નવી દિલ્હી53 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં CM અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી મંગળવારે 3 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કેજરીવાલ તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા.
તેમણે કોર્ટને કહ્યું કે તેમનું શુગર લેવલ નીચે જઈ રહ્યું છે. આ કારણોસર લંચ કરવાની પરવાનગી માગવામાં આવી છે. સીબીઆઈએ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માગણી કરી હતી, પરંતુ કોર્ટે કસ્ટડી માત્ર એક અઠવાડિયા માટે લંબાવી હતી.
અગાઉ 20 ઓગસ્ટે નીચલી કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી હતી.
5 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટે CBIની ધરપકડને પડકારતી કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી. તેમજ જામીન માટે નીચલી કોર્ટમાં જવા જણાવ્યું હતું.
23 ઓગસ્ટે સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે તેમને લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ અને AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠક વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી મળી ગઈ છે. CBIએ કેજરીવાલ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ અંગે પણ આજે સુનાવણી થશે.
CBIએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી
કેજરીવાલ વિરુદ્ધ લિકર પોલિસી કેસમાં ED અને CBI કેસ ચાલી રહ્યો છે. EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. જોકે આ કેસમાં તેમને જામીન મળી ચૂક્યા છે. CBI કેસમાં તે જેલમાં છે. CBIએ કેજરીવાલની 26 જૂને લિકર પોલિસી કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી હતી.
કેજરીવાલને 12 જુલાઈએ ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા
સુપ્રીમ કોર્ટે 12 જુલાઈએ ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. જામીન આપતા જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે કેજરીવાલ 90 દિવસથી જેલમાં છે. તેથી તેમને મુક્ત કરવા સૂચના આપવામાં આવી છે. અમે જાણીએ છીએ કે તેઓ ચૂંટાયેલા નેતા છે અને તેમણે મુખ્ય મંત્રી રહેવું છે કે નહીં તે જાતે નક્કી કરવાનું છે.