38 મિનિટ પેહલા
- કૉપી લિંક
તમે ઘણાં ભવ્ય લગ્ન વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે યુપીના એક ગામડાનાં લગ્ન તેના વીડિયો વાયઇરલ થવાના કારણે ચર્ચાનો વિષય બની ગયા છે. UPના સિદ્ધાર્થનગર જિલ્લાના દેવલહવા ગામમાં એક લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હકીકતમાં, આ લગ્નમાં ઘણા પૈસા વેડફાયા હતા. ગામના અફઝલ અને અરમાન નામના બે ભાઈઓનાં લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા છે. લગ્ન પ્રસંગે નોટોનો વરસાદ થતાં સૌને આશ્ચર્ય થયું હતું. JCB અને છત પરથી ઘણી બધી નોટોનો વરસાદ કર્યો હતો. લગ્નમાં ચલણી નોટોનો વરસાદ થતાં વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નમાં ધાબા પર અને JCB પર ચઢીને 100, 200 અને 500 રૂપિયાની નોટો હવામાં ઉડાડવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની પાછળ લગભગ 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
વીડિયોમાં છોકરાના પરિવારના સભ્યો કાગળની જેમ હવામાં નોટોના બંડલ ફેંકતા જોવા મળે છે. એવું લાગતું હતું કે આ કોઈ સામાન્ય લગ્ન નથી પણ કોઈ રાજાના લગ્ન છે. ચલણી નોટોના વરસાદ વચ્ચે લગ્નના મહેમાનો અને ગ્રામજનો તેને લૂંટવા માટે ભેગા થયા હતા. લગ્નમાં એક એવું દૃશ્ય હતું કે જેને જોઈને બધા દંગ રહી ગયા.
JCB પર ચઢીને લોકોએ નોટોનો વરસાદ કર્યો.
વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો આ પ્રકારના લગ્ન ભાગ્યે જ જોવા મળે છે. લગ્નના વરઘોડામાં છોકરાઓએ જે રીતે ચલણી નોટોનો વરસાદ કર્યો તે જોઈને મોટા પરિવારના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સૌથી અમીર માણસ પણ લગ્નના વરઘોડામાં આવી રીતે નોટો વરસાવતા નથી. છોકરાઓ જેસીબી અને ઘરની છત પર ચઢી ગયા અને નોટો લૂંટતા રહ્યા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે અને લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે. લોકો આ લગ્નને ‘શાહી લગ્ન’ તરીકે નામ આપી રહ્યા છે. જો કે આ રીતે આટલી મોટી રકમ દર્શાવવી યોગ્ય છે કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ રહી છે.