- Gujarati News
- National
- Heavy Rain Alert In 38 Districts Of MP Including Bhopal Jabalpur; 4 Rivers Flooded In UP, 190 Villages Flooded
નવી દિલ્હી6 મિનિટ પેહલા
- કૉપી લિંક
કાશીમાં ગંગાનું જળસ્તર વધવાને કારણે 85 ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
હવામાન વિભાગે સોમવારે (16 સપ્ટેમ્બર) 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના છે.
મધ્યપ્રદેશમાં ભોપાલ અને જબલપુર સહિત 38 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.તેમજ આવતીકાલથી રાજસ્થાનના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 5 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે સરયૂ, શારદા, ગંગા અને ઘાઘરા નદીઓ માં પૂર આવ્યું છે. વારાણસીમાં પૂરથી 25 હજાર લોકો અસરગ્રસ્ત થયા છે. ગંગામાં 85 ઘાટ ડૂબી ગયા છે.
લખીમપુરમાં શારદા નદી ભયજનક નિશાનથી ઉપર વહી રહી હોવાને કારણે 170 ગામોમાં 1 લાખ લોકો ફસાયેલા છે. ગોંડામાં ઘાઘરા નદીમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા છે. અહીંના 20 ગામોમાં પૂર આવ્યું છે.
હિમાચલમાં ચોમાસામાં અત્યાર સુધીમાં 171 લોકોના મોત થયા હિમાચલ પ્રદેશમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ ચાલુ રહેશે. બુધવારે (18 સપ્ટેમ્બર) રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી છે. આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 171 લોકોના મોત થયા છે. 30 લોકો હજુ પણ ગુમ છે.
દેશભરના હવામાનની તસવીરો…

વારાણસીમાં સિઝનમાં પહેલીવાર ગંગા ભયજનક સપાટીને પાર વહી રહી છે. 85 ઘાટ ડૂબી ગયા છે.

પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓમાં પૂર આવ્યું છે. પાણી ભરાવાને કારણે લોકો ઘર છોડીને સલામત સ્થળે પહોંચી રહ્યા છે.

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

કાશીમાં ગંગાનું જળસ્તર વધવાને કારણે 85 ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

પશ્ચિમ બંગાળના નાદિયામાં રવિવારે ભારે વરસાદ થયો હતો. આજે પણ અહીં વરસાદનું એલર્ટ છે.
17 સપ્ટેમ્બરે 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- હવામાન વિભાગે 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
- પૂર્વ મધ્ય પ્રદેશમાં ખૂબ ભારે વરસાદ (12 સે.મી. સુધી) થવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઉત્તરાખંડમાં ભારે વરસાદ (7 સેમી) ની શક્યતા છે.
આ વખતે ચોમાસું સામાન્ય કરતાં વધુ 16 દિવસ એક્ટિવ રહેશે
- સામાન્ય રીતે, ચોમાસું 18 સપ્ટેમ્બર પછી પશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાય લેવાનું શરૂ કરે છે, પરંતુ આ વખતે તે લગભગ 16 વધુ દિવસ એક્ટિવ રહેવાની સંભાવના છે.
- આનો અર્થ એ થયો કે દેશમાં સપ્ટેમ્બરના અંત સુધી ભારે વરસાદ પડી શકે છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબરમાં વરસાદની શક્યતા છે.
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસામાં અત્યાર સુધીમાં 108 ટકા અથવા 8 ટકા વધુ વરસાદ થયો છે. આમ છતાં, દેશના લગભગ ચોથા ભાગમાં એટલે કે 185 જિલ્લાઓમાં (26%) દુષ્કાળની સ્થિતિ છે.
- 68 જિલ્લાઓ એવા છે કે જ્યાં સામાન્ય કરતાં 60% વરસાદ પડ્યો છે, જેમાંથી 19 એકલા રાજસ્થાનમાં છે. સૌથી વધુ અસરગ્રસ્ત ઉત્તર પ્રદેશ (30 જિલ્લા), બિહાર (25), ઝારખંડ (11), ઓડિશા (11), પંજાબ (15) છે.
ચોમાસું વધુ 16 દિવસ એક્ટિવ રહેવાનું કારણ
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ડિપ્રેશન સર્જાયું છે. તે ઉત્તરાખંડ તરફ આગળ વધી રહ્યું છે. તેની અસર હિમાચલ પ્રદેશના કેટલાક ભાગો પર પણ પડશે.
- દક્ષિણ બાંગ્લાદેશ નજીક એક નવું લો પ્રેશર વિસ્તાર છે, જે 2 દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિઝનની આ ચોથી ડિપ્રેશન હશે. જેના કારણે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વરસાદ પડશે.
રાજ્યોના હવામાન સમાચાર…
મધ્યપ્રદેશઃ ભોપાલ-જબલપુર સહિત 38 જિલ્લામાં એલર્ટ, રાજ્યમાં સામાન્ય કરતાં 8% વધુ વરસાદ

બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલા લો પ્રેશર વિસ્તાર અને ચોમાસાને કારણે સમગ્ર મધ્યપ્રદેશ આગામી 3 દિવસ સુધી વરસાદી માહેલ રહેશે. આ સિસ્ટમની અસર રાજ્યના પૂર્વ વિસ્તારમાં વધુ જોવા મળશે. સોમવારે ભોપાલ અને જબલપુર સહિત 38 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. ઈન્દોર અને ઉજ્જૈન ડિવિઝનમાં પણ વરસાદ પડી શકે છે.
રાજસ્થાનઃ આવતીકાલથી ફરી વરસાદની મોસમ શરૂ થશે, ભરતપુર ડિવિઝનના જિલ્લાઓમાં ચોમાસું એક્ટિવ થશે

રાજસ્થાનમાં ત્રણ દિવસથી નબળું પડેલું ચોમાસું 17 સપ્ટેમ્બરથી ફરી એક્ટિવ થશે. 17 થી 19 સપ્ટેમ્બર સુધી ભરતપુર, કોટા અને જયપુર ડિવિઝનના ઘણા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓ આને આ ચોમાસાની સિઝનનો છેલ્લો વરસાદ ગણી રહ્યા છે.