અમૃતસર30 મિનિટ પેહલા
- કૉપી લિંક
વીડિયોમાં આતંકવાદી પન્નુ ખેડૂતોને ઉશ્કેરી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો ફાઈલ ફોટો.
ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભડકાવ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવા માટે ઉશ્કેર્યા છે. તેણે બદલામાં 1 લાખ ડોલર આપવાની લાલચ આપી છે.
આતંકવાદી પન્નુએ એક ભડકાઉ વીડિયો જાહેર કરીને કહ્યું કે પંજાબના ખેડૂતોએ વડાપ્રધાન મોદીને પંજાબમાં જ જવાબ આપવો પડશે. તમામ રસ્તાઓ અને એરપોર્ટના માર્ગો બુલડોઝર અને ટ્રેક્ટર વડે બ્લોક કરી દેવા જોઈએ. નરેન્દ્ર મોદીને અહીં બોલવા દેવા ન જોઈએ. નરેન્દ્ર મોદીને જણાવવુું પડશે કે આ પંજાબ છે, જે ભારતથી આઝાદી ઈચ્છે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23-24 મેના રોજ પંજાબમાં 3 રેલીઓને સંબોધિત કરવાના છે. જેને લઈને આતંકી પન્નુએ આ ભડકાઉ વીડિયો જાહેર કર્યો છે.
રસ્તો બ્લોક કરતા પહેલા ડોલર ટ્રાન્સફર કરશે
આતંકવાદી પન્નુએ ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો અને તેમને લાલચ પણ આપી. પન્નુએ વીડિયોમાં કહ્યું કે ખેડૂતોના લોહીના દરેક ટીપાનો હિસાબ આપવો પડશે. ઘરમાં દુશ્મન આવી રહ્યો છે, ઘરમાં જવાબ મળશે. મોદીનો કાફલો રોકે તે પહેલા જ તે ખેડૂતોને 1 લાખ ડોલર આપશે.
વોટનો જવાબ બુલડોઝરથી સાથે
પન્નુ કહે છે કે મોદી તમારી પાસેથી વોટ લેવા પંજાબ આવી રહ્યા છે. તમારા ઘરોમાં મૃતદેહો, તમારા ઘરમાં ચૂલો સળગતો નથી અને તેઓ વોટ લેવા આવે છે. વોટનો જવાબ બુલડોઝરથી આપવો પડશે. વોટનો જવાબ મોદીને પંજાબમાં આપવાનો છે, ઘરમાં આપવાનો છે.
નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે આવી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે પંજાબ આવશે. આ દરમિયાન તેઓ ત્રણ લોકસભા મતવિસ્તારોમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. 23 મેના રોજ તેઓ પટિયાલામાં અને 24 મેના રોજ ગુરદાસપુર અને જલંધર લોકસભા મતવિસ્તારમાં રેલીઓ કરશે. પટિયાલા, જલંધર અને ગુરદાસપુર લોકસભા મતવિસ્તારમાં રેલીનું સ્થળ અને સમય પણ આજે સાંજ સુધીમાં નક્કી થઈ જશે. પંજાબ બીજેપી અધ્યક્ષ સુનીલ જાખરે રવિવારે ચંદીગઢમાં પાર્ટી હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.
આ PM મોદીના જાન્યુઆરી 2022માં થયેલી સુરક્ષા ચૂક દરમિયાન ફ્લાયઓવર પર કાફલાના રોકવાની તસવીર છે- ફાઇલ ફોટો
પીએમના કાફલાને અગાઉ પણ રોકી દેવામાં આવ્યો હતો
પંજાબમાં પહેલા પણ પીએમ મોદીના કાફલાને રાકવામાં આવ્યો હતો. આ ઘટના 5 જાન્યુઆરી 2022ની છે. ત્યારે પીએમ ભટિંડા એરપોર્ટથી ફિરોઝપુર રેલીમાં જઈ રહ્યા હતા. ખરાબ હવામાનને કારણે તેઓ રોડ દ્વારા મુસાફરી કરી રહ્યા હતા. તેમના કાફલાને ફિરોઝપુરના પ્યારેના ગામના ફ્લાયઓવર પર રોકવામાં આવ્યો હતો. જેની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. પીએમ અહીં લગભગ 15 મિનિટ રોકાયા હતા. જ્યારે રસ્તો ક્લિયર ના થયો, ત્યારે તેઓ ભટિંડા એરપોર્ટ પર પાછા ફર્યા. તે સમયે પીએમનો કાફલો જ્યાં રોકાયો હતો તે ભારત-પાકિસ્તાન સરહદની નજીકનો એક ઉચ્ચ સંવેદનશીલ વિસ્તાર હતો અને તે પાકિસ્તાની મિસાઇલોની રેન્જમાં હતો.