂઝ વિરુદ્ધ અમારી સાથે જોડાયેલાં રહો. કોઈપણ આવી સૂચના જેના પર તમને શંકા હોય તો અમને ઈમેલ કરો @[email protected] અને Whatsapp કરો- 9201776050