- Gujarati News
- National
- ISRO Aborted The Mission Due To A Technical Problem, Which Would Have Studied The Sun
શ્રીહરિકોટા7 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે પ્રોબા-3 મિશન લોન્ચ કરશે. આ મિશન શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બુધવારે સાંજે 4:08 વાગ્યે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) દ્વારા લોન્ચ કરવાનું હતું, પરંતુ તે એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું.
ઈસરોએ કહ્યું કે ટેકનિકલ સમસ્યાના કારણે હવે મિશન ગુરુવારે એટલે કે 5 ડિસેમ્બરે સાંજે 4.16 કલાકે લોન્ચ કરવામાં આવશે. આ મિશન યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)નું છે. તેનો ઉદ્દેશ બે સેટેલાઈટ કોરોનાગ્રાફ અને ઓક્યુલ્ટર દ્વારા સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરવાનો છે.

ISROના પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દ્વારા મિશન પોલર સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે.
બંને સેટેલાઈટ એકબીજાથી 150 મીટરના અંતરે રહેશે બંને સેટેલાઈટ પૃથ્વીની લંબગોળ ભ્રમણકક્ષામાં ફરશે. પૃથ્વીથી તેમનું મહત્તમ અંતર 60,530 કિમી અને લઘુત્તમ અંતર લગભગ 600 કિમી હશે. આ ભ્રમણકક્ષામાં બંને ઉપગ્રહો એકબીજાથી 150 મીટરનું અંતર રાખી શકશે અને એક યુનિટની જેમ કામ કરશે.
ઓક્યુલ્ટર સેટેલાઇટમાં 1.4-મીટરની ઓકુલેટિંગ ડિસ્ક લાગેલી છે જેને સૂર્યની તેજસ્વી ડિસ્કને બ્લેક કરવા માટે ડિઝાઈન કરી છે. જેના કારણે કૃત્રિમ સૂર્યગ્રહણ થાય છે. આ પડછાયાની અંદર કોરોનાગ્રાફ સેટેલાઈટ તેના ટેલિસ્કોપ વડે સૌર કોરોનાનું નિરીક્ષણ કરશે.
- પ્રોબા-3નું પ્રાઈમરી ગોલ સ્પેસના હવામાન વિશેની આપણી સમજને વધારવાનો છે જેમાં સૌર વાવાઝોડું અને કોરોનલ માસ ઇજેક્શન સામેલ છે.
- આ મિશનમાં, અવકાશ એજન્સી બે સેટેલાઈટ દ્વારા તેની એડવાન્સ ફોર્મેશન-ફ્લાઈંગ ટેક્નોલોજીને પણ વેલિડેટ કરવા માંગે છે.
- પ્રોબા-3 દ્વારા વૈજ્ઞાનિકો એ જાણવા માગે છે કે શા માટે કોરોના સૂર્યની સપાટી કરતાં વધુ ગરમ છે અને સૌર પવન કેવી રીતે તીવ્ર બને છે.