નવી દિલ્હી28 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે (2 મે) એક અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર અને દિલ્હી સરકારને ન્યાયિક સેવા અધિકારીઓ માટે મકાનોની પૂરતી વ્યવસ્થા કરવા નોટિસ પાઠવી છે.
જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની બેંચે આ મામલે ભારત સરકાર, કાયદા અને ન્યાય મંત્રાલય, દિલ્હી સરકારના મુખ્ય સચિવ અને રજિસ્ટ્રાર જનરલ પાસેથી જવાબ માંગ્યો છે.
કેસની આગામી સુનાવણી 16 જુલાઈએ થશે.
અરજીમાં દલીલ – અડધા અધિકારીઓ પાસે સરકારી ઘર નથી
જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન દિલ્હીએ અરજી કરતી વખતે કોર્ટને જણાવ્યું હતું કે હાલમાં દિલ્હીમાં ન્યાયિક અધિકારીઓની કુલ સંખ્યા 823 છે, પરંતુ આ અધિકારીઓ માટે માત્ર 347 મકાનો છે.
આ આંકડા દર્શાવે છે કે દિલ્હીમાં ન્યાયિક અધિકારીઓ માટે સરકારી આવાસ મેળવવાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ સમસ્યા જૂની છે અને હવે આ માંગણી પૂરી કરવાનો સમય આવી ગયો છે.
અરજદારે જણાવ્યું હતું કે 1958ના 14મા કાયદા પંચના અહેવાલમાં ન્યાયિક અધિકારીઓ માટે સરકારી આવાસની અછત અને અધિકારીઓને ભાડાના આવાસમાં રહેવા મજબુર થયા હોવા અંગે જણાવ્યું હતું.
અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે આજે પણ પરિસ્થિતિ બદલાઈ નથી. સારું મકાન મેળવવા માટે અધિકારીઓને તણાવ અને દબાણની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.

ભાડાના મકાન માટે આપવામાં આવતું ભથ્થું બજાર દર કરતાં ઘણું ઓછું છે
અધિકારીઓને ભાડાના ઘર માટે મૂળ પગારના 27% ચૂકવવામાં આવે છે, જે વર્તમાન બજાર દર કરતા ઘણો ઓછો છે. અરજદારે કહ્યું કે જે અધિકારીઓ તેમના પરિવાર સાથે રહે છે તેમને ઘર બાબતે વધુ પરેશાન રહેવું પડે છે. ઘણા અધિકારીઓ ફરીદાબાદ, નોઈડા અને ગાઝિયાબાદ જેવા દૂરના વિસ્તારોમાં રહેવા મજબૂર છે.
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય અને રાજ્ય સેવા અધિકારીઓ માટે જાહેર કરાયેલા રહેઠાણોની સંખ્યા ન્યાયિક અધિકારીઓ કરતાં ઘણી વધારે છે. આવી સ્થિતિમાં, જ્યાં સુધી આવાસની જરૂરી વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી ન્યાયિક અધિકારીઓને કેન્દ્રીય અને સ્ટેટ સર્વિસના આવાસમાં રહેવાની મંજૂરી આપવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો…
‘ગો હેંગ યોરસેલ્ફ’ કહેવું આત્મહત્યા માટે ઉશ્કેરવું નથી

કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે ‘ગો હેંગ યોરસેલ્ફ’ એવું કહેવું આત્મહત્યા માટે ઉશ્કેરતું નિવેદન ન કહી શકાય.
જસ્ટિસ એમ નાગ પ્રસન્નાએ ઉડુપીના એક પૂજારીની આત્મહત્યાના કેસની સુનાવણી દરમિયાન આ વાત જણાવી હતી.