37 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્રના જલગાંવમાં બે જૂથો વચ્ચે પથ્થરમારોનો મામલો સામે આવ્યો છે. શિવસેનાના મંત્રી ગુલાબરાવ પાટીલના પરિવારને લઈ જઈ રહેલા વાહન દ્વારા હોર્ન વગાડવાને લઈને બે જૂથો વચ્ચે તણાવ વધી ગયો હતો. મળતી માહિતી મુજબ, જલગાંવ જિલ્લાના પાલધી ગામમાં મંગળવારે રાત્રે પથ્થરમારો અને આગચંપીનો એક બનાવ બન્યો હતો.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મંત્રી ગુલાબરાવ પાટીલના પરિવારને લઈ જઈ રહેલા વાહનના ડ્રાઈવરે હોર્ન વગાડતા લોકો ગુસ્સે થયા હતા. આ પછી ગ્રામજનો અને પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને દુકાનો અને વાહનોને આગ ચાંપી હતી. જલગાંવના ઘણા વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે લગભગ 25 લોકો સામે કેસ નોંધ્યો છે અને લગભગ 10 લોકોની અટકાયત કરી છે.
આજ સાંજ સુધી કર્ફ્યૂ જલગાંવની એએસપી કવિતા નેરકરે જણાવ્યું કે, વિસ્તારમાં શાંતિ જાળવવા માટે ગામમાં બુધવાર સાંજ સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. ગ્રામજનોને કાયદાની વિરુદ્ધ ન જવા અને શાંતિ જાળવવા અપીલ છે. તેમણે કહ્યું કે, મંગળવારે રાત્રે ધરણ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળના પરડા ગામમાં બે જૂથો વચ્ચે નજીવી તકરાર પર ઝઘડો થયો હતો, જેમાં કેટલીક દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
તેમણે કહ્યું કે આ પછી મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. આ મામલે 20 થી 25 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ગત મહિને પરભણી શહેરમાં કલેક્ટર કચેરીની સામે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ રાખવામાં આવેલી બંધારણની નકલ તોડીને રોષ ફાટી નીકળ્યો હતો. આ પછી પરભણીમાં હિંસાએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ વિવિધ સ્થળોએ પથ્થરમારો કર્યો હતો. રસ્તા પરની દુકાનો અને કાર પણ સળગાવી દેવામાં આવી હતી.