- Gujarati News
- National
- IMD Monsoon Weather Update; Rainfall Alert | Rajasthan MP UP Delhi NCR Kerala Delhi Forecast
નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
હવામાન વિભાગ (IMD) એ દેશનાં 25 રાજ્યોમાં આજે અને આગામી 5 દિવસમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, ઝારખંડ, દક્ષિણ અને ઉત્તર-પૂર્વના રાજ્યોનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું હવે દેશના લગભગ તમામ રાજ્યોમાં પહોંચી ગયું છે. આગામી ત્રણ દિવસમાં તે રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના બાકીના ભાગોને પણ આવરી લેશે. જૂનમાં દેશભરમાં 165.3 મિમીને બદલે 147.2 મિમી વરસાદ નોંધાયો હતો. આ સામાન્ય કરતાં 11% ઓછું છે.
લોનાવાલા ડેમ દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકો પાણીમાં તણાયા
પૂણેના લોનાવલામાં એક ભયંકર દુર્ઘટના ઘટી જેમાં આખો પરિવાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ અકસ્માતમાં 36 વર્ષની મહિલા અને તેની 13 અને 8 વર્ષની બે દીકરીનું પણ મોત થયું હતું. માનવામાં આવી રહ્યું છે કે આખો પરિવાર ભૂશી ડેમ જોવા આવ્યો હતો, વરસાદની મોસમ હતી, તેથી બાળકોના આગ્રહ પર મુલાકાત લેવાનો પ્લાન હતો.
મહારાષ્ટ્રના ઉત્નાગીરી જિલ્લાના ચિપલુનમાં સ્થિત શિવ નદીમાં મગરોની સંખ્યા વધી છે. વરસાદની સિઝનમાં નદી ભરાઈ જવાના કારણે મગરો રસ્તાઓ અને વસાહતો તરફ આવી રહ્યા છે. રવિવારે લોનાવલાના ભૂશી ડેમમાં એક જ પરિવારના 5 લોકો વહી ગયા હતા. જેમાં એક મહિલા, 13 વર્ષની છોકરી, બે 6 વર્ષની છોકરીઓ અને 4 વર્ષનો છોકરો સામેલ છે. ત્રણના મૃતદેહ મળી આવ્યા છે.
કેવી રીતે ઘટી આ દુર્ઘટના?
પહેલા એક છોકરી નદીમાં પડી, મહિલા તેને બચાવવા માટે કૂદી પડી. એક પછી એક બધાં નદીમાં કૂદી પડ્યાં અને બધા જ વહી ગયાં. હાલમાં રાહત કામગીરી ચલાવી રહેલી ટીમને પાણીમાંથી મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. બાકીનાં બાળકોની શોધ હજુ ચાલુ છે. આશ્ચર્યની વાત એ છે કે તમામ પ્રવાસીઓને પહેલાંથી જ ખબર હતી કે ભૂશી ડેમ હાલમાં ઓવરફ્લો થઈ રહ્યો છે અને સતત વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યું છે, પરંતુ તેમ છતાં ન તો વહીવટી તંત્રએ કોઈ ધ્યાન આપ્યું કે ન તો પ્રવાસીઓએ આ તરફ કોઈ ધ્યાન આપ્યું.
મહારાષ્ટ્રના ચિપલુણમાં મગર રસ્તા પર ફરતો દેખાયો
મહારાષ્ટ્રના રત્નાગીરીના ચિપલુણમાં એક મગર રસ્તા પર ચાલતો જોવા મળ્યો હતો. ચિપલુણના ચિંચનાકા વિસ્તારમાં મગરનો રોડ પર રખડતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. શિવ નદીમાંથી મગર રોડ પર આવી ગયો હોવાની આશંકા છે. વાસ્તવમાં અહીંની શિવ નદીમાં મોટી સંખ્યામાં મગરો રહે છે. રોડ પર મગર ફરતા હોવાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
દેશમાં સતત ત્રીજા વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ
દેશના જુદા જુદા ભાગોમાં બે-ત્રણ દિવસથી મુશળધાર વરસાદને કારણે, ગયા ગુરુવાર (27 જૂન) સુધી જૂનમાં વરસાદની 19% ખાધ રવિવારે (30 જૂન) ઘટીને 11% થઈ ગઈ. સામાન્ય રીતે 29 જૂન સુધી 165.3 મિમી વરસાદ હોવો જોઈએ, પરંતુ 147.2 મિમી વરસાદ થયો છે. આ ત્રીજું વર્ષ હશે જ્યારે જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. 10 વર્ષમાં માત્ર ચાર વખત જ એવું બન્યું છે કે સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો હોય.
દેશભરમાં હવામાનની તસવીરો…

