- Gujarati News
- National
- Haryana Model Divya Pahuja Dead Body Recovery Update Bhakhra Canal Fatehabad Tohana | Divya Pahuja Murder Case Update
ગુરુગ્રામ2 કલાક પેહલા
- કૉપી લિંક
ગુરુગ્રામમાં જેની હત્યા કરવામાં આવી એ ગેંગસ્ટરની મોડલ ગર્લફ્રેન્ડ દિવ્યા પાહુજાનો મૃતદેહ શનિવારે મળ્યો છે. પોલીસે NDRF ટીમની મદદથી તેને ફતેહાબાદના જાખલમાં કુડની હેડ પાસે ભાખરા કેનાલમાંથી શોધી કાઢ્યો હતો. દિવ્યાના મૃતદેહને લઈ જઈ રહેલા બલરાજ ગિલની કોલકાતાથી ધરપકડ બાદ આ સુરાગ મળી આવ્યો હતો. ત્યાર બાદ NDRFની 25 ટીમની મદદથી પટિયાલાથી ખનૌરી સુધી મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી.
મૃતદેહ મળ્યા બાદ પોલીસે તેનો ફોટો દિવ્યાના પરિવારને મોકલી આપ્યો હતો. તેમની ખાતરી બાદ તેનો કબજો લેવામાં આવ્યો હતો. ગુરુગ્રામના એસીપી ક્રાઈમ વરુણ દહિયાએ પુષ્ટિ કરી છે કે દિવ્યાનો મૃતદેહ મળ્યો છે. હત્યાના 11મા દિવસે દિવ્યાનો મૃતદેહ મળ્યો હતો.

કેનાલમાંથી મૃતદેહ મળી આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલાં બલરાજ ગિલે કહ્યું હતું કે તેણે રવિ બંગા સાથે મળીને દિવ્યાના મૃતદેહને પંજાબના પટિયાલા પાસે ભાખરા કેનાલમાં ફેંકી દીધો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લાશ ધોવાઈને અહીં આવી હશે. બલરાજને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગુરુગ્રામ લાવવામાં આવી રહ્યો છે. પોલીસની ટીમ શનિવારે બપોર સુધીમાં ગુરુગ્રામ પહોંચી જશે.

આ હત્યા કેસમાં દિવ્યાને ગોળી મારનાર હોટલમાલિક અભિજિત અને મૃતદેહને બહાર કાઢનાર ઓમપ્રકાશ અને હેમરાજની 3 જાન્યુઆરીએ ધરપકડ કરાઈ હતી.
મૃતદેહ અંગે સુરાગ આપનાર બલરાજ ગિલની ફરારથી ધરપકડ સુધીની કહાની…
લાશ ફેંકી પટિયાલા બસ સ્ટેન્ડ પર છોડી BMW
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, કોલકાતા પોલીસની પ્રારંભિક પૂછપરછ દરમિયાન બલરાજ ગિલે ખુલાસો કર્યો હતો કે 2 જાન્યુઆરીની રાત્રે તે બીએમડબ્લ્યુ કારમાં દિવ્યા પહુજાના મૃતદેહને લઈને રવિ બંગા સાથે ગુરુગ્રામ જવા નીકળ્યો હતો. આ પછી બંનેએ તેનો મૃતદેહ પટિયાલા-સંગરુર વચ્ચે ભાખડા કેનાલમાં ફેંકી દીધો હતો. મૃતદેહનો નિકાલ કર્યા પછી બલરાજ તથા રવિ પાછા પટિયાલા આવ્યા અને બસ સ્ટેન્ડના પાર્કિંગમાં BMW કાર છોડી દીધી.
ટેક્સી દ્વારા ઉદયપુર ગયા, પછી ચંદીગઢ આવ્યા અને ટ્રેનમાં હાવડા ગયા
અહીંથી બંનેએ ટેક્સી બુક કરી અને પોલીસથી બચવા રાજસ્થાનના ઉદયપુર શહેર પહોંચ્યા. હત્યાકાંડના બે દિવસ બાદ 4 જાન્યુઆરીએ પોલીસે પટિયાલામાંથી BMW કાર કબજે કરી હતી. આ પછી પોલીસે બંને આરોપીને ટ્રેસ કર્યા અને જાણવા મળ્યું કે તેઓ ઉદયપુરની એક હોટલમાં રોકાયા હતા.
પોલીસ ટીમ ઉદયપુર પહોંચી ત્યાં સુધીમાં બંને આરોપી ત્યાંથી નાસી છૂટ્યા અને પાછા ચંદીગઢ પહોંચી ગયા. અહીંથી બંને ટ્રેનમાં બેસી હાવડા પહોંચ્યા. આ પછી બલરાજ ગિલ અને રવિ બંગા બંને અલગ થઈ ગયા.

