રાહુલ ગુરુ, પંકજ પાઠક. રાંચી18 મિનિટ પેહલા
- કૉપી લિંક
જેએમએમના નેતા હેમંત સોરેનની જમીન કૌભાંડ કેસમાં બુધવાર 31 જાન્યુઆરીની રાત્રે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આજે સવારે 10 વાગ્યે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હેમંત સોરેન ED કસ્ટડીમાં હેમંત સોરેને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. હવે રાજ્યના નવા મુખ્યમંત્રી ચંપઈ સોરેન હશે.
ચંપઈ સોરેનને મહાગઠબંધન (JMM, કોંગ્રેસ, RJD)ના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ચંપઈ સોરેન આજે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. રાજીનામું આપ્યા બાદ હેમંત સોરેને સોશિયલ મીડિયા પર લખ્યું – આ એક વિરામ છે, જીવન એક સંઘર્ષ છે… હું હાર માનીશ નહીં.
હેમંત સોરેને જમીન કૌભાંડ કેસમાં EDના સમન્સ વિરુદ્ધ ઝારખંડ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ કેસની સુનાવણી ગુરુવારે સવારે 10.30 વાગ્યે થશે. આ સુનાવણી કાર્યકારી ચીફ જસ્ટિસ એસ ચંદ્રશેખર અને જસ્ટિસ અનુભા રાવત ચૌધરીની બેન્ચમાં થશે. અહીં હેમંત સોરેનની ધરપકડ બાદ આદિવાસી મૂળ સંગઠને આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું છે.
લાઈવ અપડેટ્સ
19 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગઈકાલે ધરપકડ પહેલા હેમંત સોરેને આ વીડિયો મેસેજ જાહેર કર્યો હતો
26 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોરેનની અરજી પર પહેલા હાઈકોર્ટમાં સુનાવણી થશે, પછી ઈડી કોર્ટમાં હાજર કરશે
હેમંત સોરેનની રિટની સુનાવણી પહેલા હાઈકોર્ટમાં થશે. આ પછી, માહિતી આવી રહી છે કે તેને લગભગ 2 વાગ્યે ED સ્પેશિયલ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો કે આની પુષ્ટિ થઈ નથી. ED કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માંગી શકે છે.
આ તરફ, હેમંત સોરેનના વકીલોએ બુધવારે, 31 જાન્યુઆરીએ રિમાન્ડનો વિરોધ કરવા માટે અરજી તૈયાર કરી હતી. હેમંત સોરેનના વકીલ પણ સિવિલ કોર્ટમાં ગયા હતા. પરંતુ સિવિલ કોર્ટ રાત્રિના સમયે બંધ રહેતી હોવાથી કંઈ થઈ શક્યું ન હતું. ગઈકાલે એડવોકેટ જનરલ રાજીવ રંજન ED ઓફિસમાં હેમંત સોરેનને મળવા ગયા હતા. તેમણે મીડિયાની કોઈ વાત સાંભળી નહીં અને કોઈ પ્રશ્નનો જવાબ ન આપ્યો. સૂત્રોનું કહેવું છે કે હેમંત સોરેનના રિમાન્ડ માટે ઇડી જ્યારે અપીલ કરશે ત્યારે તેનો વિરોધ કરવા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.
29 મિનિટ પેહલા
- કૉપી લિંક
2008માં, બલમુચુના વિરોધને કારણે, ચંપઈ સોરેન મુખ્યમંત્રી બનતા બનતા રહી ગયા
2008માં, ઝારખંડમાં કોંગ્રેસ અને જેએમએમની સરકાર હતી, જ્યારે શિબુ સોરેન મુખ્યમંત્રી હતા. શિબુ સોરેન સીએમ હતા ત્યારે રાંચીની તામાડ વિધાનસભાથી પેટાચૂંટણી લડ્યા હતા, પરંતુ રાજા પીટરથી ચૂંટણી હારી ગયા. આ સાથે રાજ્યમાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ અને કેન્દ્રની યુપીએ સરકારે ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું હતું. રાજ્યને રાષ્ટ્રપતિ શાસનમાંથી બહાર કાઢવા માટે જેએમએમએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચંપઈ સોરેનના નામની જાહેરાત કરી હતી, પરંતુ કોંગ્રેસના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ પ્રદીપ બલમુચુના વિરોધને કારણે ચંપઈ સીએમ બની શક્યા નહોતા.
32 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાંચીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા
આજે હેમંત સોરેનને કોર્ટમાં હાજર કરવામાં આવશે. તેને જોતા ED ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
34 મિનિટ પેહલા
- કૉપી લિંક
હવે કેજરીવાલનો નંબર છે – બીજેપી સાંસદ
ભાજપના સાંસદ હરનાથ સિંહ યાદવે કહ્યું કે હેમંત સોરેન સામે EDની કાર્યવાહી એકદમ યોગ્ય છે અને હવે કેજરીવાલનો નંબર છે.
