અંબાલા8 મિનિટ પેહલા
- કૉપી લિંક
હરિયાણા-દિલ્હીની સિંધુ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ખેડૂતોને રોકવા માટે બેરિકેડ અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે.
ખેડૂતો આજે (મંગળવાર) સવારે 10 વાગ્યે દિલ્હી તરફ કૂચ કરશે. સોમવારે રાત્રે ચંદીગઢમાં સાડા પાંચ કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે MSP ગેરંટી કાયદો અને લોન માફી પર કોઈ સંમતિ સધાઈ ન હતી. જે બાદ કિસાન મજુર મોરચાના કન્વીનર સરવણ સિંહ પંઢેરે જાહેરાત કરી કે ખેડૂતો આજે દિલ્હી કૂચ કરશે. તેમણે ખેડૂતોને પંજાબ-હરિયાણાની શંભુ, ખનૌરી અને ડબવાલી બોર્ડર પર ભેગા થવા કહ્યું છે.
તેમણે કહ્યું કે દરેક મુદ્દા પર ચર્ચા થઈ. ખેડૂતોની માંગણીઓ પર સરકાર ગંભીર નથી. ખેડૂતો સંઘર્ષ નથી ઈચ્છતા પરંતુ સરકારના મનમાં ખોટ છે. તેઓ માત્ર સમય પસાર કરવા માંગે છે. અમને કંઈપણ આપવા માંગતા નથી. અમે તેમને MSP કાયદા અંગે જાહેરાત કરવા કહ્યું હતું. સરકારના પ્રસ્તાવ પર વિચાર કરશે પરંતુ આંદોલન પર મક્કમ છીએ.
કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે દરેક વાતનો ઉકેલ વાતચીતથી થવો જોઈએ. કેટલાક મુદ્દાઓ છે કે જેના ઉકેલ માટે રચના કરવાની જરૂર છે. અમને હજુ પણ તેની આશા છે.
કેન્દ્રીય પ્રધાનો અર્જુન મુંડા અને પીયૂષ ગોયલે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રીઓએ કહ્યું કે તેઓ MSP કાયદાને લઈને એક સમિતિની રચના કરી રહ્યા છે પરંતુ ખેડૂત નેતાઓ તેની સાથે સંમત ન હતા. જો કે, બેઠકમાં આંદોલન દરમિયાન ખેડૂતો અને યુવાનો પર નોંધાયેલા કેસો પાછા ખેંચવા અને લખીમપુર ખેરીની ઘટનાના મૃતક ખેડૂતોના પરિવારોને વળતર આપવા પર સહમતિ સધાઈ હતી. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2020ને રદ્દ કરવા પર સર્વસંમતિની શક્યતાઓ પણ હતી.
અંબાલામાં શંભુ બોર્ડરથી એક કિલોમીટર પહેલા અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
શંભુ બોર્ડર પર 6 લેયર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. સરહદને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે.
લાઈવ અપડેટ્સ
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનો ચીફ જસ્ટિસને પત્ર
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ અદિશ અગ્રવાલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. તેમાં તેમણે CJIને ખેડૂતોના મુદ્દે સુઓમોટો કરવા કહ્યું છે. અદિશ અગ્રવાલનું એમ પણ કહેવું છે કે ખેડૂતો દિલ્હી આવશે, જેના કારણે અશાંતિ ફેલાશે અને લોકોના રોજીંદા જીવન પર અસર પડશે.
24 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુરુગ્રામમાં દિલ્હી બોર્ડર પર ટ્રાફિકજામ
ખેડૂતોની દિલ્હી તરફ કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને હરિયાણા પોલીસે નેશનલ હાઈવે 48ને બેરિકેડિંગ કરી દીધુ છે. જે બાદ ગુરુગ્રામમાં દિલ્હી બોર્ડર પર ટ્રાફિકજામ થયો છે.
32 મિનિટ પેહલા
- કૉપી લિંક
ખેડૂત નેતા પંઢેરે પત્રકાર પરિષદ બોલાવી
કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવણ સિંહ પંઢેરે પંજાબના ફતેહગઢ સાહિબમાં સવારે 9.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ પછી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે.
36 મિનિટ પેહલા
- કૉપી લિંક
અંબાલાથી શંભુ બોર્ડર સુધી 3 જગ્યાએ બેરિકેડિંગ
હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર અંબાલા તરફ 1 કિલોમીટર પહેલા જ સીલ કરી દેવામાં આવી છે. 3 જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. માત્ર ફોર્સને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે.
39 મિનિટ પેહલા
- કૉપી લિંક
હરિયાણામાં ખેડૂતોને રોકવા શું તૈયારીઓ છે…
ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવા માટે હરિયાણાની શંભુ બોર્ડર, ખનૌરી બોર્ડર અને ડબવાલી બોર્ડર પસંદ કરી છે. સિમેન્ટના બેરીકેડની સાથે કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. ખેડૂતોને નદી મારફતે હરિયાણામાં પ્રવેશતા અટકાવવા માટે શંભુ બોર્ડર પરની ઘગ્ગર નદીમાં ખોદકામ કરવામાં આવ્યું છે.
કેન્દ્ર તરફથી BSF અને CISFની 64 કંપનીઓ મોકલવામાં આવી છે. સરહદો પર લગભગ 70 હજાર સૈનિકો તહેનાત છે. ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
સિરસામાં ચૌધરી દલબીર સિંહ ઇન્ડોર સ્ટેડિયમ અને ગુરુ ગોવિંદ સિંહ સ્ટેડિયમ ડબવાલીમાં બે અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. કૈથલની પોલીસ લાઇનમાં ખુલ્લી જેલ પણ બનાવવામાં આવી છે.
હરિયાણા સરકારે જાહેરાત કરી છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન જે પણ નુકસાન થશે તેની ભરપાઈ તોફાનીઓ પાસેથી જ વસુલ કરવામાં આવશે.
39 મિનિટ પેહલા
- કૉપી લિંક
પંજાબથી દિલ્હી રૂટ
શંભુ બોર્ડર બંધ થવાને કારણે રાજપુરા, બનુર, પંચકુલા, નાડા સાહિબ, બરવાલા, શહઝાદપુર, સાહા, શાહબાદથી દિલ્હી જાઓ.
તમે રાજપુરા, બનુર એરપોર્ટ રોડ, ડેરા બસ્સી, અંબાલા થઈને દિલ્હી જઈ શકો છો.
રાજપુરા, પટિયાલા, પેહોવા, કુરુક્ષેત્ર, દિલ્હી. રાજપુરા, પટિયાલા, પેહોવાથી તમે 152D એક્સપ્રેસ વે દ્વારા દિલ્હી જઈ શકો છો.
40 મિનિટ પેહલા
- કૉપી લિંક
કરનાલ થઈને દિલ્હી પહોંચી શકો છો
પંચકુલા, બરવાલા, સાહા, શાહબાદ, કુરુક્ષેત્ર અથવા પંચકુલા, બરવાલા, યમુનાનગર (NH-344), લાડવા, ઈન્દ્રી, કરનાલ થઈને દિલ્હી પહોંચી શકો છો.
41 મિનિટ પેહલા
- કૉપી લિંક
ખેડૂત નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કરાયા
ભારતમાં ખેડૂત નેતાઓના સોશિયલ મીડિયા (X) એકાઉન્ટ સસ્પેન્ડ થવા લાગ્યા છે. ખેડૂત નેતા સુરજીત ફૂલ અને રમનદીપ માનના ખાતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
42 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હીમાં કલમ 144 લાગુ
ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં એક મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. સિંઘુ અને ટિકરી સહિત દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં ભીડ એકત્ર કરવા, લાઉડસ્પીકર અને ટ્રેક્ટરના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે લાકડીઓ અને પથ્થરો સહિતના હથિયારોને પણ દિલ્હીમાં લઈ જવા દેવામાં આવશે નહીં.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ગાઝીપુર બોર્ડર પર પણ લોખંડના બેરિકેડ લગાવવામાં આવ્યા છે. કલમ 144 લાગુ કરી. યુપીથી દિલ્હીને જોડતા નેશનલ હાઈવે-9ની સર્વિસ લેન બંધ કરી દેવામાં આવી છે.