7 કલાક પેહલા
- કૉપી લિંક
દાઉદ ઈબ્રાહિમ સાથે અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ, રાજકીય નેતાઓ સાથેના સંબંધો ચર્ચામાં રહ્યા છે અને વિવાદમાં પણ રહ્યા છે. ખાસ કરીને સંજય દત્તથી લઈને મોટા ભાગના સેલિબ્રિટીઝ દાઉદની પાર્ટીમાં પહોંચતી હતી. તેમના ફોટા પણ વાઇરલ થયા છે. પણ દાઉદ સામે બાથ ભીડવાની હિંમત કોઈએ કરી નહોતી. એક માત્ર છપ્પનની છાતીવાળા બોમ્બે મ્યુનિસિપલ કમિશનર હતા ગોવિંદ રાઘૌ ખૈરનાર. તેણે દાઉદની અનેક ગેરકાયદે ઈમારતો તોડી પાડી હતી અને ખાસ તો ભીંડી બજારમાં આવેલો ‘મહેજબીન’ બંગલો તોડી પાડ્યો હતો. રિશી કપૂરે તેમની આત્મકથા ‘ખુલ્લં ખુલ્લા’માં પણ દાઉદ સાથે સંકળાયેલો એક કિસ્સો લખ્યો છે.
પહેલાં રિશિ કપૂરના કિસ્સાથી શરૂઆત કરીએ…તેમણે આત્મકથામાં લખેલા શબ્દો સાથે…
1988નું વર્ષ હતું. એ વખતે મોબાઈલ ફોનનું કોઈએ નામ પણ નહોતું સાંભળ્યું. હું એ વખતે મારા ખાસ મિત્ર બિટ્ટુ આનંદની સાથે આશા ભોસલે-આર.ડી. બર્મન નાઈટ માટે દુબઈ લેન્ડ થયેલો. શૈલેન્દ્ર સિંહ ગાવાના હતા અને હું અને અસરાની પરફોર્મ કરવાના હતા. દાઉદ ઈબ્રાહિમના માણસો કાયમ દુબઈ એરપોર્ટ પર રહેતા અને VIPઓની આવન-જાવન પર નજર રાખતા. એ વખતે મુંબઈ અને દુબઈ વચ્ચે આજના જેટલી ફ્લાઈટો પણ નહોતી.
હું એરપોર્ટની બહાર નીકળી રહ્યો હતો, ત્યાં જ એક અજાણ્યો માણસ મારી પાસે આવ્યો અને મારા હાથમાં ફોન પકડાવી ગયો. મને કહે, ‘દાઉદ સા’બ બાત કરેંગે.’ ઓબ્વિયસલી, આ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પહેલાંનો સમય હતો અને દાઉદ એ વખતે દેશનો દુશ્મન નહોતો બન્યો. અથવા તો મારા મનમાં એના વિશે એવી કોઇ ઈમ્પ્રેશન હતી. દાઉદે મને દુબઈમાં વેલકમ કર્યો અને કોઈપણ વસ્તુની જરૂર હોય તો કહેવા ઓફર કરી. ઈવન એણે તો મને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું. હું બઘવાઈ ગયો, પણ મેં હા એ હા કરીને વાત પતાવી.
રિશી કપૂરે ડી-ડે ફિલ્મમાં દાઉદની ભૂમિકા ભજવી હતી.
હું એ વખતે દુબઈની હયાત રિજન્સી હૉટેલમાં રોકાયો હતો. દાઉદના