નવી દિલ્હી8 મિનિટ પેહલા
- કૉપી લિંક
અરવિંદ કેજરીવાલે 12 ડિસેમ્બરે દિલ્હીમાં મહિલા સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી હતી.
દિલ્હી સરકાર મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપશે. તેને મહિલા સન્માન યોજના નામ આપવામાં આવ્યું છે. 18 વર્ષની વય પૂર્ણ કરનાર દરેક મહિલાને આ યોજનાનો લાભ મળશે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે આ યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ યોજના માટે રજીસ્ટ્રેશન આજથી જ શરૂ થશે.
કેજરીવાલે એમ પણ કહ્યું કે ચૂંટણી બાદ મહિલાઓને દર મહિને અપાતી રકમ વધારીને ₹2100 કરવામાં આવશે.
કેજરીવાલે 10 ડિસેમ્બરે ઓટો ડ્રાઈવરો માટે 4 જાહેરાત કરી હતી.
10 ડિસેમ્બરે દિલ્હીમાં એક ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન કરવા આવેલા અરવિંદ કેજરીવાલે લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી.
1. ઓટો ડ્રાઈવરની દીકરીના લગ્ન માટે 1 લાખ રૂપિયા આપવામાં આવશે. 2. હોળી અને દિવાળી પર યુનિફોર્મ બનાવવવા માટે અઢી-અઢી હજાર રૂપિયા આપવામાં આવશે. 3. 10 લાખ રૂપિયાનો જીવન વીમો અને 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવશે. 4. ઓટો ડ્રાઈવરોના બાળકોને કોચિંગ માટે રૂપિયા આપવામાં આવશે.
AAP દિલ્હીમાં એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે
- આવતા વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અટકળોને ફગાવી દીધી હતી. AAPના વડા કેજરીવાલે કહ્યું છે કે આમ આદમી પાર્ટી પોતે એકલા હાથે જ ચૂંટણી લડશે.
- બુધવારે સમાચાર આવ્યા કે AAP દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 15 સીટો આપવાનું વિચારી રહી છે, પરંતુ કેજરીવાલે X પર એક પોસ્ટ દ્વારા ગઠબંધનની વાતને ફગાવી દીધી હતી.
- AAPએ અત્યાર સુધી 31 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. 2020ની ચૂંટણીમાં 27 સીટો પર AAPના ધારાસભ્યો હતા જ્યારે 4 સીટો પર બીજેપીના ધારાસભ્યો હતા. આ વખતે AAPએ 27માંથી 24 ધારાસભ્યોની એટલે કે 89%ની ટિકિટ કાપી નાંખી છે.
અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
AAPની ફરિયાદ – ભાજપે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખ્યાઃ આમાં દલિતો, પછાત લોકો અને પૂર્વાંચલના લોકોનો સમાવેશ થાય છે, ECનું આશ્વાસન – આ વેરિફિકેશન વિના ન થવું જોઈએ
આમ આદમી પાર્ટી (AAP)નું એક પ્રતિનિધિમંડળ 11 ડિસેમ્બરે ચૂંટણી પંચને મળ્યું હતું. AAPના આરોપ છે કે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી મોટા પાયે લોકોના નામ કાઢી નાંખવામાં આવ્યા હતા.