હોટલના નોકર હેમરાજ અને ઓમપ્રકાશ દિવ્યાના મૃતદેહને BMWમાં મૂકવા માટે રૂમમાંથી કાઢી રહ્યા હતા.
લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યા બાદ પકડાયા
11 જાન્યુઆરીના રોજ ગુરુગ્રામ પોલીસ દ્વારા દિવ્યા હત્યા કેસના આરોપી બલરાજ ગિલ અને રવિ બંગા માટે એક લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યો હતો, તેમની વિદેશ ભાગી જવાની શક્યતા વચ્ચે. બીજા જ દિવસે 11 જાન્યુઆરીએ એરપોર્ટ પોલીસે બલરાજ ગિલની કોલકાતાથી ધરપકડ કરી હતી.
આ પછી ગુરુગ્રામ પોલીસ બલરાજ ગિલને લેવા કોલકાતા પહોંચી હતી. પોલીસે બલરાજને કોર્ટમાંથી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો છે. પોલીસ તેને રોડ દ્વારા લાવી રહી છે. બલરાજ ગિલને શનિવારે બપોર સુધીમાં ગુરુગ્રામ લાવી શકાય છે.

ગુરુગ્રામ પોલીસે બલરાજ અને રવિના એલઓસી જાહેર કર્યા પછી 11 જાન્યુઆરીએ બલરાજ ગિલની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બલરાજને શનિવારે બપોર સુધીમાં ગુરુગ્રામ લાવવામાં આવશે.
2 જાન્યુઆરીએ દિવ્યાની હત્યા કરવામાં આવી હતી
હકીકતમાં ગુરુગ્રામના બલદેવ નગરમાં રહેતી દિવ્યા પાહુજા (27)ની 2 જાન્યુઆરીએ હોટલ સિટી પોઈન્ટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા હોટલના માલિક અભિજિત સિંહે કરી હતી. દિવ્યા તેની સાથે 3 મહિનાથી લિવ-ઈન રિલેશનશિપમાં હતી. હત્યાકાંડના એક દિવસ પહેલાં 1 જાન્યુઆરીએ ત્રણેય અભિજિત સિંહ, દિવ્યા પાહુજા અને બલરાજ ગિલ હોટલ સિટી પોઈન્ટ પહોંચ્યા હતા.
ત્રણેય હોટલના રિસેપ્શનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. ઘટના બાદ મુખ્ય આરોપી અભિજિત સિંહે તેના મિત્રો બલરાજ ગિલ અને રવિ બંગાને તેની BMW કારમાં 10 લાખ રૂપિયા આપીને લાશના નિકાલ માટે મોકલ્યા હતા.
દિવ્યા હત્યા કેસમાં 5ની ધરપકડ, રવિ ફરાર
દિવ્યાની હત્યાના મુખ્ય આરોપી અભિજિત સિંહ ઉપરાંત હોટલ નોકર ઓમપ્રકાશ, હેમરાજ, અભિજિત સિંહની બીજી ગર્લફ્રેન્ડ મેઘા, જે દિલ્હીના નજફગઢની રહેવાસી છે, પોલીસ દ્વારા પહેલાંથી જ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પાંચમી ધરપકડ બલરાજ ગિલના રૂપમાં કરવામાં આવી છે, જ્યારે રવિ બંગા હજુ ફરાર છે.

