નવી દિલ્હી52 મિનિટ પેહલા
- કૉપી લિંક
CAGનો રિપોર્ટ 11 જાન્યુઆરીએ મીડિયામાં લીક થયો હતો. જેમાં સરકારને 2026 કરોડ રૂપિયાની આવકનું નુકસાન થવાનું કહેવામાં આવ્યું હતું.
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા આવેલા CAGના રિપોર્ટનો મુદ્દો હવે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ભાજપના ધારાસભ્યોએ CAGના રિપોર્ટ પર વિધાનસભામાં ચર્ચા કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના પર સોમવારે કોર્ટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું- CAGના રિપોર્ટ પર વિચાર કરવામાં જે રીતે દિલ્હી સરકારે પોતાની પાછી પાની કરી છે, તે તેની પ્રમાણિકતા પર શંકા ઉપજાવે છે. દિલ્હી સરકારે CAGનો રિપોર્ટ તરત જ સ્પીકરને મોકલવો જોઈએ અને ગૃહમાં ચર્ચા શરૂ કરવી જોઈતી હતી. કોર્ટે કહ્યું કે તે આ મામલે આજે બપોરે 2.30 વાગ્યે સુનાવણી કરશે.
ખરેખરમાં 11 જાન્યુઆરીએ દિલ્હી સરકારના નિર્ણયો અંગે CAGનો રિપોર્ટ લીક થયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમાં 14 કેસ છે જેમાં લીકર પોલિસીના નિર્ણયો પણ સામેલ છે. જેમાં લીકર પોલિસીને કારણે સરકારને 2026 કરોડ રૂપિયાની આવકનું નુકસાનની વાત કહેવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લીકર પોલિસીમાં ઘણી ગેરરીતિઓ હતી, જેમાં લાયસન્સ આપવામાં આવતી ખામીઓ પણ સામેલ છે.
નવી લિકર પોલિસી 2021માં દિલ્હીમાં લાગુ કરવામાં આવી હતી. લાયસન્સ આપવા બાબતે અનેક પ્રશ્નો ઉભા થયા હતા. પોલિસી પાછી ખેંચવી પડી. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. બંને જેલમાં પણ ગયા. સીએમ અને ડેપ્યુટી સીએમ પદ છોડવું પડ્યું. હાલ જામીન પર બહાર છે.
CAGનો રિપોર્ટ… તેમાં લીકર પોલિસીના નિર્ણયનો પણ ઉલ્લેખ છે
CAGના રિપોર્ટમાં લીકપ પોલિસી વિશે શું-શું છે…
- AAP સરકારે ન તો કેબિનેટની મંજૂરી લીધી કે ન તો નવી લીકર પોલિસીને રદ કરવાના નિર્ણયમાં લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી અભિપ્રાય માંગ્યો.
- કોવિડ પ્રતિબંધોને કારણે, કેબિનેટની મંજૂરી લીધા વિના છૂટક લાયસન્સ ધારકોને જાન્યુઆરી 2022 માટે લાઇસન્સ ફી તરીકે 144 કરોડ રૂપિયાની મુક્તિ આપવામાં આવી હતી.
- જે વોર્ડમાં દારૂની શોપની છૂટ ન હતી. ત્યાં દારૂની શોપના લાયસન્સ આપવામાં આવ્યા હતા. આ નિર્ણય પણ લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી વગર લેવામાં આવ્યો હતો.
- ડેપ્યુટી સીએમ જે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેણે એક્સપર્ટ પેનલના સૂચનોને ફગાવી દીધા હતા.
- કેબિનેટે પોલિસીને મંજૂરી આપી દીધી હતી અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પર તત્કાલિન લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી પણ લેવામાં આવી ન હતી.
- રિપોર્ટ મુજબ, ફરિયાદો છતાં દરેકને હરાજી માટે બોલી લગાવવાની મંજુરી આપવામાં આવી હતી. જેમને નુકસાન થયું હતું તેમને પણ લાયસન્સ આપવામાં આવ્યા હતા અથવા રિન્યુ કરવામાં આવ્યા હતા.
21 ડિસેમ્બરે LGએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી 21 ડિસેમ્બરે દિલ્હીના એલજી વીકે સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને લીકર પોલિસી મામલે અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજુરી આપી હતી. 5 ડિસેમ્બરે EDએ કેજરીવાલ સામે ટ્રાયલ ચલાવવા માટે LG પાસે મંજુરી માંગી હતી.
EDએ આ વર્ષે માર્ચમાં પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. 4 કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલને આ કેસમાં જામીન મળી ગયા, પરંતુ ED ટ્રાયલ શરૂ કરી શક્યું નહીં.