બેંગ્લોર5 મિનિટ પેહલા
- કૉપી લિંક
સંબંધીઓ સાથે બહાર જતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો.
કર્ણાટકના દાવણગેરે વિસ્તારમાં 38 વર્ષીય મહિલાસાથે કેટલાક લોકોએ મારપીટ કરી હતી. આ ઘટના 9 એપ્રિલના રોજ બની હતી. પીડિતા શબીના બાનુ અને તેના પતિ જમીલ અહેમદ ઉર્ફે શમીર વચ્ચે ઘરે ઝઘડો થયો હતો. જે બાદ અહેમદે સ્થાનિક મસ્જિદમાં તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
7 એપ્રિલના રોજ, પીડિતા શબીના બાનુના સંબંધી નસરીન અને ફયાઝ તેના ઘરે આવ્યા હતા, જેમની સાથે શબીના પણ ફરવા ગઈ હતી. અહેમદને આ ગમ્યું નહીં અને તેણે ગુસ્સે થઈને તેની પત્ની, નસરીન અને ફયાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. બે દિવસ પછી, 9 એપ્રિલના રોજ, ત્રણેયને મસ્જિદમાં બોલાવવામાં આવ્યા હતા.
જ્યારે તેઓ મસ્જિદ પહોંચ્યા, ત્યારે 6 માણસોના ગ્રુપે બહાર શબીના પર લાકડીઓ અને પાઇપથી મારપીટ કરી, જેમાં તેણી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. હુમલાખોરોએ પથ્થરના ઘા કરીને પણ તેમને મારવા માટેના પ્રયાસ કર્યા હતા.
આરોપીઓની ઓળખ મોહમ્મદ નિયાઝ (32), મોહમ્મદ ગૌસપીર (45), ચાંદ બાશા (35), દસ્તગીર (24), રસૂલ ટીઆર (42) અને ઇનાયત ઉલ્લાહ (51) તરીકે થઈ છે.
ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ તમામ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ બધા સામે કાવતરું, હુમલો અને હત્યાના પ્રયાસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આખી ઘટના 4 વીડિયોમાં…

કેટલાક લોકો હાથમાં પાઇપ અને લાકડીઓ પકડીને જોવા મળે છે.

પીડિતાનો હાથ પકડીને તેને માર મારવામાં આવ્યો હતો.

મહિલા ટોળા વચ્ચે ઘેરાયેલી હતી.

એક પુરુષ હાથમાં પથ્થર ઉપાડે છે અને મહિલાને મારવાનો પ્રયાસ કરે છે.
હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતી પર હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો
12 એપ્રિલના રોજ, બેંગલુરુના એક પાર્કમાં એક હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતી પર હુમલો અને ધમકાવવાનો મામલો સામે આવ્યો હતો. બંને સ્કૂટર પર બેઠા હતા. પછી કેટલાક છોકરાઓએ તેને ઘેરી લીધા અને સવાલ- જવાબ કરીને વીડિયો રેકોર્ડ કરવા લાગ્યા હતા. છોકરાઓએ બંને યુવક-યુવતીને માર માર્યો હતો.
તેમણે યુવતીને પૂછ્યું, ‘તું બુરખો પહેરીને હિન્દુ છોકરા સાથે બાઇક પર કેમ બેઠી છે?’ તને શરમ નથી આવતી? આરોપીએ યુવતી પાસેથી તેના પરિવારના સભ્યનો નંબર માંગ્યો. જ્યારે તેણે નંબર આપવાની ના પાડી, ત્યારે તેમણે યુવતીને ધમકી આપી. આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓ વસીમ, મન્સૂર, આફ્રીદ, માહીન અને એક સગીરની ધરપકડ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ ઘટના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું હતું. કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગેએ કહ્યું હતું કે આ યુપી-બિહાર કે મધ્યપ્રદેશ નથી. આ એક પ્રગતિશીલ રાજ્ય છે. આવા કૃત્યો અહીં સહન કરવામાં આવશે નહીં. આના પર યુપી ભાજપે કહ્યું હતું કે- કોંગ્રેસ યુપીમાં ક્યારેય સરકાર બનાવી શકશે નહીં.