દિવ્યા પહુજા ગેંગસ્ટર સંદીપ ગડોલીની ગર્લફ્રેન્ડ હતી. જોકે ગદૌલીના નકલી એન્કાઉન્ટરમાં દિવ્યાને પણ હત્યાના કાવતરાની આરોપી બનાવવામાં આવી હતી. 7 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ તે પરત આવી હતી.
ગેંગસ્ટરની મોડલ ગર્લફ્રેન્ડની હત્યા કેસમાં અત્યારસુધી શું થયું?
1. મોડલ દિવ્યાની હત્યા 2 જાન્યુઆરીની રાત્રે પ્રકાશમાં આવી હતી, જેમાં હોટલ સિટી પોઈન્ટના માલિક અભિજિતે ગોળી મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આ પછી 2 CCTV ફૂટેજ સામે આવ્યા. એકમાં, બે વ્યક્તિ તેના મૃતદેહને ખેંચતા જોવા મળે છે. બીજામાં તે હોટલમાં પ્રવેશતી જોવા મળે છે.
2. એ જ દિવસે પોલીસને ખબર પડી કે દિવ્યાના મૃતદેહને BMW કારમાં નિકાલ કરવા માટે મોકલવામાં આવ્યો છે. મૃતદેહ લઈ જનારા અભિજિતના સહયોગી છે. મૃતદેહને નદીમાં ફેંકી દેવાયાની આશંકા છે.
3. જાન્યુઆરી 3ના રોજ પોલીસે અભિજિત અને બે હોટલ નોકર હેમરાજ અને ઓમપ્રકાશની ધરપકડ કરી, જેઓ મૃતદેહને લઇ ગયા હતા. પૂછપરછ દરમિયાન અભિજિતે જણાવ્યું હતું કે દિવ્યા પાસે તેના કેટલાક અશ્લીલ ફોટા હતા, જેનાથી તે તેને બ્લેકમેઇલ કરતી હતી અને પૈસાની માગ કરતી હતી. જ્યારે તેણે ફોટો ડિલિટ કરવાનું કહ્યું ત્યારે દિવ્યાએ મોબાઈલનો પાસવર્ડ આપ્યો ન હતો. એ બાદ તેણે દિવ્યાને ગોળી મારી દીધી હતી.
4. ગુરુગ્રામ પોલીસને ખબર પડી કે દિવ્યાના મૃતદેહને લઈ જનારી વ્યક્તિ મોહાલીના બલરાજ ગિલ અને હિસારના રવિ બંગા હતા. દિવ્યાની હત્યા કર્યા બાદ અભિજિતે બલરાજને ફોન કર્યો હતો. જે રવિને સાથે લાવ્યો અને બંને જણા બીએમડબ્લ્યુમાં દિવ્યાની લાશ સાથે રવાના થયા.
5. 4 જાન્યુઆરીના રોજ પોલીસે પંજાબના પટિયાલાના બસ સ્ટેન્ડમાંથી ત્યજી દેવાયેલા મૃતદેહના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી BMW પરત મેળવી હતી. જોકે અંદરથી દિવ્યાની ડેડબોડી મળી ન હતી.
6. મોડલ મર્ડર કેસ સાથે જોડાયેલા વધુ 3 વીડિયો સામે આવ્યા. પહેલા વીડિયોમાં દિવ્યા હોટલના રિસેપ્શન પર અભિજિત અને અન્ય વ્યક્તિ સાથે ઊભી અને પછી રૂમમાં જતી જોવા મળી હતી. બીજામાં, અભિજિત મૃતદેહને તેના મિત્રોને સોંપીને આવતો દેખાય છે. ત્રીજામાં હોટલના નોકરો દિવ્યાના મૃતદેહને ખેંચતા જોવા મળે છે.
7. દિવ્યાના મૃતદેહને લઈ જઈ રહેલા બલરાજ ગિલની 11 જાન્યુઆરીએ કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તે વિદેશ ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો. તેની પૂછપરછ કરતાં જ દિવ્યાના મૃતદેહ અંગેનો સુરાગ મળ્યો હતો.