શ્રીનગર34 મિનિટ પેહલા
- કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરના કુલગામના હડીગામ ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. બુધવારે રાત્રે શરૂ થયેલું એન્કાઉન્ટર ગુરુવારે સવાર સુધી ચાલુ રહ્યું હતું. હજુ સુધી કોઈના માર્યા ગયાના સમાચાર નથી.
સુરક્ષા દળોને હડીગામ ગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. ત્યારથી એન્કાઉન્ટર ચાલુ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને આર્મી હાજર છે. સુરક્ષા દળોએ વિસ્તારોને ઘેરી લીધા છે. કોઈને આવવા-જવાની છૂટ નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2-3 આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ છે. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
જવાનોએ છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એન્કાઉન્ટર શરૂ થયા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
સેના પર ઓચિંતા હુમલામાં 5 જવાન શહીદ થયા હતા
ગુરુવારે (21 ડિસેમ્બર) આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. આ પહેલા લગભગ 3.45 કલાકે થયેલા હુમલામાં ત્રણ જવાનો શહીદ થયાનાં સમાચાર હતા. બાદમાં આ આંકડો વધીને 5 થયો. આ હુમલા બાદ સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન બીજા દિવસે સેનાને 3 નાગરિકોના મૃતદેહ મળી આવ્યા હતા.
સેનાના આ વાહન પર આતંકીઓએ હુમલો કર્યો. વાહન પાસે રોડ પર લોહી ફેલાયેલું છે
આ પહેલા 22 નવેમ્બરે રાજૌરીમાં એન્કાઉન્ટરમાં 5 જવાનો શહીદ થયા હતા. અહીં 34 કલાક સુધી એન્કાઉન્ટર ચાલ્યું, જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા. નવેમ્બર અને ડિસેમ્બરમાં જમ્મુ-કાશ્મીરમાં બે મોટા આતંકી હુમલા થયા છે.