લોનાવલાના ભૂશી ડેમમાં એક મહિલા અને 4 બાળકો વહી ગયાં. જેમાંથી 3ના મૃતદેહ મળ્યા

હાઇ ટાઇડ જોવા માટે રવિવારે મોટી સંખ્યામાં લોકો મુંબઇના મરીન ડ્રાઇવ પર એકઠા થયા

ગુજરાતના અમદાવાદમાં વરસાદને કારણે રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

SDRFએ હરિદ્વારમાં પૂરમાં વહી ગયેલાં વાહનોને ખારખરી નાળામાંથી બહાર કાઢ્યાં.

પશ્ચિમ બંગાળ અને સિક્કિમને જોડતો નેશનલ હાઈવે 10 દાર્જિલિંગમાં બંધ કરાયો

બિહારના જહાનાબાદમાં રવિવારે એક કાર અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી ફસાઈ ગઈ
ચોમાસું ક્યાં પહોંચ્યું?
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 19 મેના રોજ નિકોબાર પહોંચ્યું હતું. આ વખતે ચોમાસું કેરળમાં બે દિવસ વહેલું એટલે કે 30મી મેના રોજ પહોંચ્યું હતું. તે જ દિવસે ઉત્તર-પૂર્વનાં રાજ્યોને પણ આવરી લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ 12 થી 18 જૂન (6 દિવસ) સુધી ચોમાસું બંધ થયું. ચોમાસું 6 જૂને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું હતું અને 11 જૂને ગુજરાતમાં પ્રવેશ્યું હતું.
12 જૂન સુધીમાં ચોમાસાએ કેરળ, કર્ણાટક, ગોવા, આંધ્રપ્રદેશ અને તેલંગાણાને સંપૂર્ણપણે આવરી લીધું હતું. તે દક્ષિણ મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો, દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને તમામ ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં પણ પહોંચી ગયું હતું.
18 જૂન સુધીમાં ચોમાસું મહારાષ્ટ્રના જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, છત્તીસગઢના બીજાપુર, સુકમા, ઓડિશાના મલકાનગીરી અને આંધ્રપ્રદેશના વિઝિયાનગરમાં પહોંચી ગયું હતું. જોકે આ પછી ચોમાસું બંધ થઈ ગયું હતું. 21 જૂને ચોમાસું ડિંડોરી થઈને મધ્યપ્રદેશ પહોંચ્યું હતું અને 23 જૂને ગુજરાતમાં આગળ વધ્યું હતું.
ચોમાસું 25 જૂને રાજસ્થાનમાં પ્રવેશ્યું હતું અને તેણે અડધાથી વધુ મધ્ય પ્રદેશને આવરી લીધું હતું. 25મી જૂનની રાત્રે જ ચોમાસું લલિતપુર થઈને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ્યું હતું. 26 જૂને, ચોમાસું એમપી અને યુપીમાં આગળ વધ્યું. 27 જૂને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તર પંજાબમાં ચોમાસું પ્રવેશ્યું હતું.
28 જૂને ચોમાસું દિલ્હી અને હરિયાણામાં પ્રવેશ્યું હતું. 30 જૂન સુધીમાં ચોમાસાએ લગભગ સમગ્ર દેશને આવરી લીધો છે. માત્ર રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગો બાકી છે. આગામી ત્રણ દિવસમાં ચોમાસું અહીં પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગનો અંદાજ છે કે જૂનમાં ચોમાસું સામાન્ય કરતાં ઓછું એટલે કે લાંબા ગાળાની સરેરાશ (LPA) કરતાં 92% ઓછું રહેશે.