36 મિનિટ પેહલા
- કૉપી લિંક
હેમંત સોરેન આજે કોર્ટમાં હાજર કરાશે
હેમંત સોરેનને આજે સવારે 10 વાગ્યે પીએમએલએ કોર્ટમાં હાજર કરવામાં આવશે. ઇડી તેના રિમાન્ડ માંગશે. રિમાન્ડ મળ્યા બાદ તેને IAS ક્લબમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. મોડી રાત્રે હેમંતની પત્ની કલ્પના સોરેન બાળકો સાથે ED ઓફિસ પહોંચી હતી. તેઓ રાત્રે 1 વાગ્યે ત્યાંથી નીકળ્યા હતા.
40 મિનિટ પેહલા
- કૉપી લિંક
હેમંત સોરેન ભૂલી ગયા કે કાયદો સર્વોચ્ચ છે – ભાજપ
41 મિનિટ પેહલા
- કૉપી લિંક
હેમંત સોરેને ED ઓફિસમાં પૂછપરછ
ગુરુવારે સવારે રાંચીમાં ED ઓફિસની એક તસવીર, જ્યાં ED કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની પૂછપરછ કરી રહી છે. હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
43 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાષ્ટ્રપતિ શાસન લાદવા પર પણ ચર્ચા
સૂત્રોનું કહેવું છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની વાત થઈ હતી, પરંતુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રાજભવન પણ આ અંગે ટિપ્પણી કરવાનું ટાળી રહ્યું છે. સુત્રોનું એવું કહેવું છે કે જો હેમંત સોરેનની ધરપકડ તેમના રાજીનામા પહેલા થઈ હોત તો તેનાથી બંધારણીય સંકટના નામે રાષ્ટ્રપતિ શાસનનો માર્ગ ખુલી ગયો હોત. સોરેનને આ વાતનો અહેસાસ થયો હતો, તેથી ધરપકડ વોરંટ હસ્તાક્ષર કરતા પહેલા રાજ્યપાલ પર પોતે રાજીનામું આપવાની શરત મૂકવામાં આવી હતી.
45 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચંપઈ સોરેનને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું નથી
રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને હેમંત સોરેનનું રાજીનામું સ્વીકારી લીધું હતું, પરંતુ સરકાર બનાવવાના તેમના દાવા અંગે કોઈ નિર્ણય લીધો ન હતો. સ્થિતિ એવી છે કે બુધવારે રાત્રે 9 વાગ્યા બાદ ઝારખંડમાં કોઈ સરકાર નથી. કારણ કે હેમંતના રાજીનામા બાદ જ સમગ્ર કેબિનેટનું વિસર્જન કરવામાં આવ્યું છે. રાજ્યપાલે રાજીનામું સ્વીકાર્યું, પરંતુ કેર ટેકર સરકારે બનાવવા વિશે કશું કહ્યું નથી. સામાન્ય રીતે સીએમના રાજીનામા પછી, તેમને નવી સરકાર ન બને ત્યાં સુધી કામ કરવાનું કહેવામાં આવે છે. પરંતુ અહીં સ્થિતિ એવી નથી. હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે. તે EDની કસ્ટડીમાં છે. દાવો રજૂ કરવા છતાં ચંપઈ સોરેનને રાત્રે 1 વાગ્યા સુધી સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું ન હતું. તેમણે કહ્યું કે રાજભવન તરફથી આમંત્રણની રાહ જોવાઈ રહી છે.
47 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાહુલ ગાંધીએ કહ્યું- ED-CBI ‘વિપક્ષ મિટાઓ સેલ’ બની ગઈ
50 મિનિટ પેહલા
- કૉપી લિંક
તેજસ્વીએ કહ્યું- હવે જનતા અહંકારથી ભરેલા અભિમાની ભાજપને પાઠ ભણાવશે
54 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોરેન EDના સવાલોમાં ફસાઈ ગયા
હેમંત સોરેનની પૂછપરછ દરમિયાન EDએ પૂછ્યું કે બડગાઈ અંચલની બરિયાતુની 8.46 એકર જમીન કોના કબજામાં છે. આ અંગે હેમંત સોરેન સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.
આ સિવાય EDએ દિલ્હીમાં જપ્ત કરાયેલા 36 લાખ રોકડ, જમીનના દસ્તાવેજો અને કાર વિશે પણ સવાલો પૂછ્યા હતા.
54 મિનિટ પેહલા
- કૉપી લિંક
ધરપકડ બાદ હેમંત સોરેને એક કવિતા લખી હતી