દિલ્હી13 કલાક પેહલા
- કૉપી લિંક
CBIએ ફેબ્રુઆરી 2023માં સિસોદિયાની ધરપકડ કરી હતી. બાદમાં EDએ તેમને કસ્ટડીમાં લીધા હતા
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 12 દિવસ લંબાવવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 18 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો નિર્ણય કર્યો છે.
હકીકતમાં, લિકર પોલિસી કેસના સંબંધમાં તિહાર જેલમાં બંધ સિસોદિયાની કસ્ટડી આજે (6 એપ્રિલ) સમાપ્ત થઈ રહી હતી. જેના કારણે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
અગાઉ તેમની જામીન અરજી પર 2 એપ્રિલે સુનાવણી થઈ હતી. ત્યારે સિસોદિયાએ કોર્ટને કહ્યું હતું કે મને જેલમાં રાખવાનો કોઈ ફાયદો નથી. દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મારી સામેની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. મારા તરફથી તપાસમાં અવરોધ કે પુરાવાનો નાશ કરવાની કોઈ શક્યતા નથી.
સિસોદિયાએ વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલને એમ પણ કહ્યું કે જો કોર્ટ તેમને જામીન આપવાનો નિર્ણય કરે છે, તો તેઓ કોર્ટની કોઈપણ શરતોનું પાલન કરવા તૈયાર છે. સિસોદિયા લિકર પોલિસી કેસમાં 26 ફેબ્રુઆરી 2023થી જેલમાં છે. તેઓ હાલમાં તિહારમાં બંધ છે.
જામીનની સુનાવણીના એક દિવસ પહેલા આ પત્ર બહાર આવ્યો હતો

સિસોદિયાએ 15 માર્ચે પોતાના વિધાનસભા ક્ષેત્ર પટપરગંજના લોકોને એક પત્ર લખ્યો હતો.
જામીન અરજી પર સુનાવણીના એક દિવસ પહેલા શુક્રવારે (5 એપ્રિલ) સિસોદિયાનો એક પત્ર પ્રકાશમાં આવ્યો હતો. તેમણે આ પત્ર 15 માર્ચે પોતાના વિધાનસભા ક્ષેત્ર પટપરગંજના લોકોને લખ્યો હતો. જો કે, આમ આદમી પાર્ટીએ તેને તેના X પ્લેટફોર્મ પર 5 એપ્રિલે રિલીઝ કર્યો હતો.