નવી દિલ્હી3 મિનિટ પેહલા
- કૉપી લિંક
PM મોદીએ મન કી બાતના 108મા એપિસોડમાં ફિટ ઈન્ડિયા અભિયાનની ચર્ચા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાતના 108મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મોદીએ કાર્યક્રમમાં મુખ્યત્વે ફિટ ઈન્ડિયા અભિયાનની ચર્ચા કરી હતી. તેમણે ચેસના ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ અને અભિનેતા અક્ષય કુમારની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગેની ટીપ્સ પણ સાંભળાવી હતી.
પીએમે 108મા એપિસોડની શરૂઆત 108 નંબરનું મહત્વ સમજાવીને કરી હતી. તેમણે કહ્યું કે અહીં 108 નંબરનું મહત્વ અને તેની પવિત્રતા ઊંડા અભ્યાસનો વિષય છે. મંત્રનો જાપ 108 વાર કરવામાં આવે છે. મંદિરોમાં 108 સીડીઓ હોય છે. એટલા માટે આ એપિસોડ મારા માટે વધુ ખાસ બની ગયો છે.
આ પછી મોદીએ ફિટ ઈન્ડિયા, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને પોષણ પર લાંબી ચર્ચા કરી હતી. તેમણે કહ્યું- ભારતના પ્રયાસોને કારણે 2023ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવામાં આવ્યું.
મોદીએ આખરે શ્રી રામના ભજનને સોશિયલ મીડિયા પર શેર કરવાની અપીલ કરી. તેમણે કહ્યું- લોકોએ તેમની રચનાઓ શ્રી રામ ભજન હેશટેગ સાથે શેર કરવું જોઈએ. તેનાથી દેશના તમામ લોકો રામમય થઈ જશે.
અક્ષય કુમારે કહ્યું- તમારી જીવનશૈલી ફિલ્મ સ્ટારની બોડીને જોઈને ન બદલો
મન કી બાત કાર્યક્રમમાં, ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે કહ્યું, ‘હું ફિટનેસ માટે જેટલો ઉત્સાહી છું તેના કરતાં હું પ્રાકૃતિક રીતે ફિટ રહેવા માટે વધુ ઉત્સાહી છું. મને આ ફેન્સી જીમ કરતાં પણ મને બહાર તરવું, બેડમિન્ટન રમવું, સીડીઓ ચડવી, માટીમાં કસરત કરવી અને સારો હેલ્ધી ફૂડ ખાવું ગમે છે. હું માનું છું કે જો શુદ્ધ ઘી યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો તેનાથી આપણને ફાયદો થાય છે, પરંતુ આજકાલ ઘણા યુવાનો ચરબીથી જાડા થઈ જવાના ડરથી ઘી ખાતા નથી. આપણી ફિટનેસ માટે શું ખરાબ છે અને શું સારું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. તમારી જીવનશૈલીને ડૉક્ટરની સલાહ મુજબ બદલો, ફિલ્મ સ્ટારની બોડીને જોઈને નહીં. તમે જેવો દેખાશો, તેને ખુશીથી સ્વીકારો. આજ પછી ફિલ્ટરવાળી લાઈફ ન જીવો, ફિટરવાળી લાઈફ જીવો.
અક્ષય કુમારે કહ્યું કે ‘આજકાલ ઘણા લોકો સ્ટેરોઇડ્સ લઈને પોતાની બોડી બનાવે છે. આવા શોર્ટકટથી શરીર બહારથી ફૂલી જાય છે પણ અંદરથી નબળું રહે છે. યાદ રાખો, તમારે શોર્ટ કટ નહીં પરંતુ લાંબા ગાળાની ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ.
વિશ્વનાથન આનંદે કહ્યું- રાત્રે ઓછામાં ઓછી 7-8 કલાકની ઉંઘ જરુરથી પુરી કરો ચેસના ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદે જણાવ્યું કે ચેસ રમવા માટે ધ્યાન અને ધીરજ જરુરી હોય છે. એટલા માટે યોગ, કાર્ડિયો, સ્ટ્રેચિંગ, વેટ ટ્રેનિંગ લેવી જરુરી છે. મારી ટીપ્સ છે કે રાત્રે ઓછામાં ઓછી 7-8 કલાકની ઉંઘ જરુરથી પુરી કરો.
