મુંબઈ16 મિનિટ પેહલા
- કૉપી લિંક
શનિવારે રાત્રે ભારતીય કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને એક યુવકનો જીવ બચાવ્યો હતો. આ યુવક ખાનગી જહાજમાંથી દરિયામાં પડ્યો હતો. જે બાદ ભારતીય કોસ્ટ ગાર્ડને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. લગભગ ત્રણ કલાકની મહેનત બાદ ટીમને સફળતા મળી હતી અને યુવકનો જીવ બચી ગયો હતો. ઓપરેશનમાં, ICG ના C439 જહાજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.