- Gujarati News
- National
- In 2024, Youth Will Focus More On Ayurveda, Vegetarianism And Careers; 44 Percent Of Youth Prefer To Work By Themselves
નવી દિલ્હી12 કલાક પેહલા
- કૉપી લિંક
- યુવાવિચાર : સોશિયલ મીડિયા પર નવા વર્ષના ટ્રેન્ડ અંગેના સરવેનું તારણ
જેન-ઝી નવા વર્ષમાં આયુર્વેદ, શાકાહાર, પ્લાન્ટ આધારિત મીટ અને પોતાની કારકિર્દી અંગે વધુ ગંભીર રહેશે. આ જાણકારી ટ્રેન્ડ ફોરકાસ્ટિંગ કંપની ડબલ્યુજીએસએન અન ઇન્સ્ટાગ્રામના સંયુક્ત સરવેનાં પરિણામોમાં અપાઈ છે. સરવેમાં ભારતની સાથેસાથે અમેરિકા, બ્રિટન, બ્રાઝીલ અને દક્ષિણ કોરિયામાં કરવામાં આવ્યો હતો.
આ સરવેમાં ભોજનથી માંડીને અન્ય ટ્રેન્ડ અંગે જેન-ઝી (1996 અને 2010 વચ્ચે જન્મેલા)ના વલણનું વિશ્લેષણ કરાયું છે. તેમાં કહેવાયું છે કે 33 કરોડથી વધુ ભારતીય ઇન્સ્ટાગ્રામ પર હોવાથી આગામી વર્ષે ઇન્સ્ટાગ્રામ પર કેવો ટ્રેન્ડ રહેશે, તેનો નિર્ધાર થોડે ઘણે અંશે ભારતના જેન-ઝી કરશે. ઇન્સ્ટાગ્રામના ટ્રેન્ડ ટૉક સરવેમાં સમાવિષ્ટ 43% વપરાશકારો માને છે કે આગામી વર્ષ સેલ્ફ-ઇમ્પ્રુવમેન્ટનું હશે. યુવાનોનું ફોકસ કારકિર્દી ન હોવાની ધારણા કરાઈ. સરવેમાં કહેવાયું છે કે 2024માં ભારતના યુવાનો સ્વસ્થ જીવન, કારકિર્દીની શોધ, રખડપટ્ટીને પોતાની સર્વોચ્ચ પ્રાથમિકતા માને છે.
અહેવાલ પ્રમાણે ભારતના યુવાનો વિવિધ ભોજન પર પ્રયોગ કરશે. એ આયુર્વેદ, જડીબુટ્ટીઓ, શાકાહાર અને છોડ આધારિત માંસ અજમાવવા માટે ઉત્સાહિત છે. બીજી તરફ 44% યુવાનો કોઈ પણ કામ જાતે કરવા ઇચ્છે છે. પસંદગીની નવી હૅર સ્ટાઇલ રાખવાની ઇચ્છા એક ચતુર્થાંશે વ્યક્ત કરી છે.
લગભગ 5000 લોકો પર કરાયેલા સરવે પ્રમાણે ગાયકો સાથે ફેનડમ (પ્રશંસક જૂથ)ની વાત કરીએ તો યુવાનો બીટીએસ આર્મી, સ્વિફ્ટીઝ, એ. આર. રહેમાન, શ્રેયા ઘોષાલ અને અનિરુદ્ધ જેવા સંગીતકારો સાથે વધુ જોડાણ હોવાનું અનુભવશે. બીજી તરફ ઑનલાઇન ગેમિંગમાં માઇનક્રાફ્ટ, ફોર્ટનાઇટ, કોલ ઑફ ડ્યૂટી અને રોલબોક્સ અંગે યુવાનો ઉત્સાહિત રહેશે.
2024માં લીડરશિપ ટ્રેન્ડને અસરકર્તા 5 ટ્રેન્ડ
એઆઇ, ભાવનાત્મક-બુદ્ધિ, સમાનતા, વિવિધતા, વેતન અને કલ્યાણ-કેન્દ્રી નેતૃત્વ 2024માં લીડરશિપના ટ્રેન્ડને અસર કરશે. તેની પાછળ નવા કર્મચારીઓમાં યુવાનોનું આગમન છે. તેઓ નોકરીની સાથે આ બાબતોને પ્રાથમિકતા આપે છે. 2024માં જે બાબત લીડરશિપ ટ્રેન્ડને સૌથી વધુ અસરકર્તા જોવા મળી એ છે, એઆઇ. એઆઇને કારણે નવા વર્ષમાં અનેક મોટાં પરિવર્તન જોવા મળશે. માનસિક સ્વાસ્થ જાગરૂકતા પણ લીડરશિપ ટ્રેન્ડને અસર કરશે.