મોદીએ ગુજરાતની ડાયરા પરંપરાને યાદ કરી
ગુજરાતમાં ડાયરાની પરંપરા છે. મનોરંજન સાથે જ્ઞાન મેળવવા માટે હજારો લોકો આખી રાત ડાયરો સાંભળે છે. આ ડાયરીમાં લોકસંગીત, લોકસાહિત્ય અને રમૂજની ત્રિપુટી દરેકના મનને આનંદથી ભરી દે છે. ભાઈ જગદીશ ત્રિવેદીજી આ ડાયરાના પ્રખ્યાત કલાકાર છે. હાસ્ય કલાકાર તરીકે ભાઈ જગદીશ ત્રિવેદીજીએ 30 વર્ષથી વધુ સમયથી પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો છે. 2017થી, જગદીશે વિવિધ સામાજિક કાર્યો પર લગભગ 9.25 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હાસ્ય કલાકાર પોતાની વાતથી બધાને હસાવે છે, પરંતુ તે અંદરથી કેટલો સંવેદનશીલ છે તે જદગીશ ત્રિવેદીના જીવન પરથી સ્પષ્ટ થાય છે.
પીએમ મોદીએ 2023ની ભારતની સિદ્ધિઓ ગણાવી
2023ની ચર્ચા કરતી વખતે પીએમએ કહ્યું- આ વર્ષમાં નારી શક્તિ વંદન બિલ પણ પાસ થયું હતું. નાટો-નાટો ગીતને ઓસ્કાર મળ્યો. આ વર્ષે ખેલાડીઓએ પણ દેશનું નામ રોશન કર્યું છે. ઉપરાંત, ભારત એક ઈનોવેશન હબ બની રહ્યું છે. આજે આપણે વૈશ્વિક ઈન્ડેક્સ રેન્કમાં 40મા ક્રમે છીએ.
PMએ 2019માં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 ઓગસ્ટ 2019ના રોજ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરી હતી. આ દિવસે સ્પોર્ટ્સ ડે પણ ઉજવવામાં આવે છે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનો ઉદ્દેશ્ય દેશના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના જીવનમાં શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે.
પહેલો મન કી બાત એપિસોડ 2014માં પ્રસારિત થયો હતો
મન કી બાતનો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત થયો હતો. પ્રથમ એપિસોડની સમય મર્યાદા 14 મિનિટ હતી. જૂન 2015માં તેને વધારીને 30 મિનિટ કરવામાં આવી હતી. મન કી બાતનો 100મો એપિસોડ 30 એપ્રિલ 2023ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. મન કી બાત કાર્યક્રમ 23 ભાષાઓ અને 29 બોલીઓમાં પ્રસારિત થાય છે. તે ફ્રેન્ચ, પશ્તો, ચાઇનીઝ સહિત 11 વિદેશી ભાષાઓમાં પણ પ્રસારિત થાય છે.
આ સમાચાર પણ વાંચો…
મોદીની અપીલ – 22 જાન્યુઆરીએ અયોધ્યા ન આવોઃ સુરક્ષાને ટાંકીને કહ્યું- 550 વર્ષ રાહ જોઈ, થોડા દિવસ વધુ રાહ જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચ્યા હતા. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ આપણા જીવનમાં ખૂબ જ સદભાગ્યે આવી છે. હું ભારતના 140 કરોડ દેશવાસીઓને હાથ જોડીને પ્રાર્થના કરું છું… જ્યારે 22 જાન્યુઆરીએ ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થાય, ત્યારે ઘરે રામ જ્યોતિ પ્રગટાવો અને દિવાળી મનાવો.
PMએ 26/11ની 15મી વર્ષગાંઠ પર આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- અમે આતંકવાદને કચડી રહ્યા છીએ
PM મોદીએ 26 નવેમ્બરે રેડિયો કાર્યક્રમ મન કી બાતના 107મા એપિસોડમાં 26/11ના હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે આપણે 26 નવેમ્બરને ક્યારેય ભૂલી શકતા નથી. આ દિવસે દેશ પર સૌથી જઘન્ય હુમલો થયો હતો.