બેંગલુરુ4 કલાક પેહલા
- કૉપી લિંક
બેંગલુરુના સરજાપુરમાં, ગુરુવારે (15 ફેબ્રુઆરી) એક મહિલાએ તેની 14 વર્ષની સગીર પૌત્રીના 24 વર્ષના પુરુષ સાથે બળજબરીથી લગ્ન કરાવી દીધા. બાળકીના માતા-પિતાને આ અંગે કોઈ માહિતી ન હતી. પોલીસે સગીરાના ગેરકાયદેસર લગ્ન ગોઠવવા બદલ દાદીની ધરપકડ કરી છે. પોલીસ અને ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટે દાદી સહિત 8 લોકો સામે કેસ નોંધ્યો છે.
બાળકીની માતાએ સરજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરાની માતાએ પોલીસને જણાવ્યું કે તેની પુત્રી સગીર છે અને તેના લગ્ન હલાસિંકાઈપુરાના વિનોદ કુમાર સાથે બળજબરીથી કરાવ્યા હતા. કૈવરના યલ્લામ્મા મંદિરમાં છોકરીના દાદી, કાકી, કાકા અને છોકરાના માતા-પિતાની હાજરીમાં લગ્ન થયા હતા.
પોલીસે બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધ્યો
પોલીસે જણાવ્યું હતું કે નોંધાયેલી ફરિયાદના આધારે, તેઓએ છોકરીની દાદીની ધરપકડ કરી હતી અને વરરાજા સહિત સ્થળ પર હાજર આઠ લોકો સામે IPC 366 (અપહરણ) અને બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે ત્યારબાદ અન્ય લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ભાવિ પતિને લઈને માતા અને દાદી વચ્ચે ઝઘડો થતો
ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટના એડવોકેટ ગીતાએ જણાવ્યું હતું કે સગીરાના લગ્ન તેની સંમતિ વિના કર્યા હતા. તે હાલમાં ધોરણ 8ની વિદ્યાર્થીની છે. પૂજારી સહિત લગ્નમાં હાજરી આપનાર દરેકને આ કેસમાં આરોપી ગણવામાં આવશે. દાદીએ લગ્ન કરવાની યોજના બનાવી ત્યારે શાળાની રજાઓને કારણે બાળકી તેની દાદીના ઘરે હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતીની માતા અને દાદી વચ્ચે ભાવિ પતિની પસંદગીને લઈને અવારનવાર ઝઘડા થતા હતા. તેનાથી નારાજ થઈને તેની દાદીએ તેના માતા-પિતાને જાણ કર્યા વિના યુવતીના લગ્ન કરાવવાની યોજના બનાવી હતી.