- Gujarati News
- National
- INDIA Rally In Jharkhand Today, Leaders Of 28 Parties Will Participate; BJP Said Anti national People Are Coming Together
નવી દિલ્હી4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઝારખંડના રાંચીમાં આજે ઈન્ડિયા બ્લોક રેલી યોજાશે. તેને ઉલગુલાન રેલી નામ આપવામાં આવ્યું છે. જેમાં 28 પાર્ટીઓના નેતાઓ ભાગ લેશે.
રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, આરજેડી નેતા તેજસ્વી યાદવ સહિત ઘણા નેતાઓ ભાગ લેશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલી બપોરે 2 વાગ્યે શરૂ થશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લગભગ 3 વાગ્યે મંચ પર પહોંચશે.
વિપક્ષના નેતાઓની રેલી અંગે રાંચી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ કહ્યું કે તેમાં દેશ વિરોધી, સનાતન વિરોધી, ઝારખંડ વિરોધી અને વિકાસ વિરોધી લોકો ભાગ લેવા જઈ રહ્યા છે. એવા લોકો પણ છે જેમણે ઝારખંડ વેચવાનું અને ખરીદવાનું કામ કર્યું છે.
આ પહેલા ઈન્ડિયા બ્લોકની સેવ ડેમોક્રેસી મહારેલી 31 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાઈ હતી. લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનની આ પ્રથમ મોટી રેલી હતી.
આ રેલી 3 કલાક સુધી ચાલી હતી, જેમાં મહાગઠબંધનના 21 નેતાઓએ જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું- નરેન્દ્ર મોદીજી આ ચૂંટણી પહેલા મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ અમારી ટીમના બે ખેલાડીઓની ધરપકડ કરી અને અંદર બેસાડી દીધા. તેમજ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ-આરએસએસની તુલના ઝેર સાથે કરી હતી.
દેશભરમાં લોકસભા ચૂંટણી સંબંધિત અપડેટ્સ અહીં વાંચો…
લાઈવ અપડેટ્સ
5 મિનિટ પેહલા
- કૉપી લિંક
શિવરાજે કહ્યું- કોંગ્રેસ પતન તરફ જઈ રહી છે
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે રાહુલ ગાંધીના જીતવાની કોઈ શક્યતા નથી, જનતા તેમના પર વિશ્વાસ કરતી નથી. અમેઠી છોડીને વાયનાડ ગયા. કોંગ્રેસ પતન તરફ આગળ વધી રહી છે.
6 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, પરિણામ 4 જૂને આવશે.