નવી દિલ્હી9 મિનિટ પેહલા
- કૉપી લિંક
AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે 13 મેએ કેજરીવાલના PA બિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારે બુધવારે (29 મે)ના રોજ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં તેમણે ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે અને વળતરની માગ કરી છે.
આ સિવાય બિભવની લીગલ ટીમે કહ્યું કે અરજીમાં દિલ્હી પોલીસ અધિકારીઓ સામે વિભાગીય તપાસની પણ માગ કરવામાં આવી છે. સાથે જ આ કેસની સુનાવણી આવતીકાલે એટલે કે 30 મેના રોજ કરવાની માગ કરવામાં આવી છે.
બે દિવસ પહેલા 27 મેના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટે બિભવની જામીન અરજી ફગાવી દીધી હતી. 28 મેના રોજ કોર્ટે બિભવને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
બિભવ પર સીએમ હાઉસમાં AAPના રાજ્યસભા સાંસદ સાથે મારપીટ કરવાનો આરોપ છે. સ્વાતિ માલીવાલની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે 18 મેના રોજ સીએમ હાઉસમાંથી તેની ધરપકડ કરી હતી.
ક્રાઈમ સીન રિક્રિએશન માટે દિલ્હી પોલીસ 20 મેએ બિભવ સાથે સીએમ હાઉસ પહોંચી હતી.
ટ્રાયલ કોર્ટમાં સુનાવણી દરમિયાન સ્વાતિ રડી પડી હતી
બિભવ કુમારે 25 મેના રોજ ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણી 27 મેના રોજ થઈ હતી. સુનાવણી દરમિયાન સ્વાતિ પણ કોર્ટમાં હાજર હતી. બિભવના વકીલ હરિહરને સુનાવણી દરમિયાન આરોપ લગાવ્યો હતો કે જ્યારે શરીરના સંવેદનશીલ અંગો પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી, ત્યારે બિન-ઈરાદાપૂર્વક હત્યાના પ્રયાસનો કોઈ પ્રશ્ન જ નથી.
બિભવનો પણ સ્વાતિને નિર્વસ્ત્ર કરવાનો કોઇ ઈરાદો નહોતો. આ ઇજાઓ પોતે પહોચાડેલી હોઈ શકે છે. બિભવના વકીલે એમ પણ કહ્યું કે પ્રાચીન સમયમાં આવા આરોપો કૌરવો પર લગાવવામાં આવ્યા હતા, જેમણે દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું. સ્વાતિએ આ FIR સંપૂર્ણ આયોજન સાથે 3 દિવસ પછી નોંધાવી છે. આ દલીલો સાંભળીને સ્વાતિ કોર્ટ રૂમમાં જ રડવા લાગી.
17 મેએ દિલ્હી પોલીસ સીન રિક્રિએટ કરવા કેજરીવાલના ઘરે સ્વાતિ સાથે પહોંચી હતી.
સરકારી કર્મચારી સાથે મારપીટના કેસમાં બિભવને બરતરફ કરાયા
માર્ચ 2024માં બિભવને મુખ્યમંત્રીના અંગત સચિવના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. વિશેષ સચિવ વિજિલન્સ વાયવીવીજે રાજશેખરે આદેશ જારી કર્યો હતો કે બિભવની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. તેમની નિમણૂક માટે નિર્ધારિત પ્રક્રિયા અને નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેથી આ નિમણૂક ગેરકાયદેસર અને રદબાતલ જાહેર કરવામાં આવી છે. રાજશેખરે 2007ના કેસના આધારે આ આદેશ આપ્યો હતો.
હકીકતમાં, 2007માં બિભવ પર સરકારી અધિકારી પર કથિત રીતે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો. નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં તૈનાત મહેશ પાલે બિભવ પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેના ત્રણ સહયોગીઓ સાથે મળીને ફરિયાદી (જાહેર સેવક)ને તેની ફરજ બજાવતા રોક્યા, તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને ધમકી આપી. મહેશે 25 જાન્યુઆરી 2007ના રોજ નોઈડા સેક્ટર-20 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી.