- Gujarati News
- National
- IMD Weather Update; Maharashtra UP Rainfall Alert | Rajasthan Gujarat Kerala Monsoon Forecast
નવી દિલ્હી12 કલાક પેહલા
- કૉપી લિંક
ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં લગભગ એક અઠવાડિયાથી પૂરની સ્થિતિ યથાવત્ છે. પૂરની સૌથી વધુ અસર ગોરખપુરમાં છે. અહીં રાપ્તી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં 55થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયાં છે. NDRF, SDRF અને PACની ટીમો 100 બોટ સાથે રાહત કાર્યમાં લાગેલી છે.
ગંગા નદી બે કાંઠે વહી રહી છે. વારાણસીમાં ગંગાના 30 ઘાટ ડૂબી ચૂક્યા છે. દશાશ્વમેઘ ઘાટમાં ગંગા આરતી સ્થળ સુધી પાણી પહોંચી ગયું છે. અસ્સી ઘાટમાં જૂના આરતી સ્થળની જગ્યા બદલી નાખવામાં આવી છે. આજે આરતી 4 ફૂટ ઉપરથી થશે. બીજી તરફ, બિહારના નેપાળ પાસે આવેલા વિસ્તારમાં પણ પૂરની સ્થિતિ બની રહી છે.
આ સિવાય મુંબઈમાં ગુરુવારે ભારે વરસાદ થયો. હવામાન વિભાગ પ્રમાણે, 10 કલાકમાં (સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી) 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ઝાડ અને દીવાલ પડવા જેવી અનેક ઘટનાઓ પણ સામે આવી, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. વાતાવરણ વિભાગે આજે 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ
IMDએ શુક્રવારે 8 રાજ્યો ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ અને ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તે જ સમયે, 5 રાજ્યો મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને હરિયાણામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દેશભરમાંથી વરસાદની તસવીરો…

ગુરુવારે દિલ્હીમાં ભારે વરસાદ પડ્યો હતો.

કાનપુરમાં ગંગા નદીના સરસૈયા ઘાટ પરની સ્થિત, ગુરુદ્વારા ગંગાના પાણીમાં અડધું ડૂબી ગયું છે.

આસામના બક્સામાં વરસાદને કારણે બંધ તૂટી ગયો હતો.

દેહરાદૂન શહેર ઘેરાં વાદળોથી ઢંકાયું હતું. ફોટો મસૂરીમાંથી લેવામાં આવ્યો છે.

સુપૌલનું મહાદેવ મંદિર પણ કોસી નદીમાં ડૂબી ગયું.

દિલ્હીમાં કેટલાક વિદ્યાર્થીઓ વરસાદથી બચાવા માટે તાડપત્રી લઇને ઊભેલા જોવા મળ્યા.
હવામાન કેવું રહેશે…
- હવામાન વિભાગે 20 જુલાઈએ વિદર્ભ (મહારાષ્ટ્ર), છત્તીસગઢ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
- IMD એ 20 જુલાઈએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
રાજ્યોના સમાચાર ક્રમશઃ વાંચો…
મધ્યપ્રદેશઃ 4 દિવસ ભારે વરસાદનું એલર્ટ, ગ્વાલિયરમાં 3 ઈંચ, ભોપાલમાં 1 કલાકમાં દોઢ ઈંચ પાણી

મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં સરેરાશ 11.1 ઇંચ વરસાદ થયો છે, જે ચોમાસાના કુલ ક્વોટા વરસાદના 30 ટકા છે. હાલ, મોનસૂન ટ્રફ, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના એક્ટિવ થવાથી વાવાઝોડા-વરસાદની સ્ટ્રોંગ સિસ્ટમ બની છે.
ઉત્તર પ્રદેશ: ગોરખપુરમાં SDRF-NDRF દ્વારા બચાવ, 100 બોટ તૈનાત; કાશીના 30 ઘાટ ગંગામાં ડૂબી ગયા

ગોરખપુર, વારાણસી સહિત યુપીના 20થી વધુ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. 20 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે. સૌથી ભયાનક સ્થિતિ ગોરખપુરમાં છે. અહીં રાપ્તી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં 55થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયાં છે.
બિહાર: આગામી 48 કલાકમાં 8 જિલ્લામાં હળવા વરસાદની શક્યતા, ભેજવાળી ગરમીથી કોઈ રાહત નહીં

બિહારમાં ચોમાસું નબળું પડ્યું છે. જેના કારણે અનેક જિલ્લાઓના તાપમાનમાં વધારો નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, રાજ્યના દક્ષિણ ભાગમાં 21 જુલાઈ સુધી ઉકળાટભરી ગરમીમાંથી કોઈ રાહત નથી. તે જ સમયે, 20 જુલાઈએ ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
રાજસ્થાન: 30 જિલ્લાઓમાં એલર્ટ, જોધપુર, ઉદયપુર, કોટા, ભરતપુર વિભાગોમાં વરસાદ; તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો હતો

રાજસ્થાનમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. રાજ્યના 30 જિલ્લાઓમાં આજે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પાલી, સિરોહી, ઉદયપુર, અજમાર અને દૌસા સહિત મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદનું યલો એલર્ટ છે. ગુરુવારે ઉદયપુરમાં વરસાદ પડ્યો હતો.
છત્તીસગઢ: બે જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આગામી 24 કલાકમાં 8 ઈંચ વરસાદની આગાહી

છત્તીસગઢના રાયપુરમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે.
છત્તીસગઢમાં હવામાન વિભાગે આજે સુકમા અને બીજાપુર જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં કેટલાંક સ્થળોએ આગામી 24 કલાક દરમિયાન 8 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. તે જ સમયે, આજે અને 20 જુલાઈએ મધ્ય અને દક્ષિણ છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
પંજાબ: હળવા વરસાદની શક્યતા; બંગાળની ખાડીમાં દબાણના કારણે ચોમાસું સુસ્ત, તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો

પંજાબના અમૃતસરમાં આજે ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
એલર્ટ બાદ પણ પંજાબમાં ચોમાસું સક્રિય થઈ શક્યું નથી. ગઈકાલે ભેજ અને ગરમીમાં વધારો થયો હતો, જે બાદ મહત્તમ તાપમાન 1.5 ડિગ્રી ઊંચું નોંધાયું હતું. આજે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. જેના કારણે તાપમાનમાં થોડો વધારો થશે.
હિમાચલ પ્રદેશ: ગઈકાલે 4 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, સામાન્ય કરતાં 41% ઓછો વરસાદ, ઘણી જગ્યાએ દુષ્કાળ જેવી સ્થિતિ

હિમાચલ પ્રદેશમાં ચોમાસું સાવ ધીમું છે. આ દરમિયાન હવામાન વિભાગે 21 જુલાઈએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા દોઢ સપ્તાહમાં પ્રથમ વખત ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.